SearchBrowseAboutContactDonate
Page Preview
Page 637
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભા દર્શન અનેક ભાષાઓના મર્મજ્ઞ શ્રી લાલદાસ સ્વામી શ્રી લાલદાસ સ્વામીનાં જન્મ કે મૃત્યુ અંગે કોઈ પ્રમાણભૂત કે આધાર મળતો નથી, પરંતુ તેઓ મહામતિ શ્રી પ્રાણનાથજીના સમકાલીન અને પ્રમુખ શિષ્ય હોવાથી તેમનો સમય સત્તરમી સદી ગણી શકાય. તેમનો જન્મ પોરબંદર મુકામે થયેલો. તેમનું મૂળ નામ લક્ષ્મણ શેઠ હતું. તેઓ ઠઠ્ઠાનગરમાં લુહાણા શેઠ તરીકે પ્રસિદ્ધ હતા. સમગ્ર દરિયાઈ વેપાર પર તેમનો વાવટો ફરતો! વેપાર નવરંગ સ્વામી પ્રણામી ધર્મના માર્નેડ ગણાય છે. અષ્ટપ્રહર કરતાં તેઓ ધાર્મિક રંગે રંગાયા હતા. વેદ, પુરાણ અને ભાગવતનો આ સેવા પૂજાનો ૩/૪ ભાગ તેમની રચના છે. તેમણે મહામતિને ઊંડો અભ્યાસ કર્યા બાદ તેઓ સત્સંગી બન્યા હતા. પ્રાણનાથજી પ્રણામી ધર્મનો પ્રચાર કરતા એ દરમ્યાન શ્રી લાલદાસ સ્વામીના સંપર્કમાં આવ્યા હતા અને એમણે લાલદાસ સ્વામીને પોતાના શિષ્ય બનાવ્યા હતા. કેન્દ્રમાં રાખી હિન્દુ ધર્મ ગ્રંથોનું અર્થઘટન કર્યું. તેમણે લગભગ ૧૬૭ ગ્રંથોની રચના કરી છે. ‘નવરંગ સાગર' નામના બૃહદ ગ્રંથોમાં તે ૩૯૦૦૦ ચોપાઈમાં સંગ્રહિત છે. ‘નવરંગ બાક, ‘સુંદર સાગર”, ‘ગુરુ શિષ્ય સંવાદ', 'છાંદોગ્ય ઉપનિષદ', 'ગીતા રહસ્ય', તેમના મહત્ત્વના ગ્રંથો છે. તેમન્ને વિ.સં. ૧૭૫૫માં માગશર વદ ૧૦ના રોજ પદ્મા (મ.પ્ર)માં યોગસમાધિ લીધી. પ્રણામી ધર્મમાં પ્રાણનાથજી પછી લાલદાસ સ્વામીની જેમ નવરંગ સ્વામીનું પણ મહત્વનું યોગદાન રહ્યું છે. લાલદાસ સ્વામી સિંધી, કચ્છી, ગુજરાતી, મારવાડી, હિન્દી (ખડીબોલી – વ્રજભાષા), સંસ્કૃત, ફારસી, અરબી વગેરે ભાષાઓ જાણતા! આથી તેઓ મહામતિના કુશળ, કર્તવ્યનિષ્ઠ, પ્રતિભાશાળી શિષ્ય બની ગયા. તેઓ ઇસ્લામ ધર્મના પવિત્ર ગ્રંથ કુરાન-એ-શરીફ'ના અભ્યાસી હતા. તેની આયાતોનું અર્થઘટન અને સંદર્ભો રજૂ કરવામાં લાલદાસ સ્વામી માહીર હતા. મુસ્લિમ શિષ્યોને કુરાન અને પુરાણ તથા વેદ અને કતબાનું સામ્ય સમજાવવામાં તેમનો સિંહફાળો હતો. પ્રામી સાહિત્યમાં મહમતિ શ્રી પ્રાણનાથજી પછી લાલદાસ સ્વામીનું નામ મોખરે રહ્યું છે. 'બડીવૃત્ત', “છોટીવૃત્ત’, ‘માજા’, ‘બડા મસૌદા’, ‘શ્રી ભાગવત ટીકા, ‘લાલદાસ કૃત બતક' વગેરે એમની પ્રસિદ્ધ કૃતિઓ છે. પ્રણામી મંદિરોમાં તેમના ગ્રંથો ‘તારતમ સાગર'ની સાથે જ પૂજાય છે. હિન્દીને બીતક સાહિત્યની ભેટ આપનાર લાલદાસ સ્વામી એ દૃષ્ટિએ ઐતિહાસિક મહત્ત્વ ધરાવે છે. તેમનું ધામગમન (સ્વર્ગવાસ) પન્નામાં થયેલું. પન્નામાં એમની સમાધિ પણ છે. ધર્મના માર્તંડ શ્રી નવરંગ સ્વામી (સ્વામી મુકુંદદાસજી) નવરંગ સ્વામીનો જન્મ વિ.સં. ૧૭૦૫ને જેઠ સુદ કે વદ નમ બુધવારે સુરતના ગોપીપુરામાં રાઘવજીભાઈ અને કુંવરબાઈના ઘરે થયો હતો. તેમનું મૂળનામ મુકુંદદાસ અને પત્નીનું નામ સુશીલા હતું. તેમને વિદ્યા, ધન અને ધાર્મિક સંસ્કા૨નો વા૨સો ગળથૂથીમાં જ મળેલો. સુખી મા-બાપની છત્રછાયામાં ઉછેર થવાથી સારું શિક્ષણ મેળવીને તેઓ ગુજરાતી અને સંસ્કૃતભાષાના શાતા બન્યા હતા. વેદ, ઉપનિષદ, પુરાણ અને દર્શનશાસ્ત્રનો બૃ. પ્ર. ૭૪ * ૫૮૫ અભ્યાસ એમણે કર્યો હતો. તેઓ પ્રાણનાથજીના પ્રભાવમાં હતા. તેમની ઇચ્છા પ્રાણનાથજીના ધર્મપ્રચારમાં જેડઈને દિલ્હી જવાની હતી., પરંતુ પરિવારે તેમને રોકી રાખ્યા. છેવટે ૨૫ વર્ષની ઉંમરે પત્નીથી છૂટ છેડા લઈને દિલ્હી પહોંચ્યા અને પ્રાણનાથજીના શિષ્ય બન્યા. પછીનો સમય ગુરુસેવા, પ્રણામીધર્મના સાહિત્યની રચના અને ધર્મપ્રચારમાં વ્યતીત કર્યો. રાજસ્થાનમાં તેમના દ્વારા જ પ્રણામી મંદિરની સ્થાપના કરી હતી. તેમની વાણીના પ્રભાવથી અસંખ્ય લોક પ્રણામી ધર્મમાં જોડાયેલા! Jain Education International ગુજરાતમાં જ્ઞાતપ્રચાર કરતાર સંત બાલક સાહેબ સંત શ્રી બાલક સામેબનો જન્મ વિ.સં. ૧૯૫૮માં પાટણવાડા વિસ્તારના છઠિયારડા ગામે ગુરુ બ્રાહ્મણ જ્ઞાતિના પિતા કાલીદાસ અને માતા ગંગાબાઈને ત્યાં થયેલો. તેમનું મૂળ નામ બળદેવ હતું. તેઓ પાંચ વર્ષના હતા ત્યારથી ભક્તિરસમાં તરબોળ રહેતા. યુવાન વયે એમણે અનેક તીર્થધામની યાત્રા કરીને છઠિયારડા ગામે સવરા મંડપ (નિજાર પંથનો પન્ન કરેલો! તેમણે પોતાના જ્ઞાનનો પ્રચાર કરવા ગુજરાતને પોતાની કર્મભૂમિ બનાવેલી. ગિરનારમાં નાથપંથી બાવાઓનો ભેટો અને દતાત્રેયનાં દર્શન થયેલાં. પછી ગિરના૨માં જ વેલવડના તળાવ પાસે સાધના શરૂ કરેલી, પણ લોકહિત માટે બાલક સાહેબે પોતાનું સાધના સ્થળ બદલીને ગિરનારના મૃગીકુંડ પાસે પોતાની ‘‘જગા’' બનાવી. આજે પણ એ સ્થાન “બાલક સાહેબની જગ્યા" તરીકે પ્રસિદ્ધ છે. બાલક સાહેબે રચેલાં અનેક પદ લોકકંઠે સચવાયાં છે. તેમાં નિરાકાર બ્રહ્મની ઉપાસના અભિવ્યક્ત થઈ છે. તેમનાં પદોમાં પ્રેમલક્ષણા ભક્તિ વ્યક્ત થાય છે. તેમની વાણી પોગ રહસ્ય સાથે ઉપદેશાત્મક પણ છે. તેમણે વિ. સં. ૧૯૬૨ના પોષ વદ અગિયારસે ઇચ્છા મૃત્યુ અગાઉથી જાહેર કરી, સંતો, મઠાધીશ, શિષ્યોની ભીડ વચ્ચે ભજનોની રમઝટ સાથે જીવતાં સમાધિ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy