SearchBrowseAboutContactDonate
Page Preview
Page 622
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૦ તેઓ આદર્શ ગણી શકાય. અભ્યાસનાં અને સંદર્ભનાં પુસ્તકો વાંચી તૈયારી કરી પોતાની નર્મ મર્મ શૈલીમાં વ્યાખ્યાન આપવું એમની ખાસિયત હતી. તેમનાં વ્યાખ્યાનોમાં એમની વિદ્વત્તા દેખાઈ આવતી. તેઓ કોલેજમાં અનેકવિધ સાહિત્યિક પ્રવૃત્તિઓ ચલાવતા. ઝાલા સાહેબની સૌથી સુંદર લાક્ષણિક્તા હતી-સંતોષ. સેંટ ઝેવિયર્સ કોલેજ નહિં જ છોડવાનો એમનો નિશ્ચય હતો. આથી ઘણી સારી તકો પણ એમણે જતી કરેલી. ઝાલા સાહેબ સ્પષ્ટ વક્તા હતા. સાહિત્યના વિવેચક તરીકે પણ તેમણે તટસ્થ ભૂમિકા બજાવેલી. તેમનું જીવન કર્મવીર જેવું હતું. ઇ. સ. ૧૯૭૨ના જાન્યુઆરીમાં એમનું અવસાન થયેલું. અદ્ભુત વ્યક્તિત્વ ધરાવતા શતાવધાતી પંડિત ધીરજલાલ ટોકરશી શાહ પંડિત ધીરજલાલ ટોકરશી શાહ એટલે એક અદ્ભુત વ્યક્તિત્વ. જૈન સમાજમાં એમને ‘શતાવધાની પંડિત' તરીકે ઓળખવામાં આવે છે. પંડિતજીની અવધાન શક્તિ આશ્ચર્યચક્તિ કરી નાખે એવી હતી. સો અવધાનના પ્રયોગો એમણે ઘણીવાર કર્યા હતા. એમની ગણિતશક્તિ પણ અદ્ભુત હતી. પંડિતજીએ વ્યવસાયે લેખનપ્રવૃત્તિ સ્વીકારી હતી. સરળ શૈલી તથા લોકપ્રિયતાને કારણે એમનાં પુસ્તકો જલદીથી ખપી જતાં અને પુનરાવૃત્તિઓ પણ થતી. પં. ધીરજલાલ ટોકરશી શાહનાં નાનાં મોટાં મળીને સાડા ત્રણસોથી વધુ પુસ્તકો પ્રગટ થયાં છે! યુવાન વયે શરૂ કરેલી લેખન પ્રવૃત્તિ જીવનના અંત સુધી ચલાવેલી. ‘પ્રતિક્રમણ પ્રબોધ ટીકા' એમણે લખેલું અદ્ભુત પુસ્તક છે. નમસ્કાર, મહામંત્ર, ભક્તામરસ્તોત્ર, ઋષિમંડલ સ્તોત્ર, ઉવસગ્ગહરં, લોગસ્સ સૂત્ર વગેરે પણ એમણે લખેલાં મહત્ત્વનાં પુસ્તકો છે. ‘મહાવીર વાણી’, ‘જિનોપાસના’, ‘સામયિકવિજ્ઞાન', ‘સિદ્ધચક્ર’, ‘જૈનધર્મનું પ્રાણી વિજ્ઞાન', ‘નવતત્ત્વદિપીકા' વગેરે એમના જાણીતાં પુસ્તકો છે. પંડિતજી મંત્રવિદ્યાના પ્રખર જાણકાર હતા. એમણે મંત્રવિદ્યા વિશે ‘મંત્રવિજ્ઞાન', ‘મંત્રચિંતામણિ' અને ‘મંત્ર દિવાકર' નામના ત્રણ મૂલ્યવાન ગ્રંથોમાં મંત્ર, યંત્ર અને તંત્રની ઉપાસના વિશે વિદ્વત્તાપૂર્ણ અને આધારભૂત માહિતી આપી છે. સરસ્વતીનો પ્રસાદ પામેલા પં. ધીરજલાલ ટોકરશી શાહ એંશી વર્ષની વયે મુંબઈમાં અવસાન પામેલા. પત્રકારત્વતા ઝળહળતા સિતારા શ્રી યજ્ઞેશભાઈ હરિહર શુકલ યજ્ઞેશભાઈ હરિહર શુકલ એટલે મુંબઈના ગુજરાતી Jain Education Intemational બૃહદ્ ગુજરાત પત્રકારત્વના ઝળહળતા સિતારા. આ પીઢ પત્રકારનો જન્મ વલસાડમાં ઇ. સ. ૧૯૧૦માં માર્ચ મહીનાની ૧૩મી તારીખે એક મધ્યમવર્ગીય કુટુંબમાં થયો હતો. આર્થિક પરિસ્થિતિ નબળી હોવાને કારણે કોલેજનો અભ્યાસ નહીં કરી શકેલા, પણ મુંબઈ આવ્યા બાદ સ્વ. ઇચ્છારામ સૂર્યરામ દેસાઈના ‘ગુજરાત’ સાપ્તાહિકમાં તેઓ જોડાયા અને સ્વ. અંબાલાલ જાની પાસેથી તેમણે પત્રકારત્વની તાલીમ મેળવી. ત્યારપછી તેમણે સમગ્ર જીવન પત્રકાર તરીકે વિતાવ્યું. પત્રકારત્વના ક્ષેત્રનો યજ્ઞેશભાઈએ અનુભવ એટલે અર્ધી સદી કરતાં વધારે સમયનો. ‘હિન્દુસ્તાન પ્રજામિત્ર’, ‘જન્મભૂમિ’, ‘વંદેમાતરમ્ અને ‘મુંબઈ સમાચાર’ એમ જુદાં જુદાં દૈનિકોમાં તેમણે વિવિધ પ્રકારની કામગીરી બજાવી. યજ્ઞેશભાઈ એક પત્રકાર રૂપે સત્યના ઉપાસક હોઈ નીડર પણ હતા. તેઓ અગાઉ પ્રગટ થયેલા ગમે તે લેખન તરત જ જુદા શબ્દોમાં, નવી શૈલીથી રજૂ કરી શકતા. લેખક તરીકે યજ્ઞેશભાઈએ નિબંધ, વાર્તા, નવલકથા જેવા સાહિત્ય સ્વરૂપો પર કલમ ચલાવી છે. ‘તૂટેલા બંધન’, ‘ગરીબની ગૃહક્ષ્મી’, ‘જીવના સોદા’, ‘ઇર્ષ્યાની આ’, ‘ખીલતી કળી’ વગેરે એમનાં જાણીતાં પુસ્તકો છે. પત્રકારત્વ પર એમણે ‘એક પત્રકારની ઘડતર કથા' અને અર્ધી શતાબ્દિની અખબારી યાત્રા' જેવાં મહત્ત્વપૂર્ણ પુસ્તકો લખ્યાં છે. યજ્ઞેશભાઈ હરિહર શુકલનું મુંબઈમાં ૭૩ વર્ષની વયે અવસાન થયું હતું. પ્રતિષ્ઠિત ગુજરાતી ગાયક શ્રી ઉમેદભાઈ મણિયાર શ્રી ઉમેદભાઈ મણિયાર મુંબઈની કર્વે કોલેજ અને એસ.એન.ડી.ટી. યુનિવર્સિટીમાં અંગ્રેજી વિષયના અધ્યાપક હતા. પ્રોફેસર ઉમેદભાઈ મણિયારની મુંબઈના પ્રતિષ્ઠિત ગુજરાતી ગાયકોમાં ગણના થતી હતી. એમનાં પ્રેમગીતો સાંભળવા માટે મુંબઈનો યુવાન વર્ગ ઉમેદભાઈ પાછળ ઘેલો બન્યો હતો! ઉમેદભાઈ એટલે કલાનો જીવ. સાહિત્ય, સંગીત કલાની ચર્ચામાં એમને ખૂબ રસ પડતો. જીવનના ઉતરાર્ધમાં ‘ગુજરાતી કવિતા ઉપર અંગ્રેજીભાષાની અસર' વિષય પર એક વિદ્વત્તાપૂર્ણ શોધ નિબંધ એમણે તૈયાર કરેલો.ગુજરાતી ભણાવતા અધ્યાપકોએ અવશ્ય વાંચવો જોઈએ. ઉમેદભાઈને આધ્યાત્મિક જીવનમાં પણ રસ હતો. વજેશ્વરી પાસે ગણેશપુરીમાં મુક્તાનંદ સ્વામી પાસેથી યોગ અને ધ્યાન શીખતા. ધ્યાનના અનુભવો વિશે તેઓ સરસ વાત કરી શકતા. એમનું આધ્યાત્મિક જ્ઞાન અદ્ભુત હતું. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy