SearchBrowseAboutContactDonate
Page Preview
Page 614
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬૨ ક્ષેત્રોમાં પણ પોતાના યશસ્વી યોગદાન દ્વારા તેમણે દેશવિદેશમાં પોતાનું અને ગુજરાતનું નામ રોશન કર્યું છે. પ્રોપ્રાઈટરી હાઈસ્કૂલ ટ્રસ્ટના ચેરમેન, ભારતીય વિદ્યાભવન કેન્દ્ર-ડાકોરના ચેરમેન, ડાકોરની મંદિર કમિટિના ચેરમેન, ભારતીય રેડક્રોસની ગુજરાત શાખાના સેક્રેટરી તરીકે તેમની સેવાઓ જાણીતી છે. ૧૦૦ (સો) વખત કરતાં પણ વધારે વખત જાતે જ રક્તદાન આપીને ગુજરાતમાં સ્વૈચ્છિક રક્તદાન પ્રવૃત્તિને થંગ આપવામાં તેમનું કિંમતી યોગદાન રહ્યું છે. નીડર, અંતરદ્ધા. સુરેખ કર્તવ્યનિષ્ઠ અને નિર્મળ ચારિત્ર્ય સાથે ભાવનાશીલ સંવેદનશીલતાવાળા બી.જે. દીવાન સાહેબ ગુજરાતના સન્માનનીય અગ્રણી બની રહ્યા. ઇ. સ. ૧૯૮૦માં સૌ પ્રથમ વખત વિશ્વગુર્જરી પુરસ્કારોની પસંદગી સમિતિ રચાઈ ત્યારે તેના અધ્યક્ષ તરીકે જે ઉષ્ણુ ધોરણો - માપદંડો - પતિ આપ્યાં ને ભાવમાં પણ માર્ગદર્શક બની રહ્યાં છે. જગવિખ્યાત જાદુલા - સમ્રાટ શ્રી કે.લાલ (કાંતિલાલ ગિરધરલાલ વોરા) જેમને ઇ. સ. ૧૯૯૭ના વર્ષનો (ભારત ક્ષેત્રનો વિશ્વગુર્જરી ગૌરવ પુરસ્કાર અર્પણ કરવામાં આવ્યો તે શ્રી કે.લાલનો જન્મ ૨૪-૮-૧૯૨૪ના રોજ બગસરા - સૌરાષ્ટ્રમાં વિાક કુટુંબમાં થયો હતો. કલકત્તામાં નાની ઉંમરે કાકાની કાપડની પેઢીમાં તાકાવાળા કાંતિલાલનું મન અહીં બેસવા માટે માન્યું નહીં. કારણ કે તેઓ તો ભારતના જગવિખ્યાત જાદુકલા સમ્રાટ, નિરંતર વિશ્વપ્રવાસી, લોકરંજન કલાના સંશોધક, વિક્રમસર્જક પ્રયોગવીર, સાધક તરીકે બહાર પડવા સર્જાયા હતા! કે. લાલ નાનપણથી જ ગામમાં આવતાં ગારુડી મદારીઓ પાસેથી 'ટ્રીક્સ'-યુક્તિઓ શીખી લેતા, છઠ્ઠા વર્ષે તો જાદુના પ્રયોગો કલકત્તામાં કરી બતાવ્યા ત્યારે સામાન્ય પ્રેક્ષકો તો ઠીક પણ બંગાળના મોટા જાદુગર શ્રી ગણપતિ ચક્રવર્તી પણ આ બાળકની જાદુકળાથી પ્રભાવિત થયા. તેમની પાસેથી કે.લાલે વધુ તાલીમ મેળવી અને પોતાનાં સૂઝ કૌશલ્યથી જાદુ કલાને નવું સ્વરૂપ બન્યું. ૧૬ વર્ષની ઉંમરે - ઇ. સ. ૧૯૪૯ થી કે. લાલે મંચ પર દોઢ કલાક જાદુના શો' આપવાનો પ્રારંભ કર્યો, જેનો આંકડો ૧૭,૨૮૫એ પહોંચ્યો છે જે એક વિશ્વવિક્રમ છે. જાપાનની તેમણે ૧૮ વખત મુલાકાત લીધી છે અને દરેક વખતે તેમનો શો ૬-૬ માસ ચાલ્યો, જે પણ એક વિક્રમ ગણાય! એક્લા જાપાનમાં જ તેમણે એકંદરે ૩૨૦૦ શો યોજેલ છે. આ ઉપરાંત મધ્યપૂર્વના દેશો, આફ્રિકા, મોરેશિયસ, ફિજી, સિંગાપુર, મલેશિયા, ન્યુઝિલેન્ડ, અમેરિકા અને વિશ્વના અન્ય ઘણા દેશોમાં તેમણે પ્રવાસ કરી લોકોને આશ્ચર્યચક્તિ કરેલ છે. પોતાના શો દ્વારા તેમણે ઘણી વખત Jain Education International બૃહદ્ ગુજરાત માતબર રકમ દાન માટે એકત્ર કરી આપેલી. કુટુંબનિયોજન અને નશાબંધી માટે પાંચાર પ્રયોગો કરી એક પણ પૈસો લીધા વગર ગુજરાતની મોટી સેવા કરનાર કે. લાલ ‘ઓલ ઇન્ડિયા મેજિક સોસાયટી'ના સતત ૩૫થી વધુ વર્ષ સુધી પ્રમુખ પદે રહ્યા છે. એકંદરે તેમને ત્રણસોથી વધુ એવોર્ડ અને સન્માનપત્રો મળેલ છે, જેમકે - અમેરિકાના ઇન્ટરનેશનલ બ્રધર હેડ ઓફ મેજિશિયન્સ દ્વારા ૧૯૬૮માં ‘દુનિયાના સૌથી મહાન અને ઝડપી જાદુગર'નો એવોર્ડ તેમને અપાયેલો છે, તે ઉપરાંત— (૧) માઈકલ મધૂસુદન એવોર્ડ અને ઇન્ડિયન પીકોક (પશ્ચિમ બંગાળ સરકાર (૨) ગુજરાત રત્ત - રૂ. પ∞ના પારિતોષિક સાથે (ગુજરાત સરકાર દ્વારા) (૩) ભારતના ક્રાંતિવીર (આંધ્રપ્રદેશ સરકારી (૪) પ્રાઉડ જ્વેલ ઓફ ઇન્ડિયા (મહરાષ્ટ્ર સરકાર) (૫) એમ્પ૨૨ ઓફ મેજિશિયન્સ (તામિલનાડુ સરકાર) આજે તો કે. લાલ એટલે જાદુળા અને જાદુકપા એટલે ૩ વાલા ભારતીય વિદેશતીતિના નિપૂણ તજજ્ઞ શ્રી પ્રકાશ શાહ ઈ. સ. ૧૯૯૭ના વર્ષનો (આંતરરાષ્ટ્રીય ક્ષેત્રનો) વિશ્વગુર્જરી ગૌરવ પુરસ્કાર શ્રી પ્રકાશ શાહને એનાયત થયો. યુનો ખાતે ભારતના ભૂતપૂર્વ કાયમી પ્રતિનિધિ, વિદેશોમાંના ભારતીય રાજદૂત, ભારતીય વિદેશનીતિના નિપુર્ણ તજજ્ઞ, આંચ સંગઠનોના મુત્સદી પરામર્શક અને વિશિષ્ટ મિશનના માર્ગદર્શક, વિદેશનીતિ ને વિદેશ સેવાના ક્ષેત્રમાં કરેલી મહત્ત્વની કામગીરી. જોતાં આ ગૌરવ પુરસ્કાર એનાયત થયો તે યોગ્ય જ થયું છે. ૪-૭-૧૯૩૯ના રોજ જન્મેલા પ્રકાશભાઈ શાહ એમ.કોમ., એલ.એલ.બી. (મુંબઈ યુનિ.) થયા છે. તેમની મહત્ત્વની કામગીરીની કેટલીક ઝલક જોઈએ (૧) યુનોના સેક્રેટરી જનરલ ઇરાક માટેના ખાસ પ્રતિનિધિ (૧૯૯૮-૨૦૦૦) (૨) ભારતના એલચી કાયમી પ્રતિનિધિ - આં.રા. સંપ ન્યુયોર્ક (૧૯૯૫-૯૭) (૩) જાપાન ખાતેના ભારતીય એલચી (૧૯૯૨ - ‘૯૫) (૪) ભારતના એલચી કાયમી પ્રતિનિધિ - સંપા રાષ્ટ્રસંઘ જીનીવા (૧૯૯૧ - ૧૯૯૨) For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy