SearchBrowseAboutContactDonate
Page Preview
Page 612
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ નવી ટેકનોલોજી સાથે નવનિર્માણ કર્યું. અને યુગાન્ડાની ભાંગી પડેલી અર્થવ્યવસ્થાનો જીણોદ્ધાર કર્યો. ઈ. સ. ૧૯૯૪માં લંડનમાં નવ દિવસના સર્વ ધર્મ સમભાવ મહોત્સવનું આયોજન કરનારા અને સર્વ ધર્મોના સંતોનો સહયોગ પ્રાપ્ત કરી આધ્યાત્મિક ઐક્યદીપ પ્રગટાવનાર પૈકીના તેઓ મહત્ત્વના અગ્રણી બની ગયા. આ મહોત્સવમાં ૧૫,૦૦૦ વ્યક્તિઓએ હાજરી આપી હતી. વૈશ્વિક આર્થિક વિકાસના અને ટેકનોલોજી વિકાસના તેમજ માનવ-માનવ વચ્ચેના સદ્ભાવ પર આધારિત નૂતન વિશ્વસમાજરચનાનાં ક્ષેત્રોમાં ગણનાપાત્ર અને યશસ્વી યોગદાન આંતરરાષ્ટ્રીય સ્તરે આપીને શ્રી મનુભાઈ માધવાણીએ ભારત અને ગુજરાતની ગરિમાને ઉજ્જવળ બનાવી છે. સુગમ સંગીતતા ગુલમહોરી ગાયક શ્રી પુરુષોત્તમ ઉપાધ્યાય ઇ. સ. ૧૯૯૫ના વર્ષનો વિશ્વગુર્જરી ગૌરવ પુરસ્કાર’ ગુજરાતી સુગમ સંગીત ક્ષેત્રે સમર્થ સર્જક અને ઉત્તમ સંગીત નિયોજક અને મૂર્ધન્ય ગુજરાતી ગાયક પુરુષોત્તમ ઉપાધ્યાયને સૂર અને શબ્દના સુરુચિપૂર્ણ સમન્વયધારી સિદ્ધ કલાકાર તરીકે અપાયો. સ્વ. અવિનાશ વ્યાસના સમર્થ શિષ્ય શ્રી પુરુષોત્તમ ઉપાધ્યાયે ‘ભીંત ફાડીને પીપળો ઊગ્યો’, ‘માંડવાની જૂઈ’, ‘તારી આંખનો અફીણી' જેવી અનેક અનોખી લહેરી બંદિશો દ્વારા ગુજરાતનાં નામને ગાજતું કર્યું છે. ભારતમાં અનેક શહેરો ઉપરાંત આફ્રિકા, લંડન, પેરિસ, અમેરિકામાં ગુજરાતી સુગમ સંગીતની વાહવાહ બોલાવનાર શ્રી ઉપાધ્યાયના કંઠે ‘તારી વાંકી રે પાઘલડીનું ફૂમતું’, ‘હવે મંદિરના બારણાં ઉઘાડો મોરી માં' જેવા ગરબા જાણીતા છે. તેમની કેફિયત ખુદના જ શબ્દમાં જોઈએ - ‘મુ. શ્રી અવિનાશભાઈએ મને સંગીતની મશાલ પકડાવી છે અને એ મશાલ લઈ હું દેશ-પરદેશમાં ઘૂમું છું. આપણી ભાષાની ઉત્તમ અને સર્વોત્તમ રચનાઓના અતલ ઊંડાણમાં હું અવગાહન કરું છું. સંગીત મારું જીવન છે, મારી યાત્રા છે, મારો સંસાર છે, મારું સખ્ય છે-કહું કે મારું સર્વસ્વ. મને મારી યાત્રામાં કૈફ, મસ્તી, ઐશ્વર્ય, કામણ, ઓજસ, સુવાસ, રૂપ અને રસ બંધુત્વ મળ્યું છે.” કવિ શ્રી સુરેશ દલાલના શબ્દો યાદ કરીએ તો- ‘શ્રી પુરુષોત્તમના કંઠમાં ઘીના દીવાનું અજવાળું છે, મશાલની આંચ પણ છે, જૂઈની નજાકત છે અને આગ ઝરતા ગુલમહોરની ખુમારી અને વૈભવ છે...’' ය Jain Education International બૃહદ્ ગુજરાત ગાંધીયુગના ગૌરવવંતા છબીકાર જગન મહેતા ઇ. સ. ૧૯૯પનો વિશ્વગુર્જરી ગૌરવ પુરસ્કાર પ્રાપ્ત ક૨ના૨ શ્રી જગન મહેતા ગાંધીયુગના ફોટોગ્રાફર છે. ફોટોગ્રાફીનું બીજ તેમને તેમના પિતાશ્રીના જીવનમાંથી લાધ્યું અને એવું સ્પષ્ટપણે સમજાવા લાગ્યું કે - ‘‘ગાંધીજી ને તેમની આસપાસની અનેકવિધ પ્રવૃત્તિની ફોટોગ્રાફી દ્વારા રેકર્ડ થવી જોઈએ, ને શક્ય હોય તો ‘ફિલ્ડિંગ' પણ થવું જોઈએ (કેમ કે તે વાસ્તવિક વાતાવરણ સાથે ‘મૂવિંગ’ હોય છે.)’” આ વિચાર - ઝંખના ઇ. સ. ૧૯૪૦-૪૨માં ‘હિંદછોડો’ ચળવળ દરમ્યાન બળવત્તર બની પરંતુ ખરો અવસર તો ઇ. સ. ૧૯૪૭માં બંગાળ – નોઆખલીનાં રમખાણોનો પડઘો બિહા૨માં પડ્યો ને બાપુ બંગાળથી બિહાર દોડી આવ્યા તે સમયે તેમની સાથે યાત્રામાં જોડાવાની મંજૂરીથી મળ્યો. જગન મહેતાના ગાંધી છબીચિત્રો અને ખાસ કરીને ગાંધીજીની બિહાર શાંતિયાત્રા દરમ્યાનની તેમની તસવીરો દેશભરમાં અને વિશ્વના અનેક દેશોમાં પ્રદર્શિત થઈ છે. ઇ. સ. ૧૯૪૮માં જયપુર કોંગ્રેસ અધિવેશન વખતે બાપુ કુટિરમાં તેમની ગાંધી-તસવીરો પ્રગટ થઈ ત્યારબાદ જયપુર રાજ્યે તસવીરો ખરીદીને જયપુર મ્યુઝિયમમાં રાખી છે. ગુજરાતના સંસ્કાર ઘડવૈયા સમા સારસ્વતોની તસ્વીરો લેવાનું રાખ્યું અને તે રીતે એસ. એન.ડી.ટી. યુનિ.ના ગુજરાતી સંશોધન વિભાગ, ગુજરાત સાહિત્ય પરિષદ અને ગુજરાત રાજ્યની સાહિત્ય અકાદમીએ તે વસાવી છે. ભારતવર્ષનાં ભવ્ય મંદિરો, તીર્થસ્થાનો-ગુફાઓમાં જળવાઈ રહેલાં શિલ્પ સ્થાપત્યની ફોટોગ્રાફી લઈને વારસાના જતનમાં પણ જગત મહેતાએ અનેરું યોગદાન આપ્યું. ઇ. સ. ૧૯૫૭ થી ૧૯૬૮ના માર્ચ સુધી ૧૦ વર્ષ મુંબઈ પ્રિંન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમના સેવાકાળ દરમ્યાન મ્યુઝિયોલોજીના અભ્યાસીને ઉપયોગી બની રહે એ હેતુથી દેશભરના મ્યુઝિયમોમાં સંઘરાયેલા મૂલ્યવાન શિલ્પ સ્થાપત્ય, ધાતુ પ્રતિમાઓ, મિનિએચર પેઈન્ટિંગ વગેરેની પ્રશસ્ય રેકર્ડ ફોટોગ્રાફી' કરી જેથી પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમ મુંબઈ, દિલ્હી નેશનલ મ્યુઝિયમ, કલાભવન-બનારસ, મથુરા મ્યુઝિયમ, બિકાનેર, લખનૌ, અલાહાબાદ, પટના, સારનાથ, હૈદ્રાબાદ, સાલારજંગ મ્યુઝિયમ, કલકત્તા, ગયા વગેરેમાં રેકર્ડ ફોટોગ્રાફી કરી જેનાથી ભારતના સાંસ્કૃતિક વારસાની સાચવણીને નક્કર દિશા સાંપડી. For Private & Personal Use Only શ્રી નટવર ગાંધી ઇ. સ. ૧૯૯૬ના વર્ષનો વિશ્વગુર્જરી ગૌરવ પુરસ્કાર શ્રી www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy