SearchBrowseAboutContactDonate
Page Preview
Page 610
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫૮ સંશોધન માટે અમેરિકાની સરકાર અને ૨૦ જેટલી ખાનગી તેલ કંપનીઓ તરફથી ૨૫ લાખ ડોલરનું ફંડ તેમને સંશોધનરૂપે આપવામાં આવ્યું છે. મેધાવી બંધારણવિદ્ ધારાશાસ્ત્રી નાની પાલખીવાલા ઇ. સ. ૧૯૯૨ના વર્ષનો વિશ્વગુર્જરી ગૌરવ પુરસ્કાર પ્રાપ્ત કરનાર નાની પાલખીવાલા ભારતના પ્રખર બંધારણવિદ્, નિપુણ ન્યાયવિદ્, સમર્થ ધારાશાસ્ત્રી, ભારતીય અસ્મિતાના વિદ્વાન પ્રવકતા, ભારતીય બંધારણ-કાયદો-ન્યાય-લોકશાહી-માનવઅધિકારો-આર્થિક પ્રગતિ-સમાજ પરિવર્તન- સાંસ્કૃતિક પુનરુત્થાન અને આંતરરાષ્ટ્રીય સંબંધો અનેકવિધ ક્ષેત્રોમાં ગણનાપાત્ર અને યશસ્વી યોગદાન દ્વારા ભારતનું અને ગુજરાતનું નામ વિશ્વસ્તરે રોશન કર્યું છે. ધૂરંધર કાયદાશાસ્ત્રી, પ્રખર બંધારણવિદ્ શ્રી નાની પાલખીવાળા ભારતના સુપ્રિમ કોર્ટના સિનિયર એડવોકેટ તરીકે અનેક ઐતિહાસિક કેસો લડીને જાણીતા થયા છે. સપ્ટે. ૧૯૭૭ થી જુલાઈ - ૧૯૭૯ સુધી તેઓ અમેરિકામાં ભારતના એલચી તરીકે રહ્યા. ઇ. સ. ૧૯૫૫ અને ૧૯૫૮માં અનુક્રમે પ્રથમ અને દ્વિતીય લો કમિશનના તેઓ સભ્ય હતા. એસો. સિમેન્ટ, તાતા એક્સ્પોર્ટસ વગેરે કંપનીઓના ચેરમેન, ટાટા ચેરિ. ટ્રસ્ટના ટ્રસ્ટી, ઘણી વિદેશી કંપનીઓના ડિરેક્ટર એવા નાની પાલખીવાલા કરવેરા નિષ્ણાત અને વિદ્વાન ગ્રંથકર્તા પણ છે. ઇ. સ. ૧૯૯૨નો વિશ્વગુર્જરી એવોર્ડ આધુનિક ચિત્રકાર પિરાજી સાગરાને એનાયત થયો હતો. વિશ્વપ્રવાસી લેખિકા પ્રીતિ સેનગુપ્તા ઇ. સ. ૧૯૯૩ના વર્ષનો વિશ્વગુર્જરી ગૌરવ પુરસ્કાર સાહસિક વિશ્વપ્રવાસીની, સર્જનશીલ કવિયત્રી, પ્રતિભાસંપન્ન લેખિકા અને વિસ્તૃત આંતરરાષ્ટ્રીય પ્રજા પરિચયના પ્રખર પુરસ્કર્તા એવા પ્રીતિ સેનગુપ્તાને અર્પણ થયો. તેમની મૂળ અટક તો શાહ પણ આંતરજ્ઞાતીય લગ્નને કારણે પ્રીતિ સેનગુપ્તા તરીકે ઓળખાયાં. તેમણે વિશ્વના તમામ ખંડો અને દેશોને આવરી લેતો વિશ્વપ્રવાસ ખેડેલો છે, દક્ષિણધ્રુવ અને ઉત્તવની પણ સફર ખેડેલી છે. ગુજરાતી સાહિત્યમાં તેમણે પ્રવાસ વર્ણનો, નિબંધ સંગ્રહો અને કવિતા સંગ્રહો રચેલ છે જેમાંથી ઇ. સ. ૧૯૯૩ સુધીમાં પાંચને ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાતી સાહિત્ય એકેડમીનાં પુરસ્કારો મળેલ છે. Jain Education International બૃહદ્ ગુજરાત પ્રીતિ સેનગુપ્તા કહે છે કે —‘‘હું એવી વ્યક્તિ છું, જેનાં મૂળિયાં ભારતીય છે, જેનું થડ ગુજરાતી છે, જેની ડાળીઓ બંગાળી છે, જેમાં પાંદડાં અમેરિકી છે અને ફૂલો અને ડાળીઓમાં સ્થળો અને પળોના અનુભવના રંગો છે. ઘર અમદાવાદ છે, અધિવાસ ન્યૂયોર્ક શહેર છે અને સંબંધ જગત આખા સાથે છે, રીતભાત પૌર્વાત્ય છે, વિચારો પાશ્ચાત છે, વર્તન પ્રવાસીને છાજે તેવું છે. ટૂંકમાં હું વ્યવસાયે લેખિકા છું અને ધર્મે પ્રવાસિની છું.’ ગુજરાતી, હિંદી, અંગ્રેજી ઉપરાંત સ્પેનીશ, જાપાનીઝ અને ફ્રેંચ ભાષાઓ પણ તેમણે શીખી લીધેલી છે. ગુજરાતી રંગભૂમિતા અભિનેત્રી દિના પાઠક ઇ. સ. ૧૯૯૩ના વર્ષનો વિશ્વ ગુર્જરી ગૌરવ પુરસ્કાર' ગુજરાતી રંગભૂમિનાં વરિષ્ઠ જ્યોતિર્ધાત્રી, ભારતીય ચલચિત્રસૃષ્ટિના સુપ્રસિદ્ધ અભિનેત્રી અને ભારતીય ટેલિવિઝનના પ્રતિભાશાળી કલાકાર અને ગુજરાતી નાટ્યનિર્માણના અને રંગભૂમિના પુનરુત્થાપનના ક્ષેત્રમાં તેમ જ ગુજરાત-ભારતની સાંસ્કૃતિક અસ્મિતાના અને કલાવારસાના જતન-પ્રવર્તનસંવર્ધનના ક્ષેત્રોમાં ગણનાપાત્ર યોગદાન બદલ દિના પાઠકને અર્પણ થયો. સૌરાષ્ટ્રના અમરેલી ગામમાં જન્મીને શિક્ષણકાળ દરમિયાન અને ત્યારપછી ૧૯૪૫ થી ૧૯૫૫ના દસકામાં અમદાવાદને નાટ્ય સંસ્કારનું કર્મક્ષેત્ર બનાવનાર દિનાબેન પાઠકે રસિકભાઈ પારેખના ‘મેના ગુર્જરી’ પાત્ર સાથે ઓતપ્રોત થયાં અને ત્યારપછીની સંસ્કારયાત્રામાં દેશ-પરદેશના અનેક ગુજરાતીઓનો સાથ સાંપડ્યો અને નાટ્યકલાક્ષેત્રે ગુજરાતનું અને ભારતનું નામ રોશન કર્યું. ૨૦૦ ઉપરાંત ફિલ્મોમાં અભિનય આપનાર દિના પાઠકે શાળા-કૉલેજના અભ્યાસકાળથી જ નાટકોમાં ભાગ લીધો હતો. તેમણે ‘ખૂબસૂરત’, ‘ભવની ભવાઈ’, ‘મળેલા જીવ' માટે એવોર્ડ્સ મેળવેલા છે. થિયેટર રચના અને ભવાઈ જેવા વિષયોપર અનેક પરિસંવાદોમાં તેમણે ભાગ લીધો. ઇ. સ. ૧૯૪૯માં ‘લોક ભવાઈ' નાટક લખી, નિર્દેશન કરી તેમાં પાત્રની ભૂમિકા કરી - ગુજરાત, મહારાષ્ટ્રમાં તેનાં ૨૦૦ જેટલા ‘શો’ થયેલ. દિના બહેન પાઠકે ઇ. સ. ૧૯૬૫ થી ૧૯૭૫ વચ્ચે તેંદુલકરના ‘સખારામ બાઈન્ડર' અને તરલા મહેતાના ‘જશવંતી’ નાટકોમાં ભૂમિકા ભજવી. ‘મેના ગુર્જરી’માં તેમનો અભિનય ચિરંજીવ બની રહ્યો. સમાજસેવી અગ્રણી ઉધોગપતિ શ્રી રોહિત મહેતા ઇ. સ. ૧૯૯૩ વિશ્વગુર્જરી ગૌરવ પુરસ્કાર શ્રી રોહિતભાઈ મહેતાને પ્રાપ્ત થયો. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy