SearchBrowseAboutContactDonate
Page Preview
Page 609
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભા દર્શન ભારતીય અને પ્રથમ ગુજરાતી મહિલા છે. સમગ્ર બ્રિટનમાં સૌથી વધુ મતોના તફાવતે તેઓ વિજયી બન્યાં. ઇ. સ. ૧૯૮૯માં લંડનના બ્રેન્ટબરોના ડેપ્યુટી મેયરપદે ચૂંટાનાર પ્રથમ એશિયન મહિલા બનવાનું બહુમાન શ્રીમતી લતા પટેલને મળ્યું. ગુજરાતમાંથી ચારેક વર્ષની બાળવયે લતા બહેન ગુજરાતમાંથી યુગાન્ડા જઈને વસ્યા પરંતુ ઇ. સ. ૧૯૭૨માં સરમુખત્યાર ઇદી અમીને એશિયન - ભારતીઓની હકાલપટ્ટી કરી ત્યારે પોતાના કુટુંબ સહિત બ્રિટનમાં જઈ વસ્યાં અને ત્યાં જ તેમણે શિક્ષણ લીધું. તેમના પતિ લંડનના જાણીતા શાહ સોદાગર અને પેટ્રોલ પંપના માલિક શ્રી કે.ડી. પટેલ છે. પતિ-પત્ની સામાજિક કાર્યોમાં ખૂબ રસ લે છે. દર વર્ષે દશ હજાર કરતાંય વધુ લોકો લતાબહેનાં નિવાસસ્થાને જઈ તેમની સમક્ષ પોતાના પ્રશ્નોની રજૂઆત કરતા હોવાનું નોંધાયું છે! અપંગો માટેના કાર્યોમાં તથા શૈક્ષણિક સંસ્થાઓના વિકાસમાં તેઓ ખાસ રસ લે છે. તેમને ‘વિશ્વગુર્જરી’ એવોર્ડ ઉપરાંત ‘હિન્દુરત્ન એવોર્ડ’ અને ‘રાજીવ ગાંધી' એવોર્ડ વગેરે પ્રાપ્ત થયેલ છે. સુવિખ્યાત મણિપુરી નૃત્યવિદ્ દર્શના ઝવેરી ઇ. સ. ૧૯૯૧ના વર્ષનો વિશ્વગુર્જરી ગૌરવ પુરસ્કાર ભારતની મણિપુરી શાસ્ત્રીય નૃત્યશૈલીના નિપુણ નૃત્યવિદ્, પ્રખર પુરસ્કર્તા અને સમર્પિત સંશોધક તરીકે, તેમ જ ભારતના ભવ્ય સાંસ્કૃતિક વારસાના અગ્રેસર રખેવાળ તરીકે અને દેશની સાંસ્કૃતિક એકતાના તેમજ મણિપુરી નૃત્ય પ્રણાલિના સંવર્ધન અને સંશોધનના ક્ષેત્રોમાં ગણનાપાત્ર, યશસ્વી યોગદાન દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની અને ગુજરાતની કીર્તિ પ્રસરાવવા બદલ અર્પણ થયો હતો. મણિપુર નૃત્યશૈલીની સાધના અને વિકાસમાં ચાર ઝવેરી બહેનો - શ્રીમતી નયના ઝવેરી, શ્રીમતી રંજના ઝવેરી, શ્રીમતી સુવર્ણા ઝવેરી અને કુ. દર્શના ઝવેરીનો સમાવેશ થાય છે. કુ. દર્શના ઝવેરીના ગુરુ બિપિનસિંઘ છે. કુ. દર્શના ઝવેરીએ ભારતના અનેક શહેરોમાં અને વિશ્વના અનેક દેશોમાં મણિપુરી નૃત્યો રજૂ કરેલ છે. તેમણે મુંબઈ, મણિપુર અને કલકત્તામાં મણિપુરી શાસ્ત્રીય નૃત્યશૈલીનું શિક્ષણકાર્ય કરવા ઉપરાંત ‘મણિપુરી નૃત્યો-શાસ્ત્રીય પરંપરા' અને ઉચ્ચ કક્ષાના સંશોધનકાર્યમાં ઊંડી રુચિ દાખવેલ છે. ગાંધી પ્રણાલીતા શિક્ષણશાસ્ત્રી સ્વ. ડો. રામલાલ પરીખ ઇ. સ. ૧૯૯૧ના વર્ષનો વિશ્વગુર્જરી ગૌરવ પુરસ્કાર Jain Education International પપ મેળવવામાં ડૉ. રામલાલ પરીખનું ગાંધીનિષ્ઠ શિક્ષણવિદ્, નૂતન ભારતના જગતપ્રવાસી શાંતિદૂત અને શૈક્ષણિક એલચી તરીકેનું અને સ્વાતંત્ર્ય પૂર્વેની અને સ્વાતંત્ર્ય પછીની ભારતીય યુવક પ્રવૃત્તિના અગ્રણી તરીકેનું સંસદ સભ્ય તરીકેનું તેમજ શિક્ષણ નવરચના, સાક્ષરતા પ્રસાર, યુવક વિકાસ, જનસેવાના ક્ષેત્રોમાં ગણનાપાત્ર અને યશસ્વી યોગદાન ધ્યાનપાત્ર બની રહ્યું. તેઓ મહાત્મા ગાંધીએ સ્થાપેલી ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયકપદે પણ હતા. શૈક્ષણિક ક્ષેત્રે તેમનું પ્રદાન સાતત્યભર્યું અને ગતિશીલ રહ્યું. રાજ્યસભાના સભ્ય તરીકે ગુજરાતના વિકાસના પ્રશ્નો સંસદમાં રજૂ કરનાર સક્રિય સંસદ સભ્ય તરીકેની સુરેખ છાપ ઉપસાવનાર રામલાલભાઈ પરીખે દેશના વિવિધ વડાપ્રધાનોનો જીવંત સંપર્ક રાખી દેશના નીતિ ઘડતરમાં ઉપયોગી સૂચનો કર્યાં હતાં. વિશ્વની યુનિ.ઓ સાથે ગૂજરાત વિદ્યાપીઠનો સંપર્ક અને સંબંધ જોડીને તેમણે અનેરી સિદ્ધિ હાંસલ કરી હતી. વિવિધ આંતરરાષ્ટ્રીય જ્ઞાનસત્રો, ચર્ચાસભાઓ, પરિષદો અને સંમેલનોમાં તેમની સતત ઉપસ્થિતિ તેમને ‘વિશ્વપ્રવાસી’નું બિરૂદ અપાવે તેવી હતી. અમેરિકામાં સંશોધક વૈજ્ઞાતિક પ્રો. ડો. દિનેશ ઓ. શાહ જેમને ઇ. સ. ૧૯૯૨ના વર્ષનો વિશ્વગુર્જરી ગૌરવ પુરસ્કાર એનાયત થયો હતો તે ડૉ. દિનેશ ઓ. શાહ અમેરિકા સ્થિત ફ્લોરિડા યુનિ.માં કેમિકલ એન્જીનિયરીંગ વિભાગના ડિરેક્ટર પદે તથા કેમિકલ એન્જિનિરીંગ ઉપરાંત એનેસ્થેસિયોલોજી અને બાયો ફિઝીક્સના પ્રોફેસર રહી ચૂક્યા છે. એક તેજસ્વી વૈજ્ઞાનિક અને પ્રતિભાસંપન્ન શિક્ષણવિદ્, ભૂપૃષ્ટ વૈજ્ઞાનિક તથા રાસાયણિક ઇજનેરી વિદ્યાના શિક્ષણ અને સંશોધનનાં, તેમ જ નષ્ટપ્રાય કૂવાઓમાંથી વધુ પ્રમાણમાં તેલ સંપ્રાપ્તિની નવીન પદ્ધતિ અંગેના ખનિજ તેલના સંશોધનનાં ક્ષેત્રોમાં તથા ભારતીય સંસ્કૃતિના જતન અને સંવર્ધનનાં ક્ષેત્રોમાં ગણનાપાત્ર અને યશસ્વી યોગદાન રહ્યું છે. ડૉ. દિનેશ શાહને ઇ. સ. ૧૯૮૮ના વર્ષનો ‘ફ્લોરિડા વિજ્ઞાની' તરીકેનો એવોર્ડ પ્રાપ્ત થયો હતો કેમકે ભારતના વિકાસ માટે અતિમહત્ત્વની ગણી શકાય તેવી ખનીજ તેલની બાબતે જો ‘હીટ એન્ડ મીસ’ પ્રકારની ચીલાચાલુ ડ્રિલિંગ પદ્ધતિ અપનાવવામાં આવે તો તેમાંથી માત્ર ૩૦ ટકા ખનીજતેલ પ્રાપ્ત થાય છે અને બાકીનું તેલ કૂવાઓની અંદર રહી જાય છે તેથી ડૉ. દિનેશ શાહે ‘સરફેસ ફ્લડિંગ’ પદ્ધતિની ટેકનિક શોધી છે જેથી બાકીનું ૩૦ થી ૬૦ ટકા તેલ નકામા થઈ ગયેલા કૂવામાંથી પ્રાપ્ત થઈ શકે છે. આ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy