SearchBrowseAboutContactDonate
Page Preview
Page 607
Loading...
Download File
Download File
Page Text
________________ જે પપપ પ્રતિભા દર્શન પરિણામે ડૉ. દિનેશ પટેલને વિશ્વમાં ઓર્થોસ્કોપીના નિષ્ણાત સર્જન તરીકે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મળી. દૂરસંચાર ટેકનોલોજીના ચિંતનશીલ તજજ્ઞ સામ પિત્રોડા ઈ. સ. ૧૯૮૮ના વર્ષનો વિશ્વગુર્જરી પુરસ્કાર જેમને અર્પણ થયો તે સામ પિત્રોડા વડોદરાની સયાજીરાવ યુનિ.ના અનુસ્નાતક થઈને અમેરિકા પહોંચ્યા અને સફળ ઉદ્યોગવીર તરીકે વિશ્વવ્યાપી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી. તેમના જ્ઞાનાનુભવનો લાભ લેવા તેમની નિમણુંક ભારત સરકારના ટેકનોલોજી મિશનના વડા તરીકે થઈ હતી અને તેમાં તેમણે સફળ કામગીરી બજાવી. ભારતના સંદેશાવ્યવહાર તંત્રને અને આધુનિક બનાવવાનું અને દૂર-સુદૂરના ગ્રામીણ વિસ્તારો સુધી સામ પિત્રોડાએ કાર્ય કરી બતાવ્યું અને વિકાસશીલ દેશોના ગતિશીલ તજજ્ઞ તરીકે પંકાયા. પછીથી તેઓ પુનઃ અમેરિકા યા. વિખ્યાત સ્થપતિ શ્રી બાલકૃષ્ણ દોશી ઇ. સ. ૧૯૮૮ના વર્ષનો વિશ્વગુર્જરી ગૌરવ પુરસ્કાર શ્રી બાલકૃષ્ણ દોશીને સ્થાપત્ય નિર્માણ અને સ્થાપત્ય વિદ્યાનાં ક્ષેત્રોમાં ગણનાપાત્ર અને યશસ્વી યોગદાન માટે અર્પણ થયો. જગવિખ્યાત આર્કિટેક શ્રી બાલકૃષ્ણ દોશીએ ફ્રાન્સના સુપ્રસિદ્ધ સ્થપતિ લા કાર્બસિયે સાથે કામ કરીને સમૃદ્ધ અનુભવનું ભાથું અને નૈપુણ્ય મેળવ્યાં. અમદાવાદમાં ટાગોર હોલ, પાલડી મ્યુઝિયમ, લેબર ઇન્સ્ટિટ્યુટ વગેરે ઓછી કિંમતનાં મકાનો અને નગર આયોજન ક્ષેત્રે તેમનું આગવું પ્રદાન રહ્યું અને તે માટે એક મોટા પ્રોજેક્ટ અંગે તેમને ઇ. સ. ૧૯૯૫માં ભારત સરકારે ‘પદ્મ શ્રી’નો ઇલ્કાબ આપ્યો છે. વાસ્તુ શિલ્પ' નામની તેમની નમૂનેદાર ઓફિસમાંથી તેઓ અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્થાપત્યોનું સર્જન કરતા રહ્યા છે. ‘હુસેન દોશી ગુફા'ને તે અંગેનું સુંદર ઉદાહરણ ગણી શકાય. ગાંધીભક્ત કવિ બેરિસ્ટર શ્રી ડાહ્યાભાઈ પટેલ ઇ. સ. ૧૯૮૯ના વર્ષનો વિશ્વગુર્જરી ગૌરવ-પુરસ્કાર જેમને અર્પણ થયો તે ડાહ્યાભાઈ પટેલ મહાત્મા ગાંધીજીના જીવન પર “મોહન ગાંધી મહાકાવ્ય' ૩૬00 પૃષ્ઠોમાં, ૨૦ સર્ગોમાં અને ૬ ખંડોમાં દીર્ઘકાવ્યરચનારૂપે ગુજરાતી સાહિત્યના ચરણે ધરેલ છે. નવલકથા-નાટકો-નવલિકા સહીત તેમનાં અનેક પ્રકાશનો પ્રસિદ્ધ થયેલ છે. લંડનમાં તેમણે ગુજરાતી સાહિત્ય એકેડેમીની સ્થાપના કરીને સ્થાપક પ્રમુખ બન્યા. લંડનમાં મહાત્મા ગાંધી ફાઉન્ડેશનની સ્થાપના કરી. ત્યાં સ્થાયી થતા પહેલાં તેઓ આફ્રિકાના યુગાન્ડામાં બેરિસ્ટર તરીકે વકીલાત કરતા હતા. ત્યાંની સંસદમાં બે વાર સભ્ય તરીકે ચૂંટાયા પરંતુ ત્યાંના સરમુખત્યાર ઇદી અમીનની જોહુકમી - હકાલપટ્ટીને કારણે તેમને લંડનમાં સ્થાયી થવું પડ્યું. યુગાન્ડા નિર્વાસિતોના પુનર્વસવાટ અંગે તેઓએ કરેલું પ્રદાન તેમની સમાજસેવાનું ઘાતક પ્રમાણ છે. દરિયાપાર વસીને પણ ગુજરાતી ભાષા - સાહિત્યની વિપુલ સેવા થઈ શકે છે તેનું સુંદર ઉદાહરણ એટલે કવિ બેરિસ્ટર શ્રી ડાહ્યાભાઈ પટેલ. ગ્રામોદ્ધારતા ભેખધારી સમાજ સેવક શ્રી મણિલાલ દેસાઈ ઇ. સ. ૧૯૮૯ના વર્ષનો વિશ્વગુર્જરી ગૌરવ પુરસ્કાર પ્રાપ્ત કરતા મણિલાલ દેસાઈ મહાત્મા ગાંધીજી પુરસ્કૃત નિસર્ગોપચાર, પશુ સંવર્ધન, કૃષિવિકાસ અને ગ્રામીણ વિકાસના ક્ષેત્રોમાં ગણનાપાત્ર અને યશસ્વી યોગદાન દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની અને ગુજરાતની કીર્તિ ઉજ્જવળ કરી છે. ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્રના સ્નાતક મણિલાલ દેસાઈએ ગાંધીજીના આદેશથી પુનામાં ઇ. સ. ૧૯૪પના ઉરૂલીકાંચન નામની નિસર્ગોપચાર સંસ્થાની સ્થાપના કરી. આ ઉપરાંત તેમનું ઉત્કૃષ્ટ પ્રદાન વૈજ્ઞાનિક પશુ સંવર્ધનના ક્ષેત્રમાં રહ્યું છે. કૃત્રિમ વીર્યદાન દ્વારા સંકર ગાયો ઊછેરી ભારતના કેટલાંક રાજયોમાં - હજારો ગામડાંઓમાં જરૂરિયાતવાળા કુટુંબોની આવકમાં વધારો કરવાનું યોગદાન તેમણે આપ્યું. ગ્રામોદ્ધારના ભેખધારી તજજ્ઞ તરીકે વિશ્વવિખ્યાતિ મેળવી અને આવાં કાર્યોની કદરરૂપે તેમને પ્રખ્યાત “મેસેસ એવોર્ડ પણ એનાયત થયો હતો. મજૂર આંદોલનના વિલ અગ્રણી સ્વ. શ્રી અરવિંદભાઈ બુચ ઈ. સ. ૧૯૮૯ના વર્ષનો વિશ્વગુર્જરી ગૌરવ પુરસ્કાર શ્રી અરવિંદભાઈ બુચને અર્પણ થયો હતો. (તેમનો સમયગાળો ઇ. સ. ૧૯૨૦ થી ‘૯૮નો હતો.) મહાત્મા ગાંધીજીએ સ્થાપેલા મજૂર મહાજન અગ્રણી શ્રી અરવિંદભાઈ બુચે ગાંધીજીના આદર્શોને સાકાર કરી વિશ્વના મજૂર આંદોલનના ક્ષેત્રે નૂતન પરિમાણ ઉમેરવામાં અગ્રેસર રહી અગત્યનો ભાગ ભજવ્યો. તેમણે મજૂર-માલિક સંબંધો અને ઔદ્યોગિક શાંતિના Jain Education Interational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy