________________
૫૫૪
ઊર્જાના ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય નામના પ્રાપ્ત કરી છે. તેમણે અમેરિકાની મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી (એમ. આઈ. ટી.)માં ડિગ્રી પ્રાપ્ત કરી હતી, જ્યોતિ લીમીટેડ સંસ્થા દ્વારા ડૉ. નાનુભાઈ અમીને પુનર્રાપ્ય ઊર્જાના ક્ષેત્રમાં નોંધપાત્ર અજોડ પ્રદાન કર્યું છે. શારીરિક અપંગોના પુનર્વસવાટના કાર્યમાં તેઓનો ફાળો નોંધપાત્ર રહ્યો. જે માટે ભારતના રાષ્ટ્રપતિશ્રીનો એવોર્ડ જ્યોતિ લિમિટેડને પ્રાપ્ત થયો. સૂર્ય ઊર્જાના ક્ષેત્રમાં તેઓ પથપ્રવર્તક અને અગ્રેસર બની રહ્યા.
દાનવીર ઉઘોગપ્રતિ મફતલાલ મહેતા
ઇ. સ. ૧૯૮૬ના વર્ષનો વિશ્વગુર્જરી ગૌરવ પુરસ્કાર દીર્ઘદષ્ટિ સંપન્ન દાનવીર ઉદ્યોગપતિ તરીકે રાષ્ટ્રના ઔદ્યોગિક વિકાસ અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર વિકાસનાં તથા સાર્વજનિક સખાવતી પ્રવૃત્તિના ક્ષેત્રમાં ગણનાપાત્ર અને યશસ્વી યોગદાન આપવા બદલ અર્પન્ન થયો.
માન. મફતલાલ મહેતાએ પોતાની સૂઝ, ખંત અને જહેમતથી ભારતના અને ગુજરાતના હીરા ઉદ્યોગ અને મીરાના નિકાસની ખીલવણીમાં અજોડ .યોગદાન આપ્યું છે. ભારતના અર્થતંત્રમાં મહત્ત્વના ગણાતા હીરાઉદ્યોગના પ્રમુખ આંતરરાષ્ટ્રીય અગ્રણીરૂપે તેમને ખ્યાતિ પ્રાપ્ત થઈ હતી, જીવનના છેલ્લાં વર્ષોમાં તેમણે વ્યાપાર ઉદ્યોગની પ્રવૃત્તિઓમાંથી નિવૃત્તિ લઈને મધર ટેરેસાની સેવાકીય પ્રવૃત્તિમાં ઓતપ્રોત રહેવાનું રાખ્યું. પોતાનાં માતુશ્રીના નામથી તેઓશ્રીએ દીવાળીબહેન ચેરિટેબલ ટ્રસ્ટ'ના સંચાલનમાં ઉત્કટ રસ લીધો અને તે દ્વારા અનેક સંસ્થાઓને દાન આપી સહાયરૂપ થયા. એન્ટવર્પમાં તેમની ‘જય' નામની હીરાની પેઢી તેમના પુત્રો ચલાવી રહ્યા છે.
ઇ. સ. ૧૯૯૬નો વિશ્વગુર્જરી એવોર્ડ વિશ્વવિખ્યાત નૃત્યવિદ્ કુ. સવિતાબેન નાનજીભાઈ મહેતાને એનાયત થયો હતો.
ઇ.સ. ૧૯૮૬ના વર્ષનો વિશ્વગુર્જરી એવોર્ડ પ્રકાંડ સારસ્વત અને બહુશ્રુત વિદ્યારત્ન અને વિશ્વહિન્દુ પરિષદના અગ્રણી કેશવરામ શાસ્ત્રીને એનાયત થયો હતો.
ઈ. સ. ૧૯૯૭નો વિશ્વગુર્જરી એવોર્ડ ચિત્રકાર નટવર ભાવસારને એનાયત થયો હતો.
Jain Education International
પ્રજ્ઞાચક્ષુ સમાજ સેવક ડો. રાજેન્દ્ર વ્યાસ
ઇ. સ. ૧૯૮૭ના વર્ષનો વિશ્વગુર્જરી ગૌરવ પુરસ્કાર અંધત્વ નિવારણના અને અંધજન કલ્યાણના ક્ષેત્રોમાં માનવ
બૃહદ્ ગુજરાત કલ્યાણને લગતી પ્રવૃત્તિઓમાં યોગદાન આપવા બદલ પ્રજ્ઞાગતુ ડૉ. રાજેન્દ્ર વ્યાસને પ્રાપ્ત થયો હતો.
તેમનું કાર્ય આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગૌરવ અને પ્રતિષ્ઠા અર્પનારું રહ્યું. લંડનની રોપલ કોમનવેધ સોસાયટી ફોર ધી બ્લાઇન્ડના એશિયાના ડિરેક્ટર છે અને ભારતના બ્લાઈન્ડ મેન્સ એસોસિએશનના પ્રમુખ તરીકે રહી ચૂક્યા છે. તાલુકાકક્ષાની નેત્ર સારવારની હોસ્પિટલો સ્થાપીને તેમ જ અંધજન શિક્ષણ માટે બ્રેઈલ લિપિના વિકાસ અને અંજન રોજગાર માટે ઉમદા કાર્ય કરીને ભારતના અનેક રાજ્યોમાં અને પાકિસ્તાન, બાંગ્લાદેશ તથા શ્રીલંકા વગેરેમાં લાખો લોકોને નેત્ર સારવાર પુરી પાડે છે. વન્યજીવનવિદ્ અને પ્રકૃતિપ્રેમી તજજ્ઞ સ્વ. રૂબિન ડેવીડ
વન્યજીવન અને પર્યાવરણની જાળવણીનાં ક્ષેત્રોમાં ગણનાપાત્ર અને યશસ્વી યોગદાન આપવા બદલ ઇ. સ. ૧૯૮૭ના વર્ષનો વિશ્વગુર્જરી ગૌરવ-પુરસ્કાર રૂબિન ડેવીડને એનાયત થયો. નિમનો સમયગાળો ઇ. સ. ૧૯૧૨ થી ૧૯૮૦નો હતો. અમદાવાદના વિશ્વવિખ્યાત પ્રાણીસંમહાલયના અને બાલવાટિકાના સંચાલક તરીકે અનુપમ સેવાઓ આપનાર બિન ડેવિડ તેના સૃષ્ટા અને નિયોજક હતા. ભારતના પ્રાણીસંગ્રહાલયોના નિયામકને 'પદ્મશ્રી’નો એવોર્ડ મળ્યો હોય તેવો પ્રથમ પ્રસંગ રૂબિન ડેવીડની બાબતમાં બન્યો. તેમણે વૃક્ષોની ડાળીઓ, મૂળ અને શિંગડાઓમાંથી શિલ્પોનું સર્જન કરી સંગ્રહિત કરેલ.
તેમનું નિયોજન પ્રાણીસંગ્રહાલય સંકુલ અમદાવાદ, ગુજરાત અને ભારતના સીમાડા ઓળંગી વિશ્વભરમાં ખ્યાતિ પામ્યું હતું. વિશ્વભરના આ વિષયના નિષ્ણાતો અને વિદ્યાર્થી વારંવાર અભ્યાસ પ્રવાસે આવીને પોતાની જ્ઞાનપિપાસા બૂઝાવતો. અસ્થિચિકીત્સક, શસ્ત્રક્રીયા-તજજ્ઞ ડો. દિનેશ પટેલ
ઇ. સ. ૧૯૮૮ના વર્ષનો વિશ્વગુર્જરી ગૌરવ પુરસ્કાર માનવ સ્વાસ્થ્યના ક્ષેત્રે ગણનાપાત્ર અને યશસ્વી યોગદાન આપવા બદલ ડો. દિનેશ પટેલને એનાયત થયો.
ડૉ. દિનેશ પટેલ અમેરિકામાં બોસ્ટન ખાતે મેસેચ્યુસેટ્સ જનરલ હોસ્પિટલમાં ઓર્થોપેડિક સર્જન તરીકે સેવાઓ આપી ઓર્થોસ્કોપિકની નવી નિદાનપદ્ધતિને પ્રસ્થાપિત કરીને તેમણે વિરલ પ્રદાન કર્યું. જેથી ઘૂંટણની પીડાકારી વ્યાધિમાં દર્દીને ઇલાજ અને સા૨વા૨માં સરળતા, રાહ્ત પ્રાપ્ત થઈ. તેમની આ શોધને કારણે યુરોપ અને વિશ્વના દેશોમાં હોસ્પિટલોમાં ઓર્થોસ્કોપી વિભાગોના પ્રારંભને પ્રોત્સાહન મળ્યું. તેમની આ નવીન શોધના
For Private & Personal Use Only
www.jainelibrary.org