SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ પક છે બૃહદ્ ગુજરાત વિવેચક પ્રા. જયંતિભાઈ ગોહિલે (માય ડિયર જયુ) આ પ્રકાશનમાં જ્યારે જ્યારે તેમનાં માર્ગદર્શનની જરૂર પડી ત્યારે અમને ભક્ત હાસ્યથી આવકાર્યા છે. આ બધી સફળયાત્રાનો યશ છેવટે તો માતા સરસ્વતીજીના અનુગ્રહ અને તેની કૃપાને જ સોંપીએ છીએ. અમે તો માત્ર આ પ્રયાસમાં નિમિત્ત બન્યા છીએ. ગ્રંથસ્થ થયેલ પ્રતિભાઓનાં જીવનકવનના વાંચનમનન દ્વારા વિશ્વમંગલકારી જીવનની સોનેરી ઉષા આપણા સૌના જીવનમાં પણ કંકુપગલાં કરે, આત્મતત્ત્વ માટેનું આપણું જીવનસંગીત, આપણી ઊર્મિઓ, આપણી ભાવનાઓ હંમેશા બળવત્તર બની રહે, રોજ રોજ સદાચારી ગુણવાન પુરુષોનો સંગ મળતો રહે, આપણા જીવનની પ્રત્યેક ક્ષણ જ્ઞાનઅનુભવ દ્વારા છલકાતી રહે, તેવી મંગલ અભિલાષા છે. અમારા આ પ્રયાસે પૂર્ણતાનું શિખર ભલે સિદ્ધ ન કર્યું પણ એટલી પ્રતીતિ જરૂર કરાવી છે કે ભવિષ્યમાં કોઈ સંસ્થા આથીએ વધારે વ્યવસ્થિત પ્રયાસ કરશે ત્યારે તેમણે આ પ્રકાશન નજર સમક્ષ રાખવું જ પડશે. એક વ્યક્તિની શક્તિની મર્યાદા ધ્યાનમાં લઈ કેટલીક ભૂલો પણ ક્ષમ્ય ગણશો. અંતમાં ગુજરાતની ગરવી વિકાસકૂચ અવિરતપણે ઉન્નત અને ઉત્કર્ષ બની રહે, ગુજરાતની અસ્મિતાનો દીપક અખંડ રહો તેવી હાર્દિક શુભેચ્છાઓ. છેલ્લે એટલું જ પ્રાર્થીએ કવિ નર્મદના શબ્દોમાં “તે રંગ થકી પણ અધિક સરસ રંગ થશે સત્વરે જાત, જય જય ગરવી ગુજરાત” તા. ૧૪-૫-૨૦00 અમદાવાદ સોલારોડ ઉપર પારૂલનગર જૈનસંઘના ઉપક્રમે જૈનપ્રતિભાદર્શન ગ્રંથ વિમોચન પ્રસંગે સંપાદક નંદ લાલભાઈ દેવલુકનું જાહેર સન્માન ચિત્રમાં નજરે પડે છે. R " , f જ્યારે જ્યારે મૃતદેવતા સરસ્વતીજીનું અર્ચન અભિણિત હોય ત્યારે ગ્રંથ સંપાદકને અર્પિત શાલ દૂશાલા, અલંકાર, પ્રતીક એ સરસ્વતીને જ સમર્પિત અર્ચના છે. આ ભાવાર્ચન શ્રી શારદાબાનું જ છે એમ અમે સ્વીકારેલ છે. સંપાદકનું સન્માન યથાર્થમાં શ્રી શારદાબાનું જ ભાવભક્તિ પૂજન છે. આ સત્ય ત્રણે કાળમાં અમે નિભાવ્યું છે. – સંપાદક Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy