SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વની સુગંધ -ડો. ભરત મિસ્ત્રી બહુ મજાની વાત છે, મમળાવવી ગમે તેવી તો ખરી પણ સહૃદયો વચ્ચે માણવી પણ ગમે. ૧૮ વર્ષ ઉપર શ્રી નાગરદાસ દોશી ટ્રસ્ટ ઉપક્રમે માનવસંબંધોમાં નોંધપાત્ર કામ કરેલ વ્યક્તિઓને જાહેરમાં બિરદાવવાનું શરૂ કર્યું ત્યારે ખ્યાલ તો સ્પષ્ટ હતો કે વ્યક્તિનું સામાજિક ક્ષેત્ર ગમે તે હોય પણ એકાદ પણ નાના કે મોટા કામનું નિમિત્ત બનવાનું સદ્ભાગ્ય તેને સાંપડ્યું હોય અને તે કાર્યને, નિષ્ઠાને પ્રયત્નને યાદ કરતાં આંખે અશ્રુનું તોરણ બંધાય તો તેની પીઠ થાબડવી. મુરબ્બીઓએ કહ્યું કે “સારા માણસો છે ક્યાં? ક્યાં સુધી ખેંચશો ?" પણ અનુભવે સમજાયું કે પ્રત્યેક માણસમાં સારપ તો છે જ. અલબત્ત દોષ હોય તો આપણી દૃષ્ટિ જાણવાની ને મૂલવવાની આવા ખ્યાલે મને તો મારી આસ-પાસ તો ખૂબ શુભનો અનુભવ થયો છે. અને એ શુભ મારા માટે તો ચમત્કારની કક્ષાએ છે. મારે અહીં એવા જ થોડા ઘર દીવડાઓની વાત કરવી છે આ બધાજ સન્મિત્રો પોતાની પ્રભાથી પ્રકાશી રહ્યા છે. લંબાણથી વાત કરવાનો કોઈ આશય નથી. તેઓના જીવનમાં જે સત્ત્વ છે. તેનો અર્ક પીરસવાનું અહીં પ્રયોજન છે. તેમાં ભાવનગર ક્ષેત્રના ગોળીબાર હનુમાનજીના મહંતશ્રી મદનમોહનદાસજીનનું સ્મરણ પ્રથમ થાય, સમગ્ર ગુજરાતમાં આવા સંત ક્યાંય વિધમાન હશે તેવું મારી જાણમાં નથી. સ્વયં ઊભા થયા છે ને સ્વયં ઊભા છે. ધજા હનુમાનજી મહારાજની ધરી છે. પણ ભક્તિ, સમજણ અને ઊંડાણ અદ્ભુત છે. આંગણેથી કોઈ ભૂખ્યું કે ખાલી હાથે પાછું ન જાય, એવા આ સમતાના લહેરાતા સમુદ્રમાં કરૂણાની છોળો સિવાય કશું જ ન ઊછળે. અરે... આપણાથી બોલાય જાય કે “ ઘણું આપ્યું ને ગઈકાલે પણ આપ્યું'તું, હવે તો હાઉ કરો”... તો પ્રસન્ન ચિત્તે મુખે ઉત્તર મળે, “ડૉ. ! ઉપરવાળાએ ઘણું આપ્યું છે તો આપવા ધ્યોને... કોને ખબર છે કે કાલે આપણે પણ માંગવાનો વારો નહીં આવે?'... છે ને નરી નિર્લેપતાના જીવંત ગીતા મંત્રો! કશું સાથે આવતું નથી શુભનું આયોજન પણ અદ્ભુત કરે છે અને કહે છે કે “ડૉ. ! પૈસો જ બધા પ્રશ્નોનું મૂળ છે. સંચય નહીં કરવાનો, “બધું જ આપી દ્યો. મંદિરનો વિકાસ કરે, અન્નક્ષેત્ર-ગૌશાળા ચલાવે પણ પૈસાની ક'દી બચત નહીં. એક વખત કોઠારના ભંડારો બતાવી કહે કે, “જુઓ આ મારી રિદ્ધિ-સિદ્ધિ મારી ગેરહાજરીમાં પણ આ કાર્યો ૧૦ વર્ષ સુધી યથાવત રહે તેવું મારું આયોજન છે. - ભાવનગર જિલ્લામાં કે અન્યત્ર કુદરતી આફતોમાં મદદ લઈ પહોંચનાર પ્રથમ કોઈ હોય તો આ પૂજ્ય બાપુ અને તેના સાથીદારો છે. અંગત ઉપયોગ માટે કશો જ સંગ્રહ નહીં ને વળી જરૂરિયાતો પણ સાવ જૂજ. તે કારણે ગુજરાતની નહિ પણ માનવજાતિની ઓળખનું ઠેકાણું બની ગયા છે. પૂ. મદન મોહનદાસ બાપુ. કંઈક આવીજ રીતે ગાંધીવિચારની કાવડ લઈને જીવે છે ઉકાભાઈ અને સંતોકબહેન નામનું દંપતિ. છ દાયકાથી ગાંધીજીને શ્વસી રહ્યા છે “જાણે એજ જીવનપ્રાણ'. નબળી જાતિમાં જન્મ, પિતાની હયાતી નહીં. માએ મોટા કર્યા ને કામ પ્રારંવ્યું ગાંધીજીનું. પરિણામે નાત બહાર મૂકાયા, સંતોકબેન પાછળ ગામ લોકો મીરાંબાઈ...મીરાંબાઈ...ખીજવતા ખીજવતા પથ્થરો ફેંકે. અલબત્ત આ અભણબાઈની તેના પતિ પ્રત્યેની આસ્થા અવિચળ. આજે ૮૦ વર્ષની ઉમરે પણ જીવનયાત્રા એજ શ્રદ્ધાએ આગળ ધપી રહી છે. ખાદી કામ, હરિજન સેવા, નબળા માણસોને સહાય, તેજસ્વી અભ્યાસવાં વિદ્યાર્થીઓને પુસ્તક સહાય, ઘરનિર્માણ માટે માલસમાન, આવું કેટ-કેટલું કામ ચાલ્યા કરે. આરોગ્યલક્ષી ટી. બી. કેમ્પ, ચશ્માશિબિરો, દંતયજ્ઞો અને દવાવિતરણ, ઉનાળે શિરમોર સમાન છાસ કેન્દ્ર સર્વ ક્રિયાઓ યજ્ઞની ઊંચાઈએ. ગાંધીજી સતત સંગાથ કરતા હોય એવું લાગે. “સાધ્ય’ તો ઉત્તમ પણ “સાધન’ ઉત્તમોત્તમ. ચલાલા ગામને કેન્દ્ર બનાવી બીજા આસપાસના આઠ ગામોમાં આ કામકાજનાં કેન્દ્રો છે. અને લાભાર્થીઓ તો સમગ્ર ગુજરાતમાં. સંતોક બહેનનો સંગાથ અવિચળ. ગાંધીજનોની સફળતા પાછળ જેનો મહત્તમ ફાળો અને હૂંફ હોય તો તેઓના અધગનાઓનો, સમાધાનના પડદા પાછળ તેઓનો સ્નેહ અસીમ, આ દપતિમાં આ બધુંજ અનુભવાય છે. થોડી વાત મારે અન્ય એક મિત્રની પણ કરવી છે. ૩૦ વર્ષ પૂર્વે, હોસ્ટેલમાં કપાળે કુમકુમનો ચાંદલો કરી ચાર કલાક પૂજા કરતા એ મિત્રનું નામ છે ખુશાલ દેસાઈ બારડોલી વતન. સરદાર જેવાજ દેઢ સંકલી. આજે પત્ની રંજનબેન સાથે બારડોલીમાં હોસ્પિટલ ચલાવે છે. પણ પોતીકી સમજણે સમાજમાં શ્રમની સરવાણી રેલાવે છે. પાટીદાર સમાજનાં લગ્નો અને અન્ય સામાજિક પ્રસંગોના ખોટાખર્ચાઓ અને ઉડાવગીરી તેમણે બંધ કરાવ્યાં છે. પ્રથમ ડગલું એજ માંડે, વલ્લભસંપ્રદાયના નેજા હેઠળ આદિવાસી બાળ કેળવણીનું પણ મોટું કામ કરે, આજે વિચારની ખૂબજ ખોટ છે. તે તેમને ખટકે છે. એટલે તેઓનું માનવું છે કે માણસ વાંચતો થશે તો વિચારતો અવશ્ય થશે. જ, એવા ખ્યાલ એ વિસ્તારમાં ફરતી લાઈબ્રેરી પણ શરૂ કરી છે. સમગ્ર ગુજરાતમાં આવો પ્રયોગ અન્યત્ર જોવા મળતો નથી. આવું બીજું સાથી યુગલ છે ડૉ. શાંતીભાઈ અને પ્રજ્ઞાબહેન. અમેરિકાવાસી આ યુગલ ખાલી પૈસો રળતાં નથી પણ સન્માર્ગે વાપરી પણ જાણે છે. એક શિક્ષક સંતાનની નમ્રતા અને ગરવાઈ છે આ બંન્નેમાં, વતનના નાનાં-મોટાં કાર્યમાં જેવા કે કોઈને આર્થિક મદદ, સ્કૂલનું મકાનબાંધકામ, વગેરે કાજ ફંડફાળા વગર સ્વખર્ચે પૂરું કરે અને વળી આવાં મહાકાર્ય કરવાનું કાંઈ અભિમાન નહીં. માત્ર નિમિત્ત બન્યાનો આનંદ પોતાની ખાનગી જણસ રૂપે હૈયે સંઘરે. કવિ હરીન્દ્ર દવેએ કાવ્યમાં એક સરસ પંક્તિ લખી છે “એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યા” નાના-નાના સુખ પાછળ શ્રીહરિનો સ્નેહ ઘૂઘવી રહ્યો છે. તેનું આ દર્શન છે. ત્રણપેઢી એક સરખા સ્નેહથી સેવામાં સમર્પિત હોય એવું જવલ્લે જ બને અને જ્યારે બને ત્યારે સમજવું કે પૃથ્વી પર પરમનું પ્રગટ સરનામું એટલે આ જ સ્નેહસેવા ને સાતત્ય. દેહથી વડની એક નાની વડવાઈ જેટલા દુબળા પણ કરુણાએ કબીર વડશા “કલ્યાણભાઈ હાડવૈદ્ય' એ ભાવનગરની ભૂમિનું જંગમ તીર્થધામ છે. બસ સવારથી સાંજ માત્ર મામુલી ફી લઈને હાડકાંના દર્દીઓને ઉપયોગી થયા કરે અને આવશ્યકતાએ દર્દીને યોગ્ય જગ્યાએ જવાનું સૂચન કરે. સાવ મામુલી પંઢં. પાટો અને પારાવાર પ્રેમ. બસ આટલી જ દવા-સામગ્રી ને જશ બધોજ “જગન્નાથ' ના નામે. તેમના દીકરા દિનેશભાઈ અને દિનેશભાઈના પુત્ર પણ આજ કાર્યના પૂર્ણકાલીન સંગાથી છે. જેઓનાં સ્મરણ માત્રથી આપણી નિષ્ઠા-પ્રમાણિકતાને સતેજ કરવાનું મન થાય, થોડું મનન થાય તો અનાયાસ એ ઊજળી પણ થાય. એવા થોડાંક શુભ જીવનની વાતો મેં કરી છે. આવું અને આનાથી વિશેષ આપણી ચોતરફ છે આ બધા જ કલ્યાણમિત્રોને હૃદયતઃ પ્રણામ કરું છું. Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy