SearchBrowseAboutContactDonate
Page Preview
Page 595
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભા દર્શન ઠક્કર વસનજી માધવજી મુંબઈ યુનિવર્સિટીની વ્યાખ્યાનમાળામાં ‘કવિતા વિવેક’ વિશેઃ કલકત્તા યુનિવર્સિટીમાં ‘ટાગોરની ટૂંકીવાર્તા અને કવિતા' વિશે, પૂના યુનિવર્સિટીમાં ‘રવીન્દ્રનાથની સમગ્ર કવિતા' વિશે વ્યાખ્યાનો આપ્યાં. એશિયાઈ દેશોની શાંતિ પરિષદમાં હાજરી આપવા નિમિત્તે રવિશંકર મહારાજ વગેરે સાથે ચીનનો ૫૪ દિવસનો પ્રવાસ, વળતાં સિંગાપોર, ઇન્ડોનેશિયા, મલાયા તથા શ્રીલંકાની મુલાકાત (૧૯૫૦), ભારત સરકાર તરફથી અમેરિકા અને બ્રિટનની શિક્ષણ વ્યવસ્થાના નિરીક્ષણ માટે મોકલાયેલા પ્રતિનિધિ મંડળના સભ્ય, વળતાં યુરોપના દેશો અને ઇજીપ્તનો પ્રવાસ કર્યો, (૧૯૫૬) પી.ઈ.એન.ની આતંરરાષ્ટ્રીય પરિષદ, જાપાનમાં (૧૯૫૭) અને સેઉલ (દ. કોરિયા)માં (૧૯૭૬) હાજરી આપીઃ ભારત સરકાર દ્વારા મોકલાયેલ લેખક પ્રતિનિધિ મંડળમાં સભ્ય તરીકે રશિયાની મુલાકાત લીધી. (૧૯૬૧) કુલપતિઓના મંડળના અધ્યક્ષ તરીકે જર્મનીની યુનિવર્સિટીઓની મુલાકાત (૧૯૭૬), જાપાનમાં ભરાયેલી વિશ્વધર્મ પરિષદમાં હાજરી આપી. (૧૯૭૩) ટોલ્સ્ટોયની ૧૫૦મી જન્મજયંતિના સમારંભમાં રશિયા, લેખક સંઘના નિમંત્રણથી ઉપસ્થિત રહ્યા. (૧૯૭૮) નંદિતાબહેન અને સ્વાતિબહેન – બન્ને પુત્રીઓ સાથે યુરોપનો પ્રવાસ કર્યો. (૧૯૮૦) ચીની લેખક લુ શુનની જન્મ શતાબ્દિ નિમિત્તે ચીની લેખક સંઘના નિમંત્રણથી બીજીવાર ચીનનો પ્રવાસ કર્યો. (૧૯૮૧) શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદીએ ઉમાશંકરને કાલીદાસ અને રવીન્દ્રનાથના ગોત્રકવિ તરીકે ઓળખાવ્યા છે. તેમણે કહ્યું છે: “ગાંધીજી, નાનાલાલ અને મુનશી પછીનો યુગપ્રકાશક સાક્ષર ઉમાશંકર'. આ ગુજરાતી કવિ, મહાન ભારતીય કવિ અને વિશ્વકવિ હતો. ‘‘તેઓ સદેહે આંતરભારતી'' હતા. એક અખિલ ભારતીય સાહિત્યિક મિલનમાં તેમણે પોતાનો પરિચય આપેલો; ‘હું એક ભારતીય લેખક છું. હું ગુજરાતી ભાષામાં લખું છું.'' ઉમાશંકરે સંસ્કૃત, અંગ્રેજી, અને ગુજરાતી સાહિત્યનું અધ્યયન - પરિશીલન કરેલું. તો હિન્દી, મરાઠી, બંગાળી ભાષા અને સાહિત્યનો તેમને ગાઢ પરિચય હતો. ઉપનિષદો, વ્યાસ, વાલ્મિકી, કાલીદાસ, રવીન્દ્રનાથ, શેક્સપિયર અને પુરોગામી ગુજરાતી કવિઓ - આ બધાનો સમૃદ્ધ સંસ્કાર વારસો ઝીલ્યો. આત્મસાત્ કર્યો અને પછી મૌલિકતાના આગવા અભિનિવેશથી કવિનો સૂર પ્રગટ્યો. ગાંધીયુગના ‘વિકાસોન્મુખ’ કવિ પોતાના યુગની જીવનભાવના, કાવ્યભાવના અને વૈયક્તિક મુદ્રા પૂર્ણપણે સાચવી રાખીને વર્તમાન સાથે કદમ મિલાવતા રહેલા. ‘વિશ્વશાંતિ’થી ‘સપ્તપદી' સુધીની કાવ્યયાત્રા તેની પ્રતીતિ કરાવે છે. Jain Education International કાવ્ય સર્જન “ખેલાયું દિનરાત જે હૃદયનો આ રંગભૂમિ પર, રેલાયું રુધિરે નસેનસ મહીં જે મત્ત ગીતસ્વરે: નેત્રે જે ચમકી કદીક સ્ફૂરતું કો દિવ્ય આનંદમાં, તે સૌન્દર્ય - રહસ્ય જીવનતણું સાક્ષાત્કરું શબ્દમાં.” મનભરીને સૃષ્ટિના સમગ્રને ચાહનારા કવિએ ‘માનવીપણાથી માનવોમાં ઓતપ્રોત થવામાં' માનવજીવનની ચરિતાર્થતા જોઈ છે. શ્રી યશવન્ત શુકલે કહ્યું છે તેમ :‘‘મહાત્મા ગાંધીના પ્રભાવક નેતૃત્વથી સંસ્કારાયેલી કવિચેતનાએ પ્રેમ, સૌન્દર્ય અને સત્યનો સમન્વય પોતાના જીવનમાં સિદ્ધ કર્યો હતો. કવિ ચેતનાનો રાષ્ટ્રચેતના અને વિશ્વચેતના સાથેનો તા૨ પણ અદ્ભુત રીતે સંધાયો હતો.’’ > ૫૪૩ (૧) વિશ્વશાંતિ, (૨) ગંગોત્રી, (૩) નિશીથ, (૪) આતિથ્ય, (૫) વસંતવર્ષા (૬) અભિજ્ઞા (૭) ધારાવસ્ત્ર (૮) સપ્તપદી - ૮ કાવ્યસંગ્રહો અને ‘પ્રાચીના’ તથા ‘મહાપ્રસ્થાન' બે પદ્યનાટકો. કુશાગ્ર, તેજસ્વી અને બુદ્ધિવંત કવિની આત્મલક્ષી અને પરલક્ષી બન્ને પ્રકારની રચનાઓમાં સંવેદનાના ફલકનો વિસ્તાર જોવા મળે છે. એમને મન કવિતાનું લક્ષ્ય છે : ‘‘મનુષ્યની સમગ્ર સંવિઘ્ને ભરી દેવી.’' ‘સૌન્દર્ય દીક્ષા’થી કવિની સર્જનયાત્રાનો પ્રારંભ થયો, વ્યક્તિ મટીને વિશ્વમાનવી બનવાની અભિલાષા સાથે ‘અવિનનું અમૃત’ એકત્ર કરતા રહ્યા. ‘અહો, આયુર્યાત્રા! બસ સમજવું એ ફલશ્રુતિ'' તેમની વિચારધારાનું કેન્દ્ર બની રહે છે. ઉમાશંકરે અખા વિશે અધ્યયન કરેલું. અખાના ચિંતનમાં ‘સૂઝ’ની વાત છે. ‘‘સૂઝે દુઃખ તે સુખ નીવડે.” એ સૂઝ એટલે જાણી લેવું, સમજતા રહેવું. જે તેમનો જીવનમંત્ર બની જાય છે. તેમની કવિતામાં વાસ્તવદર્શન, પ્રકૃતિ, પ્રણય, જીવનમર્મ, સૂક્ષ્મ ભાવસંવેદનો, ચિંતનાનુભૂતિ - આમ વિષયોનું અપાર વૈવિધ્ય છે. ‘વિશ્વશાંતિ' ગાંધીયુગનું વિરાટ વ્યક્તિત્વ તેમ જ ગાંધીવિચારણાની સંગીનતાને નિરૂપતું, રાષ્ટ્રભાવનાનું છ ખંડમાં વહેંચાયેલું કાવ્ય છે. ‘સમરગાન’, ‘યુગતરસ્યા જગકંઠ', ‘યુગલક્ષ્ય કૂચ’, ‘વિશ્વમાનવી' ઇત્યાદિમાં યુગચેતના, સ્વાતંત્ર્ય માટેની અભિલાષા વ્યક્ત થઈ છે. ‘‘મુખે સમરગાન હો, પ્રિય સ્વતંત્રતા પ્રાણ હો.’’ સ્વરાજ્ય પ્રાપ્તિ બાદ દેશની અરાજકતાની વેદના પણ નીરૂપી છે ‘જીર્ણ જગત’”, ‘આવ હે મુક્તિદિન’, તો ગાંધીજીની હત્યાને માનવજાતનું કલંક કહે છે. “અમે ન રડીએ પિતા, મરણ આપનું પાવન, કલંકમય દૈન્યનું રડી રહ્યા જીવન.” For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy