SearchBrowseAboutContactDonate
Page Preview
Page 590
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩૮ સાહિત્ય ક્ષેત્રે મૂલ્યવાન પ્રદાન બદલ તેમને સન્માન પારિતોષિકો પ્રાપ્ત થયાં છે. ઉત્તરમાર્ગનો લોપ' વાર્તા માટે મોતીસિહજી મહિડા સુવર્ણચંદ્રક-૧૯૪૭. ‘પ્રાચીન ગુજરાતી છંદો’ માટે હરગોવિંદદાસ કાંટાવાળા પારિતોષિક - ૧૯૪૯, એ જ ૫ માટે ઇ. સ. ૧૯૪૬ થી ૧૯૫૦ સુધીના ગાળાના ઐતિહાસિક નિરૂપત્રનો ઉત્તમ ગ્રંથ તરીકેની સુરતની નર્મદ સાહિત્યસભાનો 'નર્મદ સુવર્ણચન્દ્રક”, “બુત પિંગલ' માટે સાહિત્ય અકાદમી-દિલ્હીનું પારિતોષિક ૧૯૫૬. - શ્રીમતી મીરાબહેને પાઠક સાહેબની કાળજીથી પરિચર્યા કરી, તો તેમની સાહિત્યિક પ્રવૃત્તિમાં પણ પૂરેપૂરા સહભાગી બન્યાં. તા. ૨૧-૯-૧૯૫૫ના રોજ હૃદયરોગના હુમલાથી પાઠક સાહેબનું નિધન થયું. સાક્ષરયુગ અને ગાંધીયુગના ઉંબરે ઊભેલા પાઠક સાહેબ ‘ગાંધીયુગ’ના સાથિગર તરીકે બહોળા શિષ્યવર્ગનો અપારપ્રેમ અને આદર પામ્યા હતા. ચન્દ્રકાન્ત શેઠે લખ્યું છે કે, ‘‘તેમણે ગાંધી અને ટાગોરની - સત્ય અને સૌન્દર્યની ધારામાં જે એકત્વ હતું તેની મર્મગ્રાહી સ્વકીય કલાસાધનાને સાત્વિક અને ઉદાત્ત બનાવવા પુરુષાર્થ કર્યો. તેમનો શબ્દ દેખાય છે સાદી પણ એમાં સાચી ગર્ભશ્રીમંતાઈ નેઈ શકાય છે......મ સાત્વિક સારસ્વત પ્રતિભા સુન્દરમ્ હું ચાહું છું સુંદર ચીઝ સૃષ્ટિની ને જે બસુન્દર રહી તે સર્વને મૂકું કરી સુન્દર ચાહી ચાહી. સુન્દરમ્ ૨૨મી માર્ચ ૧૯૦૮ના રોજ ગુજરાતના નાનકડા એવા મિયાંમાતર (જિ. ભરૂચ) ગામે સુન્દરમ્નો જન્મ. નામ રાખેલું ત્રિભુવનદાસ. શ્રમજીવી કુટુંબનું સંતાન. સર્વરંગી વસ્તી ધરાવતા ગામમાં, કારીગર દાદા અને પિતા લુહારી કામ ઉપરાંત ધીરધારનું કામ કરતા. પિતા પુરુષોત્તમદાસ મુલાયમ વ્યક્તિત્વવાળા, માતા ઊજનબેન. સુન્દરમ પરમાં ચાર ભાઈઓમાં સૌથી મોટા હોવાને કારણે ‘પાટવી’ મોટાભાઈ કહેવાતા. ઇ. સ. ૧૯૧૭માં નવ વર્ષની ઉંમરે કુ. મંગળબહેન સાથે લગ્ન થયું. પિતાનું ભરયુવાનીમાં પ્લેગની બિમારીમાં અવસાન થતાં વૃદ્ધ દાદાએ ધીરતા અને વીરતાથી કુટુંબની જવાબદારી નિભાવેલી. મિયામાતરની શાળામાં ગુજરાતી સાત ધોરણ, આમોદની તાલુકાશાળામાં અંગ્રેજી પાંચ ધોરણ અને ભરૂચમાં છોટુભાઈ Jain Education International બજ જરાત પુરાણીની રાષ્ટ્રીય ન્યુ ઈંગ્લીશ સ્કુલમાં એક વરસ અભ્યાસ કર્યો. 'વિનીત' થયા. એ પછી અમદાવાદ ગુજરાત વિદ્યાપીઠમાં દાખલ થયા. ઇ. સ. ૧૯૨૯માં સંસ્કૃત અને અંગ્રેજી સાથે ‘ભાષા વિશારદ'ની ઉપાધિ પ્રાપ્ત કરી. સ્નાતક થયા. અભ્યાસકાળ દરમ્યાન ભરૂચમાં, અને પછી ગૂજરાત વિદ્યાપીઠમાં સાહિત્યરુચિ વિકસતી ગઈ. વિદ્યાપીઠમાં નિરાળા વ્યક્તિત્વ ધરાવતા આચાર્યો, ગિદવાણી, કૃપલાણી અને પછી કાકાસાહેબ અને સંસ્કૃતમાં આવલે, ગુજરાતીમાં રા.વિ. પાઠક, અંગ્રેજીમાં વાલભાઈ દેસાઈ જેવા તેજસ્વી અધ્યાપકો મળ્યા. વિશેષ પ્રભાવ કાકા કાલેલકરનો, હું અનેવાસી નો કાકાસાહેબનો બન્યો." ચિત્ર અને સંગીતનો પણ અભ્યાસ કર્યો. પરંતુ તેમને માટે મુખ્ય ઉપાસના શબ્દની જ નિર્માયેલી હતી. ઇ. સ. ૧૯૨૫ થી ૧૯૨૯ ગૂજરાત વિદ્યાપીઠમાં અભ્યાસકાળ દરમ્યાન રાષ્ટ્રીયતાની મૂર્તિમંત હવા અને વિશેષ વાતાવરણનો અનુભવ કર્યો. 'સાબરમતી' ત્રૈમાસિકમાં 'મરીચિ'ના કવિનામથી એકાંશ દે' પ્રથમ કામ અને પછી 'સુન્દરમ'ના નામથી ‘બારડોલીને’ કાવ્ય પ્રસિદ્ધ થયું. શરૂઆતમાં 'વિશ્વકર્માં', ‘મરીચિ’, ‘ત્રિશૂલ’ જેવાં ઉપનામો અજમાવ્યા પછી ‘સુન્દરમ્ ગમ્યું જે પછીથી કવિનામ જ બની ગયું. 'સાબરમતી'ના તંત્રી તરીકે થોડો વખત રહ્યા. સ્નાતક થયા પછી સોનગઢ ગુરુકુળમાં અધ્યાપન કાર્ય કર્યું. વિદ્યાપીઠના અભ્યાસકાળ દરમ્યાન ગાંધીજીના પરિચયમાં આવેલા. સ્નાતક થયાના પદવીદાન પ્રસંગે ‘તારાગૌરી રૌપ્ય ચંદ્રક' ગાંધીજએ પહેરાવેલો. આમોદની શાળાને રાષ્ટ્રીયશાળા બનાવી દેવામાં આવેલ.. પાટિયા પર તે નામ સુન્દરમે લખેલું. ખાદી વેંચવી, સરઘસો કાઢવાં વગેરે પ્રવૃત્તિઓ કરતા થયા. ભરૂચમાં અને પછી વિદ્યાપીઠમાં રાષ્ટ્રવાદી વાતાવરણ મળ્યું. બારડોલી સત્યાગ્રહમાં અને રેલસંકટ વખતે રાહતકાર્યમાં જોડાયેલા. ગાંધીજીની સત્યાગ્રહની પ્રવૃત્તિ જીવનના ઉત્તમ પુરુષાર્થરૂપે અને કર્તવ્યરૂપે લાગી. કે આ સાફલ્યટાણું યુગ યુગ પલટે તોય પાછું ન આવે.’ ઉદ્ગાર સાથે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં સક્રિય સૈનિકરૂપે જોડાયા. ઇ. સ. ૧૯૩૦માં જંબુસરમાં સત્યાગ્રહ કરતાં બે વાર પકડાયા. ઇ. સ. ૧૯૩૨માં વીસાપુર જેલમાં અને ઇ. સ. ૧૯૩૨માં સાબરમતી જેલમાં છ છ માસની સજા ભોગવી. વીસાપુર જેલમાં સુન્દરમ્ અને ઉમાશંકર સાથે હતા, જેલની સજા સાથે દંડ પણ થયેલો. ઇ. સ. ૧૯૩૨માં સરકારે વિધ માતરની તેમની મિલકતમાંથી એક જાદ અને વાસણોની હરાજી કરીને દંડના રૂા. ૧૦૦ વસૂલ કરેલા. ઇ. સ. ૧૯૩૪માં ‘જ્યોતિસંધ’ અમદાવાદમાં શિક્ષક તરીકે કાર્યનો આરંભ કર્યો. ઇ. સ. ૧૯૩૫માં ગાંધીજીએ સત્યાગ્રહની લડત ગિત કરી દીધી ત્યારપછી સુન્દરમ્ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy