SearchBrowseAboutContactDonate
Page Preview
Page 585
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભા દર્શન ભરયુવાન વયે અવસાન થયેલું. ભાઈઓએ ખેતી સંભાળી. એ વખતે સત્યાગ્રહની લડતનાં મંડાણ થઈ ચૂકેલાં. કન્યાશાળામાં ભણતાં નર્મદાબહેન, ગાંધીન્ન ઉપર રચાયેલો ગરબો વર્ગમાં ગવરાવતાં. તેમનાં બહેન-બનેવી કસ્તૂરબહેન અને જેસિંહભાઈ કવિ સત્યાગ્રહની લડતમાં જોડાયાં હતાં. કસ્તૂરબહેનનાં બાળકોને સાચવવા નર્મદાબહેન પાલીતાણા ગયેલાં. ઇ. સ. ૧૯૩૧માં ફ્લેગભાઈ શાહનો બોરિસંહભાઈ ઉપર સત્યાગ્રહમાં જોડવા માટેનો સંદેશો આવ્યો. નર્મદાબહેને ઠ કરીને તેમની સાથે વઢવાણ ગયાં. વઢવાણમાં જાહેરસભામાં ટેબલ ઉપર ઊભા થઈને રાષ્ટ્રગીત ગાયું. ત્યારે તેમની ઉંમર કો પંદરેક વર્ષની. મોટા દેખાવા માટે પૂ. શારદા બોન શાકની સાડી પહેરી. બંદૂકધારી પોલીસની પણ બીક ની અનુભવનારા નર્મદાબહેનને લચન્દ્રભાઈએ પ્રાંગધ્રા સત્યાગ્રહમાં છેડાવાની સંમતિ આપી. ગામાં શિવાનંદજીની આગેવાની નીચે સત્યાગ્રહ કરનારાં ૧૫ ભાઈબહેનોમાં સૌથી નાની ઉંમરનાં હતાં નર્મદાબહેન અમેસિ ઘણા. એ સત્યાગ્રહમાં તેમને બે મહિનાની કાચી કેદની સજા થયેલી અને બધાંને યરવડા જેલમાં રાખવામાં આવેલાં. ધ્રાંગધ્રાની લતમાંથી પાછાં આવ્યાં પછી, અભ્યાસ માટે, શ્રી કસ્તૂરબહેન અને જોરસિંહભાઈએ તેમને વડોદરા આર્ય કન્યાગુરુકુળ'માં દાખલ કર્યા. ત્યાંનો ગણવેશ હતો ચડ્ડી-ખીશ. બહેનોને અભ્યાસ ઉપરાંત લાઠી લેઝિમ. તલવાર-પટ્ટા, બંદુક ચલાવવી, તેમજ ઘોડેસ્વારીની તાલીમ પણ આપવામાં આવતી. ખુમારીથી નર્મદાબહેન એ તાલીમ લેતાં હતાં. એ અરસામાં શ્રી શંભુભાઈ ત્રિવેદી સાથે તેઓ ગાંધીજીનો સાબરમતી આશ્રમ જોવા ગધેલાં, ત્યાં ભાવા માટે ઇચ્છા થઈ. પૂ. ગાંધીજીની સંમતિ મેળવી આશ્રમમાં દાખલ થયાં. તેમના જીવનમાં નવી દિશા ઊપડી. પૂ. બાપૂના સ્નેહ અને પ્રભાવે તેમનું વિશેષરૂપ જીવનઘડતર થયું. આશ્રમના વ્યવસ્થાપક હતા શ્રી નારણદાસભાઈ ગાંધી (કાકા). એક વખત આશ્રમમાં ચોરી થઈ. પૂ. બાપુએ જણાવ્યું કે આશ્રમવાસીઓએ જ આશ્રમનું રક્ષણ કરવું. નારણદાસકાકા અને ચાર વિદ્યાર્થીનીઓ (એક નર્મદાબહેન) રાત્રે આશ્રમનો પહેરો ભરતાં. ગામડાંમાં ઉછરેલાં, અંધારાથી ટેવાયેલાં નર્મદાબહેન હાથમાં લાડી લઇને પ્યાં આશ્ચમ કરતો યે મારી આવતાં. નીડરતા એ એમના વ્યક્તિત્વનો પ્રધાન ગુણ. તેમણે પોતાની પકથામાં કહ્યું છે કે “બધા જ મોઢેરા આશ્રમવાસીઓનાં કામ દોડી દોડીને હું કરતી એટલે મારી ઉપર બધાં જ પ્રેમ રાખતાં.'' મોટેરાં બહેનોમાં હતાં શ્રીમતી દુર્ગાબહેન મહાદેવ દેસાઈ, શ્રીમતી મિણબહેન નરહિર પરીખ, પ્રેમાબહેન કંટક વગેરે. આશ્રમમાં સમવયસ્કો સાથે ઝડપથી કામ કરવાની હરિફાઈ થતી, તોફાનો પણ થતાં. શ્રી મોહનભાઈ પરીખે તેમનાં સંસ્મરણોમાં નોંધ્યું છે કે : Jain Education International * ૫૩૩ “હું શરીરે મજબૂત છું પણ નર્મદા રાણા શરીરે કમ નથી. અમારા ઝગડા સારી પેઠે ચાલે છે પણ ઝાડુ કાઢવામાં અમને બે ને કોઈ ટપી શકતું નથી.’’ જલદી અભ્યાસ પૂરો કરી પગભર થવાની, કુટુંબને મદદ કરવાની તેમને ઇચ્છા હતી. રાજકોટમાં શ્રી ગિજુભાઈ બધેકાની મુલાકાત પછી તેઓ ભાવનગરના ‘દક્ષિણામૂર્તિ બાલ અધ્યાપન મંદિર'માં ભણવા દાખલ થયાં. ખંતથી અભ્યાસ કરતાં, ઉપરાંત નાટકો, રાસ ગરબા, પ્રવાસમાં તેઓ ઉલટભેર ભાગ લેતાં. મોન્ટેસોરી શિલિકાનાં પ્રમાણપત્ર સાથે તેમને કામ પણ મળ્યું. કાઠી-દરબારોના ગામ બગસરામાં ચુસ્ત ગાંધીવાદી શ્રી લાલચંદભાઈ વોરાને બાલમંદિર માટે બહાદુર બહેન'ની જરૂર હતી. ગિજુભાઈએ નર્મદાબહેનને ત્યાં મોકલ્યાં. (જાન્યુ. ૧૯૯૩૬) ગિજુભાઈએ વર્ગમાં ઉત્તરાવેલાં ગીતો અને વ્યાખ્યાનોની નોંધપોથી સાથે બગસરા જઈ પહોંચેલાં ફક્કડરામ નર્મદાબહેને તેમના સહજ લાગણીભર્યાં વ્યવારથી બાળકો અને વાલીઓનો પ્રેમ સંપાદન કરી લીધો હતો. આઝાદીના કેફવાળાં નર્મદાબહેનને કોઈ આઝાદીબહેન તો કોઈ નાનીબહેન કરીને બોલાવતા ગાંધીઆશ્રમના નિમંત્રોથી તેઓ બગસરા છોડીને પોરબંદર ગયાં. કસ્તૂરબહેન ત્યારે ત્યાં જ હતાં. ત્યાંના બાલમંદિરમાં થોડો સમય કામ કર્યું. કરાંચીમાં ‘શારદામંદિર'નાં બાલમંદિરમાં કામ કરવાનું નિમંત્રણ મળતાં તેઓ કરાંચી ગયાં. આવન સેવા કરવાની ભાવનાથી લગ્ન કરે મારી બલા’’ કહેનારાં નર્મદાબહેન, સ્વાતંત્ર્ય સેનાની, સેવાવ્રતધારી અને સાહિત્યકાર રામભાઈ સાથે ઇ.સ. ૧૯૩૬માં લગ્નગ્રંથિથી જોડાયાં ત્યારે કહેલું કે, ‘‘સેવાની દીક્ષા માફક લગ્નની પણ દીક્ષા જ છે ને!' શ્રી યશવાભાઈ શુક્લે કહ્યું છે કે, ''એમનું સહજીવન પ્રસન્ન દામ્પત્યનો જ નહીં પણ જીવનનાં અનેક અભિષ્ટોનો પદાર્થપાઠ બની રહ્યું હતું. તો શ્રી બાલુભાઈ વૈદ્યે કહ્યું છે તેમ, ‘‘નર્મદાબહેનના નિર્ધન્ય વ્યક્તિત્વને રામનારાયણભાઈનું મોન્ટેસોરિયન મુક્ત વાતાવરણ મળ્યું અને પરિવ્રાજક રામભાઈને ઘ૨૨ખુ ગૃહિણી મળી.'' પક્ષ બંનેએ મળીને તો નિર્યુક્ત ગાંધી કુટુંબ વિસ્તાર્યું.” થોડો વખત મુંબઈ, વાઘોટણ (મહારાષ્ટ્ર)માં રહ્યાં. નર્મદાબહેન ‘નૂતન ગ્રામવિદ્યાલય' ગંભીરા (જિ. વડોદરા)ના બાલમંદિરમાં શિલિકા તરીકે અને રામભાઈ શાળાના આચાર્ય તરીકે જોડાયા. ગંભીરામાં રાષ્ટ્રીય કેળવણી અને રચનાત્મક પ્રવૃત્તિઓ દ્વારા આશ્રમી વાતાવરણ સર્જ્યું. ઇ.સ. ૧૯૩૮માં સ્વયંસેવકોની ટુકડી સાથે રિપુરા કોંગ્રેસ અધિવેશનમાં ભાગ લીધો. ઇ.સ. ૧૯૩૯માં રાજકોટ સત્યાગ્રહની લડત શરૂ થતાં રામભાઈ રાજકોટ ગયાં, નર્મદાબોન પુત્રી ઉષાને લઈને કેશભાઈનાં નિમંત્રણથી બાલમંદિરમાં કામ કરવા ફરી કરાંચી ગયાં. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy