SearchBrowseAboutContactDonate
Page Preview
Page 584
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩૨ વિવિધ વિષયો પરની તેમની લેખમાળાઓ નિયમિત રીતે પ્રગટ થઈ હતી. ઇ. સ. ૧૯૮૩માં નર્મદાબોનને હૃદયરોગનો હુમલો આવ્યા પછી તેઓ ‘શબરીવાડી' છોડીને ‘પારિજાત' ભાવનગરમાં તેમનાં પુત્રી ઉષાબહેનને ત્યાં આવીને રહ્યા. તેમનું લેખનકાર્ય ચાલુ જ હતું. ઇ. સ. ૧૯૮૪માં નર્મદાબહેનની ચિરવિદાય પછી તેમણે સ્વ. નર્મદાબહેન સ્મારક ગ્રંથમાળાના ઉપક્રમે છ પુસ્તકો પ્રગટ કર્યાં. મધ્યમકદનો બાંધો, ઊજળો વાન, જાડી ફ્રેઈમનાં ચશ્મા, ખાદીનો ઝબ્બો - ધોતિયું અને ગાંધી ટોપી પહેરેલા રામભાઈ બેઠા હોય ત્યારે ભાગ્યે જ કોઈનું ધ્યાન ખેંચે, પરંતુ વાત કરવાની શરુ કરે ત્યારે તેમના ફરતો ડાયરો રચાઈ જાય. શ્રોતાઓની નાડ પારખીને વાર્તા કહેવાની, વ્યાખ્યાન કરવાની તેમની પાસે આગવી કલા હતી. ગુરુદયાળ મલીકજીએ તેમને ‘કાંનિયોંકા બાદશાહ'નું બિરુદ આપેલું. લેખક, વક્તા અને વાર્તાકાર ત્રણેય આવડતોનો તેમનામાં ત્રિવેણી સંગમ હતો. વાર્તાકથન દ્વારા એમનું અસીમ માનવ્ય પ્રગટ થતું. શ્રી જયેન્દ્રભાઈ ત્રિવેદીએ લખ્યું છે કે, ‘‘લખાતા શબ્દ અને બોલાતા શબ્દ વચ્ચે તેમની જેવો સેતુ બહુ ઓછી વ્યક્તિ બાંધી શકી હશે. બોલાતી કાઠિયાવાડી ભાષાના તમામ લહેકા તેમની વાણીમાં સાંભળવા મળ્યા છે.' જીવનભર તેમનાં સ્વાધ્યાય અને લેખન, ચાલતાં રહ્યાં. વિશાળ વાંચન, ચિંતન અને સૂક્ષ્મ અર્થઘટનની દૃષ્ટિ ધરાવતા રામભાઈ વાર્તાલાપમાં - વ્યાખ્યાનોમાં વિષયોચિત સંદર્ભો, સંસ્કૃત સુભાષિતો અને ટૂચકાઓ સહજ રસવાહી શૈલીમાં સાથે સાંકળી લેતા, સહજ વિનોદવૃત્તિ ધરાવનારા રામભાઈ કુશળ તરવૈયા તા. ધોડેસ્વારી જાણતાં હતાં, શતરંજ રમવાનો તેમને શોખ હતો. ચૂનીભાઈ ભટ્ટે તેમને ‘હરતા ફરતા વિશ્વકોષ’ તરીકે ઓળખાવ્યા છે. . સ્પષ્ટ વક્તા અને અન્યાય સામે પુણ્ય પ્રકોપધારી રામભાઈમાં સૌહાર્દભરી સહિષ્ણુતા અપાર હતી. શ્રી જયમલ્લભાઈ પ૨મા૨ે કહેલું કે, ‘‘રામભાઈની વિનમ્રતા તથા વાત્સલ્યતાના આભિજાત્ય સંસ્કાર સન્નિષ્ઠ લોકસેવકની જવલંત પ્રતિમા સર્જી ગયા છે.’ ક્રાંતિકારક આર્ષદષ્ટિ ધરાવતા સાચા રાષ્ટ્રીય સેવક રામભાઈને ભારત સરકાર તરફથી સ્વાતંત્ર્ય સેનાનીનું ‘તામ્રપત્ર' એનાયત થયું હતું. તેનો તેમણે સ્વીકાર કરેલો. પરંતુ સન્માન પેન્શન કે અન્ય સુવિધા સ્વીકારી નહોતી. તેઓ જીવનપર્યંત શૈક્ષણિક અને રચનાત્મક પ્રવૃત્તિ કરતી સંસ્થાઓ સાથે સંકળાયેલા રહ્યા. પ્રમુખ વાલુકડ કેળવણી મંડળ, પ્રમુખ, દક્ષિણામૂર્તિ ટ્રસ્ટીમંડળ ભાવનગર: પ્રમુખ, સર્વોદય સરસ્વતીમંદિર, બાબાપુર (જિ. અમરેલી): પ્રમુખ, રચનાત્મક મંડળ પાલીતાણા નથા સર્વોદય ગૌશાળા, જાસિગઢ મિત્રો અને સ્નેહીજનોના Jain Education International બૃહદ્ ગુજરાત આગ્રહથી તેમણે આત્મકથા લખવાની શરૂ કરી પરંતુ દુર્ભાગ્યે તે અધુરી રહી. છેલ્લી ગંભીર માંદગી વખતે પથારીવશ હતા ત્યારે પણ તેમનું લેખનકાર્ય અને જ્ઞાનગોંદી ચાલતાં જ રહ્યાં. યશવન્તભાઈ શુક્લે કહ્યું. છે તેમ ‘“તેમના સારાયે અસ્તિત્ત્વનું હાર્દ તેમની ધર્મભાવના હતી.' તેમનો ધ્યાનવિય જ ધર્મ, રાષ્ટ્રભક્તિ અને મનુષ્યપ્રેમ." અંતિમ દિવસોમાં જીવનનાં બંધનો છૂટતાં જતાં હતાં. ભજનોના મર્મનું રટણ-કથન ચિત્તની નિર્બન્ધ અવસ્થાનો જ અનુભવ હતો. 'આશ્રમભજનાવલીનાં ભજનો તેમને કંઠસ્થ હતાં. શ્રીમતી શાંતાબહેન મિસ્ત્રી પાસે, પુત્રવધુ ઊર્મિલાબહેન પાસે પસંદ કરીને ભજનો ગવરાવતા. એક વહેલી સવારે એક્સલ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ સંચાલક શ્રી કાંતિસેનભાઈ શ્રોફ ગાંધીજીની પ્રાર્થનાઓનું પુસ્તક લઈને મળવા આવ્યા. એ પ્રસંગ વિશે શ્રી કાંતિસેનમાઇએ લખ્યું છે : ‘‘હતા તો પથારીવશ, શારીરિક દુઃખમાં પણ, અને ક્ષણમાં જાણે બધું જ ભુલાઈ ગયું. એક એક શ્લોક લઈને સમ વતા ગયા. અને તેમાં પણ શંકરાચાર્યનું ચિદાનંદરૂપમ્ શિવોહમ્ શિવોહમ્ જ્યારે સમજાવવા બેઠા ત્યારે તેઓ પોતે પણ ચિદાનંદસ્વરૂપ બની ગયા હતા. જંગમ વિદ્યાપીઠ સમા રામભાઈએ ૪થી જુલાઈ ૧૯૮૮ના રોજ ચિરવિદાય લીપી. જીવનની અંતિમક્ષણો સુધી કાર્યરત રામભાઈ ‘ગુજરાતના સાંસ્કૃતિક નવઘડતરના પુરોહિત’ હતા. સ્વામી શ્રી અક્ષરાનંદ સરસ્વતીએ અંજલિ આપી છે : અવતારી પુરુષની સાથે અંશાવતારો પણ રાવે છે. આવા અંશાવતારોમાંના એક પૂજય ભાઈનું જીવન એક અખંડ સાધના હતું. ગાંધીયુગની સત્ત્વશીલ નારીશક્તિ : નર્મદાબહેન રામનારાયણ પાઠક પૂજય ત્માં ગાંધીજીના સાબરમતી આશ્રમમાં અને ભણ્યાં, ત્યાંથી જ જેલમાં ગયાં. તેમના આરાધ્ય દેવ ગાંધીજી. એ જ એમનું બળ, એમના અવતારી પુરુષ. તેઓ કાયમ કહેતા કે “અમારે માથે ગાંધીજીનો હાય છે.” મહાત્મા ગાંધીનો અવતાર થી પાછી તેમનાં ધર્મકાર્યને પોતાનું કાર્ય ગણીને કરનારાં એક ‘વિભૂતિ અવતાર’ તરીકે શ્રી યશવન્તભાઈ શુક્લ, નર્મદાહેનને ઓળખાવ્યાં છે. ઇ.સ. ૧૯૧૫માં વાલુકડ (જિ. ભાવનગર) ગામે જન્મ. પિતા અભેસિહ રાણાને ખેતીનો વ્યવસાય. માતા મગૢબા. પિતાનું For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy