SearchBrowseAboutContactDonate
Page Preview
Page 581
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભા દર્શન લીધાં. શાળામાં ૪૦૦ માંથી માત્ર ૨૩ વિદ્યાર્થીઓ રહ્યા. શિક્ષકો પણ છૂટા થયા. રામભાઈ કાઠિયાવાડ રાજકીય પરિષદમાં જોડાયા. લગન્દભાઈએ લખ્યું છે કે, દેશના યુવકોના સાચા સંગઠન વિના આમવર્ગની ધર્માંધતા દૂર થશે નહિ, અને દેશની લડત સંગઠન વિના લડી શકાશે નહિ. આવા વિચારો ભાઈ રામનારાયણના દિલમાં, વધારે ઘોળાતા હતા. ઇ. સ. ૧૯૨૫માં રામભાઈએ સાબરમતી આશ્રમના “હૃદયકુંજ’માં મોટાભાઈની સાથે પૂ. બાપુનું પ્રથમ દર્શન કર્યું. જીવનની કૃતાર્થતા અનુભવી. એ અરસામાં કાઠિયાવાડ રાજકીય પરિષદના કાર્યાલય મંત્રી બન્યા. ઇ. સ. ૧૯૨૫માં કાઠિયાવાડ રાજકીય પરિષદનું ભાવનગરમાં અધિવેશન ભરાયું ત્યારે, નાગપુર સત્યાગ્રહમાં ભાગ લેનારાઓને પૂ. બાપુના વરદ હસ્તો સુવર્ણચંદ્રક એનાયત થશે. રામભાઈને ચંદ્રક. પહેરાવતા પૂ. બાપુએ કહ્યું : ‘‘શોભાવજો.’’ રામભાઈએ પોતે નોંધ્યું છે કે “એ ચંદ્રક શોભાવવાનું કપરું કામ હતું. જીવનભર માટે એ શબ્દો મારા હૃદયમાં કોતરાઈ ગયો.’' ગિજુભાઈએ શરૂ કરેલ દક્ષિણામૂર્તિ બાલઅધ્યાપનમંદિરના સૌ પ્રથમ વર્ગમાં જોડાયેલાં ગુજરાતના ૪૦ ભાઈ બહેનોમાં શમભાઈ અને તેમના મિત્ર હેમુભાઈ રાજગોર હતા. (૧૯૨૫) રામભાઈ ગિજુભાઈના માનીતા શિષ્ય. ગિજુભાઈ હતા મિયા' અને તેઓ હતા 'છોટે મિયાં, બાલરંગભૂમિ પર રામભાઈ, હેમુભાઈ, ભોગીભાઈની સાથે ગિજુભાઈ પણ નાટકમાં ઊતરતા હતા. વાર્તાનું શાસ્ત્ર રચ્યું ગિજુભાઈએ, વાર્તાઓ કહેરાવી રામભાઈ પાસે. રામભાઈની વાર્તાકથન કલાનાં બીજ પૂ. મોટીબા અને પૂ. પિતાશ્રી પાસેથી સાંભળેલી પૌરાણિક કથાઓમાં છે. તો વાર્તા કહેવાની કલામાં ગિજુભાઈ અને ઝવેરચન્દ મેઘાણીની પ્રેરણા પણ રહેલી છે. દક્ષિણામૂર્તિ અધ્યાપનમંદિરમાં આવેલા ત્યારે મેઘાણીભાઈએ રામભાઈને વાર્તા કહેતા સાંભળીને તેમની પીઠ થાબડતાં કહેલું : “મારો ડાબિયાળ થવાનો." રામભાઈએ જીવનપર્યંત શાળા, મહાશાળાઓ, સત્યાગ્રહ છાવણીઓ, જેલો, સભા, સમારંભોમાં વાર્તાઓ કહી, ઉત્તમ વાર્તાકાર તરીકે પ્રસિદ્ધિ મ્યા. શ્રી ઉમાશંકર જોશીએ કહેલું કે, 'રામભાઈ અને 'વાર્તા' ગુજરાતમાં પર્યાય શબ્દો છે.' નૂતન બાલશિક્ષણ સંઘના પ્રચારમાં તેમનો મૂલ્યવાન ફાળો છે. દક્ષિણામૂર્તિના નિયામક શ્રીમતી વિમુબહેન બધેકાએ કહ્યું છે. કેઃ ‘‘રામભાઈ ગાંધીજી અને ગિજુભાઈ બન્નેના શિષ્ય. ગાંધીજી અને ગિજુભાઈની વાતની અમને સાચી સમજણ આપનાર મભાઈ. બાળકોને જુએ ત્યાં તેમનામાં એલો શિક્ષકનો જીવ જાગી ઊઠતો. તેઓ ‘બોર્ન-ટીચર’ જન્મજાત શિક્ષક હતા. બૃ. ૫. ૬૭ Jain Education International * ૫૨૯ ઇ. સ. ૧૯૨૭માં, સ્થાનિક આગેવાનોની વિનંતિથી પૂ. બાપુની આજ્ઞાનુસાર પોરબંદર પાસે છાયા ગામે 'ગાંધી આશ્રમ' સ્થાપ્યો. મોટાભાઈ લક્ષ્મીશંકરભાઈ અને હેમુભાઈ રાજયગોરની સાથે હરિજન બાળકોને શિક્ષણ અને અસ્પૃશ્યતા નિવારણનું કામ કર્યું. ઇ. સ. ૧૯૨૮માં, ફૂલચન્દ્રભાઈ શાહ, શારદાબહેન અને શિવાનન્દની સાથે બારડોલી સત્યાગ્રહમાં જોયા. સરદાર પટેલના અગ્રીમ ક્રૂત તરીકે કામ કર્યું. જપ્તીદાર આવે ત્યારે ગામલોકોને ચેતવવા માટે ઘોડી પર બેસીને ઘૂમી વળતા. સરદારશ્રીએ જાહેરમાં ભાપો કરવાની મનાઈ કરી હતી. ત્યારે રામભાઈને વાર્તા કહેવાની છૂટ હતી. ફૂલચન્દ્રભાઈનાં યુદ્ધ ગીતો અને રામભાઈની શેરાતન ભરી લોકવાર્તાઓએ સ્વાતંત્ર્ય પ્રચારનું કામ કરેલું. ઇ. સ. ૧૯૨૯માં યુવાનોના સંગઠન માટે સત્યાગ્રહ દળની સ્થાપના થઈ. ‘મોરબી યુવક પરિષદ'ના પ્રશ્ને પરિષદના મંત્રી તરીકે પૂ. મહાત્માજી પાસે યુવાનોનું દૃષ્ટિબિન્દુ રજૂ કરેલું અને વાટાઘાટોમાં અગત્યની ભૂમિકા ભજવેલી. યુવાનોએ મહાત્માજીની આજ્ઞાનુસાર પરિષદ ભરવાની બંધ રાખેલ, ત્યારબાદ પૂ. બાપુનો ભલામણ પત્ર લઈને કાઠિયાવાડ હિરજન સેવક સંધના ફાળા માટે પૂર્વ આફ્રિકા ગયેલા. ઇ. સ. ૧૯૩૦માં નમક સત્યાગ્રહ શરૂ થતાં પ્રવાસ ટૂંકાવીને સીધા વીરમગામ છાવણીમાં પહોંચી ગયા. છાવણીના સેનાપતિ હતા નાનાભાઈ ભદ્ર અને ઉપસેનાપતિ હતા. ગમનભાઈ વૈષ્ણવ. કાઠિયાવાડના લક્ષ્મીશંકર પાઠક, જોરસિંહ કવિ, આત્મારામ ભટ્ટ જેવા કસાયેલા સૈનિકો અને અમદાવાદથી આવેલા ઉમા કર જોશી, અર્જુન લાલા વગેરે સત્યાગ્રહીઓ હતા. ખારાધોડામાં મીડ ઉપડવાના સામુહિક સત્યાગ્રહ વખતે પોલીસોએ રાક્ષસી ક્રમન ચલાવેલું. રામભાઈને સખત માર પડ્યો. ધરપકડ કરી સખત કૈદની સજા સાથે સાબરમતી જેલમાં પૂર્યા. ઇ. સ. ૧૯૩૦-૩૨ દરમ્યાન સત્યાગ્રહ કરતાં બે વખત પકડાયા, આઠ માસનો કારાવાસ વેઠ્યો. સત્યાગ્રહ દરમ્યાન જન-જાગૃતિ અર્થે સાંપ્રત સ્થિતિને સાંકળી લઈને પ્રેરક વાર્તાઓ કહેતા. સરકાર તેમને પકડી શકતી નિક. પીરમગામ છાવણીમાં નવજીવન અને ગાંધીજીની ‘આત્મકથા’ને આધારે ‘યુગાવતાર ગાંધી-૧-૨'ભાગમાં લખ્યું. ઇ. સ. ૧૯૩૧માં ગાંધી ઇરવીન કરાર થતાં, સત્યાગ્રહ મોકુફ રહેતાં, રામભાઈએ છ માસ ઘેલડા ગામે રચનાત્મક કામ કર્યું. તેમની જાણીતી નવલકથા ‘પચાસવર્ષ પછી’નું સર્જન ત્યાં થયું. જેની પ્રસ્તાવના રામનારાયણ વિશ્વનાથ પાઠકે લખી છે. નમક સત્યાગ્રહ વખતે અને સત્યાગ્રહ મોકુફી પાછી પત્રિકા' બહાર પાડવામાં આવતી હતી તેની જવાબદારી For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy