SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ જે બૃહદ્ ગુજરાત લોકહિતેષીઓએ અલ્પ સમયમાં, ઓછા ખર્ચમાં, નમૂનેદાર અને સંતોષકારક કર્યા હોવાના અસંખ્ય દાખલાઓ છે. સમાજજીવનના જટીલ પ્રશ્નોના ત્વરિત ઉકેલમાં કે કોમી એખલાસ જાળવવામાં આ મહાજનોની દરમ્યાનગીરી સફળ નીવડી છે. પ્રસંગોપાત પ્રજાના હિતમાં સદાય તત્પર રહેનારા મહાજન સંસ્થાના પ્રતિનિધિઓ જ સામર્થ્યવાન સાબિત થયા છે. પરિવર્તનશીલ સમાજના વ્યાવહારિક નિયમો પણ આ મહાજન સંસ્થાઓએ જ ઘડીને સૌને પળાવ્યા છે. શ્રેષ્ઠીઓ, દાનવીરો, ઉદ્યોગપતિઓ, લાયન્સ કે રોટરી પ્રવૃત્તિના પ્રણેતાઓ આ બધા જ મહાજન સંસ્થાના વિવિધ અંગો સમજવાના. વિભાગવાર એ સૌનો આ ગ્રંથમાં સુપેરે પરિચય કરાવ્યો છે. ચીનુભાઈ ચીમનલાલ કે કસ્તુરભાઈ લાલભાઈ જેવા મહાજનસંસ્થાના મહારથીઓને યાદ કરવા જ જોઈએ. દેશ વિદેશ ગુજરાતીઓ ગુજરાતનો સાગરકાંઠો ધનધાન્ય સંપન્ન રહ્યો છે. કિનારે વસનારા માત્ર સાહસિકો જ હોત તો સંસ્કૃતિની આ અમર સંપત્તિ ન ગણાત, પણ આ ભૂમિ પર વસનારા ઉદારચરિત, દીર્ઘદર્શી, પ્રેમશૌર્યના આશકો, કાંઈક કરી છૂટવાનો મનસુબો સેવતા નરબંકાઓ દૂર દૂરના દેશોની વર્ષો પહેલાં જોખમી સફરે ગયા, ત્યાં પોતાની ગુર્જર સંસ્કૃતિની ખાસીયતો અને રીતભાત સાથે લેતા ગયા અને વિરાટ વિશ્વ સાથે ચિરંતન સ્નેહગાંઠ બાંધી. | ભારતના વિવિધ પ્રાંતોમાં અને વિશ્વના પાંચેય ખંડોમાં વિવિધ દેશોની ભોમકા પર પોતાનાં તપ, ત્યાગ પુરુષાર્થ અને પરાક્રમના બેવડા બળથી આગળ આવી, સાહસની અપાર ક્ષમતા બતાવી, સમાજજીવનના વિકાસક્ષેત્રે કીર્તિસંપાદન કરેલા પ્રતિભાસંપન્ન સ્ત્રી-પુરુષોની ઉજ્જવળ ગાથા આપણી ભાવી પેઢીને માર્ગદર્શક બની રહેશે. | ગુજરાતીઓ જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં તેના વ્યવહારમાં અને વ્યવસાયમાં, વ્યાપાર અને સંસ્કારમાં, સ્વભાવની સૌમ્યતા કે સભ્યતામાં, તેના જીવનની દરેક ક્રિયાપ્રક્રિયામાં સાંસ્કૃતિક કૌશલ્યનાં દર્શન કરાવ્યાં છે. એની જીવનશૈલી એ જ ગુજરાતીતા છે, અમેરિકામાં વસતા સાડા સાત લાખ ગુજરાતીઓએ ગુજરાતની અસ્મિતાને ટકાવી રાખી છે. ડોલરીયા દેશમાં વસતા પ. પૂ. પ્રમુખસ્વામી મહારાજના શિષ્યોએ ભારતીય સંસ્કૃતિને જાળવી રાખી છે. લપસણી ભૂમિમાં પણ સત્સંગીઓ સદાચારી જીવન વ્યતિત કરે છે. ભારતભરમાં અને વિદેશમાં ઠેર ઠેર પથરાયેલા વ્યાપારી સૂઝબૂઝવાળા ગુજરાતીઓને ભાષાની કે અન્ય કોઈ વાડાબંધી ક્યારેય નડી નથી. બધે સ્થળે એ વિભાગના આદર્શ નાગરિકો તરીકે જીવે છે. શાણપણ અને કોઠાસૂઝ એ એમના જીવનમંત્રો બની ગયા છે. દક્ષિણભારતમાં મદ્રાસ, બેંગ્લોર અને હૈદ્રાબાદમાં ગુજરાતી સમાજોની વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ઘણો વિકાસ પામેલ છે. આ બધી પ્રવૃત્તિમાં ડૉ. કાંતિલાલ કામદાર, નવીનચંદ્ર દોમડિયા, કનકભાઈ બીલખિયા, ચંદ્રકાંત ટોળીયા, પરેશ મહેતા, લલિતભાઈ દોશી વગેરે સક્રિય સેવા આપી રહ્યા છે. આફ્રિકામાં વસતા આગેવાન ગુજરાતીઓની સિદ્ધિ-સમૃદ્ધિની કેટલીક માહિતી વિશ્વગુર્જરી સમાજના પ્રમુખ મંત્રીઓની સંયુક્ત લેખમાળામાં આ ગ્રંથમાં જ જોઈ શકશો. પરદેશમાં વસતા આગેવાન ગુજરાતીઓની રોમાંચક વિગતો તપાસી જવા માટે અમદાવાદથી પ્રા. જયંતભાઈ પંડ્યાએ અમને ‘નિરીક્ષક'ના ઘણા અંકો પ્રેમભાવથી મોકલ્યા હતા, પરંતુ મારી અસ્વસ્થ તબિયતમાં તેમાંથી કશું ન કરી શકાયું, તેનો પણ મનમાં એક વસવસો રહી ગયો છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy