SearchBrowseAboutContactDonate
Page Preview
Page 569
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિમા નિ નક્કી કર્યું ત્યારે પોતે સાધુ હોવાથી પુરસ્કારનો સ્વીકાર કરી શકશે નહિ તેમ જણાવેલું. 'અનંતકા', 'ધર્મચિંતન', 'નવલાંદર્શન' અને બીજા લેખો ઉપરાંત પ્રસંગોપાત્ સ્વામીદાદાએ વિવિધ વિષયોને સ્પર્શતી વિચારણા માર્મિક શૈલીમાં રજૂ કરી છે. 'ઇશુભાગવત'માં ઈશુના લીલામૃત અને કથામૃતનું સૌરાષ્ટ્રની તળપદી લોકબોલીમાં નિરૂપણ કર્યું છે. એવું જ બીજું પુસ્તક છે ‘ઇશુનું બલિદાન’ સ્વામીજીની દૃષ્ટિએ ‘ઇશુ’ વિશેનાં આ પુસ્તકો છે. કોઈ રૂઢ ચોકઠામાં બંધાયા વિના લેખનકાર્ય શરૂ કરનારા સ્વામીદાદાની શૈલી આગવી ભાત પાડનારી છે. સર્જન એમને ફર્યું છે. શબ્દના કીમિયાગર સ્વામીદાદા રૂઢિપ્રયોગો, કહેવતો અર્થપૂર્ણ શૈલીમાં પ્રયોજી જાણે છે. નાદા વર્ણનચિત્રો અને જીવંત વ્યક્તિચિત્રો તેમની વિશેષતા છે. ગુજરાતી ગદ્યના વિકાસમાં દક્ષિણ ગુજરાતની લોકબોલી અને બોલચાલની ભાષાના નવા પરિમાણને ઉપસાવવામાં તેમનો અમૂલ્ય ફાળો છે. શ્રી. મૂળશંકરભાઈ ભટ્ટે તેમના વિશે લખ્યું છે. ‘“સ્વામીએ લખવા ખાતર કે ગદ્યકળાને રમાડવા ખાતર તો કંઈ જ લખ્યું નથી. આરંતુ હિમાલય પરિવ્રાજક ને દેવતાત્મા હિમાલયના ઘાયલ ને સંતોના ચરણોના ખાસીને ધરતીનાં અનેક રત્નો જડી આવ્યાં છે. આ રત્નોની વાણીના પાત્રમાં તેમણે ભરપૂર તા ને ભક્તિભાવથી આરતી ઊતારી છે. તેમના ગઘમાં આ આરતીનું અત્યંત તેંજરવી વર્તુળ આપણને દેખાય છે. તેમાં ગતિ છે, આકાર છે, ચેતના છે, કળા છે.’’ અનાસક્ત અને વૈરાગી સ્વામીદાદા પોતાને સ્વભાવે ગૃહસ્થ અને અકસ્માતે સાધુ છે" એમ કહેતા. તો વળી “કુટુંબો વચ્ચે વીંટળાયેલા રહીને જીવવાનું” તેમને ગમતું હોવાથી કુટુંબોમાં કુટુંબીને નાતે રહેતા. પ્રકૃતિએ અત્યંત સંવેદનશીલ સ્વામીદાદાને સ્વજનોની ચિરવિદાય પછી ‘જિન્દગી વસમી' લાગતી હતી. તેની વૈદના વ્યકત કરતાં કહે છે, ''બિસ્તરા બાંધી, ટીકીટ કપાવી વરસોથી પ્લાટફોરમ પર બેસી રહ્યો છું પણ મારી ગાડી જ કમબખત આવતી નથી.” ૨૫ જાન્યુઆરી ૧૯૭૬ના રોજ તેમણે આ ફાની દુનિયામાંથી ચિરવિદાય લીધી. નૂતન શિક્ષણતા ભેખધારી નાનાભાઈ ભટ્ટ ગુજરાતના શિક્ષણ અને સંસ્કાર ઘડતરમાં મૂલ્યવાનપ્રદાન કરનાર રાષ્ટ્રીય કેળવણીની સંસ્થાઓ : દક્ષિણામૂર્તિ-ભાવનગર, ગ્રામદક્ષિણામૂર્તિ - આંબલા અને લોકભારતી - સણોસરાના Jain Education International > ૫૧૭ સ્થાપક, નિયામક અને માપોષક નાનાભાઈ ભટ્ટ ક્રાંતરિ ધરાવનાર અનોખા કેળવણીકાર હતા. પિતા કાલિદાસ છોટાલાલ ભરે આવસત્યં લીધેલું. માતા આદિબા. વતન ભાવનગર. બરવાળા મુકામે ૧૧ નવેમ્બર ૧૮૮૨ના રોજ જન્મ. ફઈને નામ પાડેલું નથુ ભટ્ટ, પછી નૃસિંહપ્રસાદ અને નાનાભાઈ. તેમની સવા વર્ષની ઉંમરે માતાનું મૃત્યુ થતાં દાદી ચંદુબાએ કાળભર્યા સ્નેહથી ઉછેરીને મોટા કર્યા. ધર્મપરાયણ, સ્વમાની અને અક્રિંચન વૃત્તિવાળા તેજસ્વી પૂર્વજો અને પચ્છેગામની પેડલીના બ્રાહ્મણોનો તેમના જીવન પર ઊંડો પ્રભાવ રહેલો. વારસામાં મળેલી અકિંચનવૃત્તિ કાળક્રમે દૃઢ થતી ગઈ. પ્રાથમિક, માધ્યમિક શિક્ષણ ભાવનગરમાં. કુટુંબની નબળી આર્થિક સ્થિતિને કારણે સખત મહેનત કરી મેટ્રિકમાં ઉચ્ચ નંબરે પાસ થઈ જાવસિંહજી સ્કોલરશીપ મેળવી. મુંબઈ એલ્ફિન્સ્ટન્ટ કોલેજમાંથી અંગ્રેજી અને સંસ્કૃત વિષયો સાથે બી.એ. થયા. ભાવનગર કોલેજમાં ફેલો નિમાયા. ઇ. સ. ૧૯૪૩માં મહુવાની હાઈસ્કૂલમાં આચાર્ય નિમાયા. ઇ. સ. ૧૯૦૪માં પટ્ટણી સાહેબ પાસેથી રૂ।. ૫૦૦ ઊછીના લઈને ઇતિહાસ અને અર્થશાસ્ત્રના વિષયો સાથે એમ. એ. થયા. શામળદાસ કોલેજ, ભાવનગરમાં આસિસ્ટન્ટ પ્રોફેસર નિમાયા, નાનપણમાં તોફાની, રમકમાં - ચિત્રોનો શોખ. વળી મંદિરમાં જઈને સાધુ સંતોની સેવા કરતા હતા. નાનપણમાં લગ્ન થયેલાં. પ્રથમ પત્ની શિવબાઈએ ચારિત્ર્યહીન મિત્રોનો સંગ છોડાવ્યો. પ્લેગની ટૂંકી બિમારીમાં શિવબાઈનું અકાળ અવસાન ધતાં ઊંડે આયાત અનુભવેલો, પાંચવર્ષના અલ્પ પરંતુ લાગણીસભર લગ્નજીવનની તેમના સમગ્ર જીવનપર અસર રહેલી. બીજી વારનાં પત્નીનું પણ અવસાન થતાં અજવાળીબેન સાથે લગ્ન થયાં. જેઓ નાનાભાઈનાં જીવનનાં બધાં જ પરિવર્તનો - પ્રયોગો વખતે તેમનાં સહધર્મચારિણી થઈને રહ્યાં. સાદાઈભર્યું જીવન જીવ્યાં. સંસ્કૃત-અંગ્રેજી સાહિત્ય વાંચનનો, નાટકો જોવાનો શોખ. મુંબઈના અભ્યાસકાળ દરમિયાન કરકસરથી રહેતા હતા. એ વખતે શેકસપિયરનાં ત્રણ નાટકો જોવા માટે ૩૦ રૂપિયા ખર્ચ્યા અને બે મહિના સુધી એક જ ટંક ભોજન લીધું. ઇ. સ. ૧૯૦૪માં તેમનાં જીવનને નવી દિશા મળેલી. બીલખાના આનંદાશ્રમમાં આચાર્ય શ્રીમન્નથુરામ શર્માનો પરિચય થયો. તેમની નિયમિતતા, ચીવટ, ચોક્સાઈ, સ્વક્તા, પ્રાચીન ધર્મગ્રંથોનું જ્ઞાન અને સાદી સરળ ભાષામાં ઉપદેશ આ બધાથી નાનાભાઈ પ્રભાવિત થયા. તેમને ગુરુ તરીકે સ્વીકારી દીક્ષા લઈને ઇ. સ. ૧૯૦૪ થી ૧૯૨૦ સોળ વર્ષ સુધી તેમના શિષ્ય રહ્યા. મહાર જશ્રીના સત્સંગ સાથે કેટલીક વદનીય વ્યક્તિઓનો પરિચય થયો, તેમાંના એક ભાવનગરના સ્ટેશન માસ્તર હરગોવિંદ પંડ્યા. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy