SearchBrowseAboutContactDonate
Page Preview
Page 567
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભા દર્શન અન્યાયના પ્રતિકારરૂપે પતિનું ઘર છોડી વતનના ગામે જઈને ધરખેતર સંભાળ્યાં. સ્વામી આનંદને અન્યાયનો પ્રતિકાર કરવાની શક્તિ માતા પાસેથી વારસામાં મળી. કે‘પિતાના પરિચયનું પાનું કોરું છે.’ એ વાક્યમાં જીવનના એક અંશના અભાવનું માર્મિક કથન છે. તો, પિતા પગે ચાલીને દીકરીની ચૂડીઓ મઢાવી લાવેલા તે આચરણ કથન દ્વારા પુત્રી પ્રત્યેના વાથ્યનો નિર્દેશ મળે છે. હિંમતલાલને દોઠ વરસની ઉંમરે તેમની માતાએ મુંબઈ રહેતાં વિધવા બહેનપણીને દત્તક આપેલા. એ માસીએ પુત્રવતું પ્રેમ આપ્યો. બાલ્યાવસ્થામાં માસીને ત્યાં ી મરાઠ શાળામાં પ્રાથમિક શિક્ષણ લીધું. મામા ઉદ્યોગપતિ મોરારજી ગોકુલદાસને ત્યાં નોકરી કરતા હતા. તેના કારણે ચીનાબાગ અને ત્યાંના પરિવારનો પરિચય ધો. ‘જાજરમાન ધનીમા' અને રૂપાળા ‘મોરું' ધોડાનું તેમને આકર્ષણ હતું. મુંબઈના મેળાઓ ખૂબ ગમતા. તેમના બ.ળપણનાં સંસ્મરણો ગિરગામ લત્તા સાથે જોડાયેલાં છે. ઈશ્વરદર્શનની પ્રતિભા ઝંખનાને કારણે દસ વર્ષની ઉંમરે ઘર છોડીને એક સાધુ સાથે ભાગ્યા. જાતજાતના સાધુઓની જમાતમાં ભટક્યા. એક વૃદ્ધ માણસે ‘નાગાબાવા' જેવા સાધુઓની સંગતમાંથી છોડાવી આ નિર્દોષ અને તેજસ્વી ‘નાના સાધુ’ને સાચે રસ્તે ચડાવ્યો. ત્રણ વર્ષના રઝળપાટ પછી. ઉત્તરકાશીમાં રામકૃષ્ણમિશનમાં જોડાયા. ‘સ્વામી આનંદ’ કહેવાયા. તેમનો અભ્યાસ અને ઘડતર ત્યાં થયાં. તેઓ પોતાને રામકૃષ્ણમતાનુયાયી સાધુ તરીકે ઓળખાવતા. તેમણે જીવનભર ર્મને જ આત્મસાધનાની શ્રેષ્ઠ નિસરણી માનીને દીનખિયાની સેવા કરી. સ્વામી આનંદે સાધુસમાજના બે સંસ્કારો પુરેપુરા ઝીલ્યા. એક 'વિદ્યા વેચાય નહિ અને બીજો તે સાધુ દો રોટી, એક લંગોટીનો જ હકદાર.” પોતે સાધુ તરીકે એ રીતે જ જીવ્યા. ‘મારા પિતરાઈઓમાં સાધુ આલમ મારી પિત્રણ દુનિયા' એમ કહીને પોતાની આગવી શૈલીમાં જાનઘડતરનો નિર્દેશ કરતાં કહ્યું છે : ‘‘મારી જિન્દગીના અધળપધળ ઘડતરમાં ભણતર અભ્યાસ તો સમજ આવ્યા પછી મેં આછા પાતળા કર્યા, પણ તેનો એંશી ટકા કાર્યો તો રૂડા કે હીણા મારા પિતરાઈ ભાઈઓનો જ પડ્યો છે, જેનું સ્મરણ માત્ર મને કૃતજ્ઞભાવે ગદ્ગદ્ કરી મૂકે છે.’ પ્રત્યક્ષ જીવનઘડતર એ જ તેમનું ભણતર. હિમાલયના નીર્ષસ્થાનોમાં ફરતાં કેટલીક ઊંચી ભૂમિકાના બ્રહ્મનિષ્ઠ સાધુઓના પરિચયમાં આવ્યા. તેમનો પ્રભાવ ઝીલ્યો. સ્વામી તપોવનજીને ‘‘બ્રહ્મનિષ્ઠામાં મેરુમણિ'' કહેતા. હિમાલયમાં કૈલાસયાત્રાએ ગયા તે સમયે બરફ ચડાઈમાં સહાયરુપ બનનાર 'કોક'નો હાજરાહજુર અનુભવ થયેલો તેમ નોંધ્યું છે. જેને ઈશ્વરકૃપાની આધ્યાત્મિક ઝાંખીનો અનુભવ જ ગણી શકાય. Jain Education International > ૫૧૫ સ્વામી આનંદ માતાને મળવા વતનમાં ગયેલા. માતાની ઉંમર ૮૦ થી પણ વધુ. તદ્દન પથારી વશ. સ્વામીજી ઘરમાં પ્રવેશ્યા કે તરત બોલી ઊઠયા મારો નાનો આવ્યો?" સ્વામીજીએ પૂછ્યું કે, ‘તને કેમ ખબર પડી?” ત્યારે માએ કહ્યું ચૌદ ચૌદ વર્ષથી આ માળા ફેરવું છે તે કોના રામની?' રામનું તો નામ. મારા દીકરા તે મારા રામ.'' આખરે તારી ધરતીનો છેડો માની પાની હેઠે જ છે.'' માતાના અંતિમ દિવસોમાં સ્વામીજી આઠ દિવસ તેમની સાથે રહ્યા. તેમણે લખ્યું છે કે, એ આઠે પ દિવસ મારી જીન્દગીના કીંમતી વારસારૂપ છે. માના તરફથી મને જે વારસો જવનમાં મળ્યો છે. તેનું ખરું દર્શન એ આઠ દિવસોમાં થયું અને હું ધન્ય થયો. “ સ્વામી આનંદને મન વ્યક્તિનાં જીવનમાં માતાનો મહિમા બહુ મોટો રહ્યો. બહાદુ૨ સત્યાગ્રહી અને નાસિક જેલમાં નીડરતાથી આકરી સજાઓ સહેનાર રતુભાઈ અદાણીના બાને મળવા ખાસ તરવડા - જિ. અમરેલી ગયેલા. તો ઓલિયા કવિ મકરંદભાઈ દવે - જેને તેમણે 'સાઈ' કહીને સંબોધ્યા, તેમનાં બાનાં દર્શન માટે ખાસ ગોંડલ ગયેલા. જીવનના વ્યવહારો અને માનવધર્મ અદા કરનારા ગૃહસ્થાશ્રમીઓને તેમણે 'સંતોના અનુજ' કહ્યા છે. લોકમાન્ય નિલક, ગાંધીજી, વામનદાદા, કિશોરલાલ મશરૂવાલા, નાનાભાઈ ભટ્ટ જેવા ગૃહસ્થાશ્રમીઓ તેમના ગુરુસ્થાને રહ્યા હતા. તેમણે કહેલું કે, ''મારી સાધુ બ્રાન્ડનું મને જિન્દગીભર અભિમાન પણ રહ્યું. પણ મારું ખરું હાડ તો ગૃહસ્થાશ્રમી ગુરુજનોએ જ બાંધ્યું.' ઇ. સ. ૧૯૧૫માં ૨૭ વર્ષની યુવાન વયે ગાંધીજીની પ્રથમ મુલાકાત થઈ. ગાંધીજીના સૂચનથી ભગવાં વસ્ત્રો ઉતારી સફેદ વસ્ત્રો ધારણ કર્યાં. ગાંધીજીના અંતેવાસી બન્યા. લોકહિતાર્થે સેવાર્થે જીવન સમર્પણ કર્યું. મુંબઈ, પૂના અને થોડું વળુંદરામાં રહ્યા. અમદાવાદમાં કોચરબ આશ્રમ સ્થાપ્યો ત્યારથી જ ત્યાં જઈને રહ્યા. ઇ. સ. ૧૯૧૯માં ગાંધીજીએ મુંબઈના ‘યંગ ઇન્ડિયા’ અને ‘નવજીવન' પત્રોનું તંત્રી પદ સ્વીકાર્યું ત્યારથી એના સંપાદનપ્રકાશન તેમજ વ્યવહારનું કામ પૂરેપૂરી ચીવટથી દસે’ક વર્ષ સુધી સ્વામી આનંદ સંભાળ્યું. 'નવજીવન' પત્રોનો પ્રચાર પ,૦ નકલો સુધી પહોંચાડ્યો. ઇ. સ. ૧૯૧૯માં રોલેટ એક્ટ સત્યાગ્રહ વખતે હિન્દ સ્વરાજ્યની ગેરકાયદેસર નકલો છાપવા તથા ફેલાવવાના કામમાં આગેવાની લીધી હતી. ઇ. સ. ૧૯૨૮માં બારડોલી સત્યાગ્રહ વખતે તેમને બે વર્ષની સજા થયેલી, થાણા જેલમાં રાખેલા, ત્યાં સાને ગુરુજીનો પરિચય થયો. સાને ગુરુજીના સૌજન્યથી પ્રભાવિત થઈ ‘ભાવના મૂર્તિ’ લેખ લખેલો. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy