SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૨ બૃહદ્ ગુજરાત ઉપર આ ગ્રંથમાં આપણી બહુમુખી પ્રતિભાઓના પરિચયો ગ્રંથસ્થ કરવાનો જે ઊર્મિસભર પ્રયાસ થયો છે તેમાં માનવની મંગલજીવનયાત્રા, ભાવધર્મની, ભવ્યતાની, તપધર્મની, દાનધર્મની, પ્રજ્ઞાની, ઉત્થાનની, પોતીકાપણાની, પ્રબળ પુરુષાર્થની એવી વિવિધ યાત્રાઓને કેન્દ્રમાં રાખીને પરિચયોને સ્થાન આપ્યું છે. મુખ્યત્વે તો સારપની મહિમાનો જ ઉપક્રમ રહ્યો છે. જીવનમાં સદ્વિચાર અને સદ્ગુણોનું જ મૂલ્ય છે એવા સંદર્ભે જ પરિચયો લખાયા છે. આ પરિચયોમાં જીવનને કૃતાર્થ કરવાના અનેક માર્ગોનું નિદર્શન થયું છે, જે જાણ્યા પછી આપણું જીવન લયબદ્ધ અને સૂરમયી બની રહે એ જ આ પ્રકાશનનો આશય છે. અહિંસા ધર્મનો મહાન ઉદ્યોત કરનારા ધર્મચક્રવર્તીઓની સુમધુર જીવનમાંડણીનું જેમ આ ગ્રંથમાં સુપેરે દર્શન કરાવ્યું તેમ ઉત્તમ કોટીના જીવાત્માઓના પરિચયો સોનાના રજકણોની માફક અગાઉના વિવિધ પ્રકાશનોમાં પૂર્વે જે કાંઈ પ્રગટ થયું તેનો સારભાગ પણ અત્રે ક્યાંક - ક્યાંક ઉપલબ્ધ છે. જિજ્ઞાસુઓને આ ગ્રંથ પ્રકાશન નવાં જ દ્વાર ખોલી આપે છે. પત્રકારો વિશેની કેટલીક વિગતો મુંબઈના આગેવાન નટવરલાલ એસ. શાહ તથા નરેન્દ્ર પટેલની લેખમાળામાં જોઈ શકાશે. જૂનાગઢની આરઝી હૂકૂમતના સેનાનાયક અને પીઢ પત્રકાર શામળદાસ ગાંધીનું તથા અમૃતલાલ શેઠનું ઘણું મોટું પ્રદાન નોધાયું છે. ગુજરાતના વર્તમાન જીવનમાં પણ સ્વ. શ્રી વાસુદેવ મહેતા, સ્વ. શ્રી હસમુખ સાંઘાણી, સ્વ. શ્રી નરભેરામ સદાવ્રતી, વિષ્ણુભાઈ પંડ્યા, હરિભાઈ દેસાઈ, દેવેન્દ્ર પટેલ, નગીનદાસ સંઘવી, દિગંત ઓઝા, તુષાર ભટ્ટ, ભૂપત વડોદરિયા, હસમુખ રાવળ, કિરીટ ગણાત્રા, યશવંત શાહ, જયંતિ દવે, દિનેશ રાજા, કાન્તિભટ્ટ, રાજેન્દ્ર દવે, ચંદ્રકાંત મહેતા, ઉમાકાન્ત જોશી વગેરે કટાર લેખકો અને પત્રકારોએ ગુજરાતના વિકાસ માટે હંમેશાં જાગૃતિ બતાવી છે. જંબુસરના પ્રાધ્યાપક બિપિનચંદ્ર ત્રિવેદી દ્વારા રજૂ થયેલી ગુર્જરધરાના દીવડાઓ આ પરિચય શ્રેણીમાં પણ પ્રથમ હરોળના ઘણાં ગૌરવશાળી રત્નોની આપણને ઓળખ થશે. સ્વબળે ઉભરેલા ગૌરવવંતા ગુજરાતીઓ વિષે નરેન્દ્ર પટેલે પણ સુંદર બયાન આપ્યું છે. આ ગ્રંથરત્ન ગુજરાતી પ્રજા માટે કલાની વિશિષ્ટ કૃતિ સમો બની રહેશે. ગુજરાતના શિક્ષણકારો, કેળવણીકારો જે જમાનામાં બાલશિક્ષણ અંગે ભારતમાં કોઈને પણ કલ્પના નહોતી ત્યારે બાળકોની ‘મૂછાળી મા’ તરીકે પ્રખ્યાત થયેલા ગિજુભાઈએ દક્ષિણામૂર્તિ જેવી આદર્શ સંસ્થા ચલાવીને શિક્ષણમાં ક્રાંતિકારી નૂતન આદર્શ સિદ્ધ કર્યો. ગિજુભાઈની શિક્ષણજ્યોતને મોંઘીબેન અને ગિજુભાઈના પુત્ર નરેન્દ્રભાઈએ જીવનપર્યંત ઝળહળતી રાખી. નાનાભાઈ ભટ્ટે આ જ્યોતને આત્મતેજથી પહેલાં ભાવનગર અને પછી આંબલા, સણોસરામાં વધુ સબળ રીતે પ્રજ્વલિત કરી. પાછળથી મનુભાઈ પંચોળી અને મૂળશંકર ભટ્ટે વધુ સુંદર સિદ્ધિઓ મેળવી. હ૨ભાઈ ત્રિવેદી પણ બાળમાનસના નિષ્ણાત પ્રેરણામૂર્તિ ગણાયા. કોલેજ કેળવણી દ્વારા પણ ગુજરાતે કાઠું કાઢ્યું. ગુજરાત કોલેજ અનેક પ્રતિભાઓનું પારણું બની રહી. ગાંધીજી શામળદાસ કોલેજ, (ભાવનગર)માં ભણ્યા પછી બેરિસ્ટર થવા ગયા. હરિલાલ કણિયા સુપ્રીમ કોર્ટના પહેલા ચીફ જસ્ટીસ થયા. મણિલાલ નભુભાઈ, નાનાભાઈ ભટ્ટ, ટી. કે. શહાણી જેવા અહીંના પ્રાધ્યાપકોએ અનેક તેજસ્વી વિદ્યાર્થી પેઢી તૈયાર કરી. તદ્મસિંહ પરમાર હજારો વિદ્યાર્થીઓના ગુરુજી, દાદાજી બની આદર્શ અધ્યાપક થયા. ગંભીરસિંહ ગોહિલે ‘ગાંધીભવન’ આર્ટગેલેરી અપાવવા સાથે કોલેજને વિકાસના પંથે વાળી. ઉપરાંત ગુજરાત સ્ટેટ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy