SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભા દર્શન છે પ૧ લોકકલા-લોકવાર્તાઓમાં પણ મેરૂભાઈ ગઢવી, પીંગળશીભાઈ ગઢવી, પદ્મભૂષણ સન્માન મેળવનાર કાનજી ભુટા બારોટ, રેડિયો કે ટી. વી. પર લોકકથાની જમાવટ કરનાર જૂનાગઢના કેશુભાઈ બારોટ, સંસ્કારવાહક કથાકાર અમરદાસ ખારાવાલા, દીવાળીબેન ભીલ જેવા અસંખ્ય કલાકારોએ ગુજરાતની સંસ્કારયાત્રાના પથ પર પોતાની વિશિષ્ટ કલાનું ઓજસ પાથર્યું છે. નાટ્યવિદોમાં પણ જયશંકર સુંદરી, બાપુલાલ નાયક, જશવંત ઠાકર વગેરેનું પ્રદાન ઠીક રીતે જોવા મળે છે. આપણા સાંસ્કૃતિક ઇતિહાસમાં પણ મૂળશંકર મૂલાણી, કવિ ત્રાપજકર, કવિ પાગલ જેવા નાટક લેખકોનો ફાળો પણ વિશિષ્ટ હતો. રંગભૂમિના આજીવન ઉપાસક પ્રાગજી ડોસાનું નામ પણ ખ્યાત બન્યું છે. શિલ્પ સ્થાપત્યકળામાં હરિભાઈ ગૌદાની, ફિલ્મ ઉદ્યોગમાં વિજયભટ્ટ, દીના પાઠક, આશા પારેખ જેવાં અભિનેત્રી ગુજરાતનાં નામને સુપ્રતિષ્ઠિત કરી રહ્યાં છે. ફિલ્મ જગતને ૪૦૦ જેટલી પટકથાઓ આપનાર મોહનલાલ દવે સારી ખ્યાતિ પામ્યા છે. વિવિધકલાઓ અને કલાકારોને બહાર લાવવામાં કલામર્મજ્ઞ જોરાવરસિંહ જાદવનું અભિયાન દાદ માંગી લે તેવું છે. રંગરેખાના કલાવિદો: લલિતકળાઓ પરત્વેની મમતા અને પ્રેમ સંસ્કૃતિના ઉગમકાળથી અત્રે જોવા મળે છે. ચિત્રકળામાં આપણને ખરેખર તો સંસ્કૃતિનાં જ દર્શન થાય છે. એક પ્રાચીનકાળથી આપણે ત્યાં સાહિત્ય, સંગીત, લોકકળા અને લોકસંસ્કૃતિના વિકાસમાં વિવિધ ચિત્રશૈલીઓ અસ્તિત્વમાં આવી હતી. દા.ત. ભીંતચિત્રોની પરંપરામાં કમાંગરી શૈલી, શિલાવત શૈલી, લોકશૈલી વગેરે. વિવિધ ચિત્રાંકનોમાં વિવિધ પ્રકારના હેતુ પણ નજરે પડે છે. ક્યાંક ઘર, હવેલી કે મહેલના સુશોભન માટે, ક્યાંક કીર્તિકામના કે વિજયની પ્રશંસા માટે, ક્યાંક યાત્રિકોના કલ્યાણ માટે, ક્યાંક ધર્મપ્રસાર માટે, ક્યાંક ઇતિહાસ કથા કે સામાજિક પ્રસંગની યાદી માટે, ક્યાંક મનોરંજન અને નિજાનંદ માટે, ક્યાંક માંગલિક પ્રસંગોમાં હર્ષની લાગણીની અભિવ્યક્તિ માટે આ બધા ચિત્રાંકનો જોવા મળે છે. કલાગુરુ રવિશંકર રાવળ, રસિકલાલ પરીખ, સોમાલાલ શાહ જેવા ખ્યાતનામ કલાકારોનું આ ક્ષેત્રે મોટું પ્રદાન રહેલું છે. ચિત્રકારો પણ કાળના બદલાતા પ્રવાહો સાથે અવનવા સ્વરૂપોનું દર્શન કરાવી રહ્યા છે. પશુપંખીઓનાં ચિત્રો, અવનવા શુભ પ્રતીકો, નર્તકોનાં રેખાંકનો, શિલા અને સ્થાપત્યનાં રેખાંકનો, લોકજીવનનાં ગ્રામીણ પાત્રો, પૌરાણિક કથાનકો, વગેરે ચિત્રોમાં રોજરોજ અવનવી પદ્ધતિ જોવા મળે છે. ભાવનગર જિલ્લાના ખોડીદાસ પરમારનાં લોકશૈલીનાં ચિત્રો ગુજરાતભરમાં ખૂબ જ આદર પામ્યાં છે. તેવીજ રીતે સંતોકબા દુધાતનું નામ પણ આંતરરાષ્ટ્રિયક્ષેત્રે પ્રખ્યાત છે. ભાવનગરના વીરેન્દ્ર પંડ્યા, વિનાયક પંડ્યા, ચંદુલાલ પંડ્યા અને અશ્વિનભાઈ ભટ્ટનું પણ આ ક્ષેત્રમાં સારું એવું પ્રદાન છે. કુમાર મંગલસિંહજીનાં ચિત્રો પણ એટલાં જ પ્રભાવક હતાં. ભારતીય કલા સંસ્કૃતિને જીવંત રાખવા વિવેચન દ્વારા નમ્ર પ્રયાસ કરનાર શ્રી ગજેન્દ્રભાઈ શાહ સાથે છેક હમણાનો પ્રથમ જ પરિચય, પણ તેમણે આ ગ્રંથમાં જ અંતરના કોડિયે સ્નેહજ્યોત પ્રગટાવી પંચાવન જેટલા ચિત્ર પરિચય કરાવી ઘણો મોટો ઉપકાર કર્યો છે. તેમની જીવનશૈલીમાંથી પણ પ્રેરણા લેવા જેવી છે. ખ્યાતનામ છબીકારોમાં પણ કિશોર પારેખ, જગન મહેતા, જ્યોતિભટ્ટ વગેરેનું પ્રદાન પ્રશસ્ય રહ્યું છે. વિવિધ પાસાઓનું તત્ત્વાન્વેષણ જે તે ક્ષેત્રના આગેવાન તજજ્ઞો અને સાક્ષરોના સહયોગથી કલમને ટાંકણે સ્નેહ, શ્રેય અને શબ્દોના ફલક Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy