SearchBrowseAboutContactDonate
Page Preview
Page 559
Loading...
Download File
Download File
Page Text
________________ જે ૫૦૦ પ્રતિભા દર્શન મુલાયમતાથી એ સહન કરીને સહૃદયતા જ પ્રગટ કરી. ઇ. સ. ૧૯૭૨ થી જીવલેણ માંદગીમાં સપડાયા પરંતુ સારવાર માટે મુંબઈ કે પરદેશ જવાનો ઇન્કાર કર્યો. ગુજરાતમાં ઉપલબ્ધ હોય તે જ સારવાર લેવાનો નિર્ણય કરેલો. ત્યારપછી રાજકારણની બાહ્ય પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ લીધી. પરંતુ રચનાત્મક પ્રવૃત્તિમાં માર્ગદર્શન આપતા રહ્યા. ગાંધી વિચારધારામાં અડગ શ્રદ્ધા ધરાવનાર વજુભાઈ આજીવન ગાંધીચીંધ્યા માર્ગે પ્રવૃત્ત રહ્યા, પ્રત્યક્ષ-પરોક્ષ રીતે જંગમ વિદ્યાપીઠ બનીને કાર્યકર્તાઓને માર્ગદર્શન આપતા રહ્યા. સ્વાતંત્ર્ય સેનાનીનું પેન્શન કે તામ્રપત્ર વિચારપૂર્વક માગેલાં નહિ. ‘એક સત્યાગ્રહીની ઝંખના' પ્રાર્થનામાં તેમણે આગવી શૈલીમાં પોતાની ભાવપ્રાર્થના શબ્દબદ્ધ કરી છે. ‘‘સત્ય અને કર્તવ્યને રસ્તે દૃઢતાપૂર્વક ચાલી શકું, પ્રલોભન કે રાગદ્વેષથી આડો-અવળો ખેંચાઈ ન જાઉં. એટલી જાગૃતિ અને આત્મબળ આપી રહેજો.” શ્રી મૂળશંકરભાઈ ભટ્ટે તેમને અંજલિ આપતાં કહેલું કે, તેમના જીવનમાં આધ્યાત્મિક નિષ્ઠા ઉત્તરોત્તર ગાઢ બનતી જતી દેખાતી હતી.” અંતિમ દિવસોમાં આંતરિક જીવનસાધનાથી તેમનું જીવન પ્રાર્થનામય બનતું જતું હતું. અંતિમ ઘડીના તેમના ઉદ્દગારો હતા : “પરમ આનંદ મંગલ ઘડી છે. બધું મને મંગલમય દેખાય છે. મંગલનો અનુભવ કરી રહ્યો છું. પરમ શાંતિ, નીરવ શાંતિ. બધું મંગલમય દેખાય છે.” તા. ૯-૧-૮૩ના રોજ, આજીવન ખુમારી સાથે મંગલના સાધક વજુભાઈએ ચિરવિદાય લીધી, રાષ્ટ્રકાજે સમર્પિત જીવત : રતુભાઈ અદાણી ઈશ્વરે જયાં સુધી આયુષ્ય આપ્યું છે ત્યાં સુધી પળેપળનો નિસ્વાર્થભાવે, અનાસક્ત રહીને લોકસંગ્રહાર્થે ઉપયોગ કરવો જોઈએ.” જીવન પ્રત્યેના આ અભિગમ સાથે શ્રી રતુભાઈ જીવનભર બહુવિધક્ષેત્રે પ્રવૃત્ત રહ્યા. પિતા મૂળશંકરભાઈ ડાહ્યાભાઈ અદાણી અને માતા જડાવબહેનને ઘેર ૧૩મી એપ્રિલ ૧૯૧૪માં ભાણવડ મુકામે રતુભાઈનો જન્મ. ઘરમાં જૈન ધર્મનું વાતાવરણ, તેથી જૈન સંસ્કારો પ્રાપ્ત થયા. ભાણવડમાં તલાટી મૂળશંકરભાઈએ સ્વમાનના પ્રશ્ન રાજયની નોકરી છોડી. મહારાષ્ટ્રમાં પિતરાઈ ભાઈને ત્યાં મુનિમ તરીકે રહ્યા. રતુભાઈનું પ્રાથમિક શિક્ષણ મહારાષ્ટ્રના જુદા જુદા સ્થળે થયું. ત્યાંના વસવાટના કારણે મરાઠી ભાષા પર પ્રભુત્વ મેળવ્યું. મુંબઈમાં મામાને ત્યાં અભ્યાસ કરતા હતા એ વખતે અસહકારનું આંદોલન આરંભાઈ ચૂકેલું હતું. ગાંધીજીના પ્રભાવ નીચે ‘ચા પીવાની છોડી’ અને ‘ફટાકડા ન ફોડવાનો સંકલ્પ કર્યો. ચોથા ધોરણમાં હતા ત્યારથી જ ખાદી ધારણ કરી. કિશોરવયે લીલિયામાં જૈનમુનિ પ્રાણલાલ મહારાજના પ્રભાવ નીચે દીક્ષા લેવાની ઇચ્છા થયેલી. માતપિતાની અનુમતિ ન મળતાં જૈનદીક્ષાની વાત ત્યાં અટકી. પણ તેમને માટે ગાંધીજીની સેવાધર્મની દીક્ષા નિર્માણ થયેલી હતી. લીલિયામાં સાત ધોરણનો અભ્યાસ પૂરો કરીને આઠમા ધોરણમાં અમરેલી હાઈસ્કૂલમાં દાખલ થયા. ત્યાં ‘સમર્થ વ્યાયામ મંદિરના સંચાલક ભગવાનજીભાઈ પાસેથી વ્યાયામની તાલીમ સાથે રાષ્ટ્રિયભાવનાના પાઠ મળ્યા. “સૌરાષ્ટ્ર' સાપ્તાહિકનાં લખાણો વાંચી રાષ્ટ્રભાવના દેઢ થઈ. દહી એપ્રિલ ૧૯૩૦ના ઐતિહાસિક નમક સત્યાગ્રહ વખતે ૧૬ વર્ષ પૂરા થવામાં ૮ દિવસ બાકી હોવાથી પ્રથમ ટુકડીમાં સત્યાગ્રહ માટે જઈ શક્યા નહિ, પરંતુ સૈનિક તરીકે ધોલેરા છાવણીમાં જોડાઈ ગયા. ૧૩મી એપ્રિલે ૧૬ વર્ષ પૂરા થતાં બળવંતભાઈ મહેતાની આગેવાની નીચે સામૂહિક સત્યાગ્રહમાં ભાગ લીધો, મીઠું ઉપાડ્યું, મીંગળપુર, બરવાળા, રાણપુર વગેરે સ્થળોએ ક્યાંક અવાવરુ મઢીમાં, ક્યાંક સ્મશાન છાપરીમાં મુકામ રાખીને સત્યાગ્રહના વિવિધ કાર્યક્રમો આપતા અને ‘આઝાદરોટી’ ના નામે ભિક્ષા માગી ભોજન કરતા. તેમને સૌ “ગાંધીના માણસ' તરીકે ઓળખતા. બરવાળાના સામૂહિક સત્યાગ્રહ વખતે રતુભાઈ, મનુભાઈ પંચોળી, જયમલ્લભાઈ પરમાર વગેરેને ગિરફતાર કરી એક સપ્તાહ ધંધુકાની કાચી જેલમાં રાખેલ. ત્યાં તેમની અભ્યાસ-ગોષ્ઠીઓ ચાલતી હતી. ગાંધી-ઇરવિન કરાર જાહેર થતાં લડત મોકુફ રહી તે સમય દરમિયાન “ “સૈનિક સંઘ'ની સ્થાપના દ્વારા ભાલનાં ગામડાંઓમાં લોકજાગૃતિ અને શિક્ષણની પ્રવૃત્તિ તથા વિદેશી કાપડના બહિષ્કારની ઝુંબેશ શરૂ કરી. અંગ્રેજ સરકારે ગાંધી-ઇરવિન કરાર ભંગ કરીને લડાઈ કચડી નાંખવા કાળો કેર વર્તાવ્યો. સત્યાગ્રહ છાવણીઓ જપ્ત કરી. ધોલેરા છાવણી પર કૂચ લઈ જતા રતુભાઈને સખત મારને કારણે માથામાંથી લોહીની ધાર થઈ. તેમને લોહીલુહાણ હાલતમાં ગિરફતાર કરીને પોલિસ ધોલેરાની હોસ્પિટલમાં લઈ ગઈ. માથામાં ૧૪ ટાંકા આવેલા. ધંધુકા કોર્ટમાં કેસ ચાલ્યો. રતુભાઈ સહિત આઠ સત્યાગ્રહીઓને જેલમાં અને ત્યારબાદ ચાર-ચારમાસની સખત કેદની સજા સાથે પહેલાં સાબરમતી જેલમાં અને ત્યારબાદ નાસિક જેલમાં રાખવામાં આવ્યા. કેદીઓને પગ પર હાથ રાખી નીચી મૂંડીએ બેસવાના સ્વમાનભંગ જેવા જેલના નિયમનો સત્યાગ્રહીઓએ વિરોધ કર્યો. જેલમાં સત્યાગ્રહ આરંભ્યો. રતુભાઈને રીંગ-લીડર ગણીને જેલરે ગુણપાટ, આડાબેડી, ઠંડાબેડી આમ એક પછી એક ત્રાસદાયી સજા Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy