SearchBrowseAboutContactDonate
Page Preview
Page 533
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભા દર્શન જે ૪૮૧ બૃહદ્ ગુન્શલના વિવેચકો –પ્રા. ડો. માલતીબહેન નાયક સાહિત્યિક પત્રકારત્વના ભેખધારી વિજયરાય વૈદ્ય ગુજરાતી વિવેચનને રસલક્ષ્મી અને કૌતુકરાગી વળાંક આપ્યો. બાલાવબોધી વિવેચનને સ્થાને કેમ અને કેવા કેવા ઉન્મેષો પ્રગટાવી શકાય તેના ઉત્તમ નમૂનાઓ આપનાર તેમનાં વિવેચનો અ૩ઢ શૈલીનાં છે. વિશ્વનાથ ભટ્ટ એટલે તત્ત્વાન્વેષી, વિદ્વાન અને નીડર વિવેચક, નિર્ભિક્તા અને સાહિત્યનિષ્ઠા. તીવ્ર નિરીક્ષણ અને તલાવગાહનને કારણે પ્રખર અભ્યાસીની મુદ્રા ઉપસાવનાર તેઓ કૃતિનિષ્ઠ વિવેચક હતા. એ જ રીતે કૃતિનિષ્ઠ વિવેચનો આપનાર મનસુખલાલ ઝવેરી સ્પષ્ટ વક્તા અને પૂરેપૂરા નિર્ભિક વિવેચક હતા. અંગત રાગદ્વેપ તથા ગમા-અણગમાથી પર જે તે કૃતિનું તટસ્થ વિવેચન કરનાર અનંતરાયે વિવેચકમાં હોવા જરુરી સહદયતા, સૌંદર્યદૃષ્ટિ, વિદ્વત્તા અને સત્યનિષ્ઠા એ ચાર ગુણોમાંથી સહદયતાને વિશેષ પ્રાધાન્ય આપ્યું. છતાં તેમની વિવેચના માત્ર ગુણદર્શી નથી બની. ઈશ્વરલાલ દવે એટલે વિદ્વત્તા અને રસિકતાનો સંવાદ. તેમની વિવેચનામાં બહુશ્રુતતા, સૂક્ષ્મ દૃષ્ટિ, પૃથ્થકરણ શક્તિ, સંયોજન કૌશલ્ય અને સચોટ અભિવ્યક્તિના ગુણો છે. પ્રખર કેળવણીકાર યશવંતભાઈ જે તે વિવેચ્યકૃતિના બૃહદ પરિપ્રેક્ષ્યમાં વાત કરે છે. તેમના લેખોમાં તટસ્થપૂર્ણ સત્યશોધનનો અભિગમ છે. ગુજરાતી વિવેચન સાહિત્યમાં આદરપૂર્વકનું સ્થાન ધરાવનાર ધીરુભાઈ ઠાકર પ્રાસાદિક ગદ્યમાં તટસ્થતા, વિશદતા, સમભાવ અને સમુદાર રુચિથી વિવેચન કરે છે. તો સમતોલ, ગંભીર અને વિવેકપૂર્ણ વિવેચના આપનાર જયંત પાઠકની વિવેચનામાં અધ્યાપકીય સજ્જનતા અને સર્જકીય સ્વસ્થતાનો સુંદર સુમેળ છે. નટવરલાલ પંડ્યા (ઉશનસ)ના વિવેચનની વિશેષતા છે તટસ્થ મૂલ્યાંકન, તેજસ્વી સહૃદયતા, સાંગોપાંગ અભ્યાસ અને પ્રાસાદિક ગદ્ય શૈલી. ગોવર્ધનરામ વિશે લખવું અને બોલવું ગમે એવા રમણલાલ જોશીના પાશ્ચાત્ય કાવ્યતત્ત્વ વિચારકો વિષયક સિદ્ધાંતલેખો અને કોઈ એક ચોક્કસ અભિગમથી થતી કૃતિની આલોચનામાં તુલનાત્મક દૃષ્ટિકોણ છે. કવિતા, વાર્તા, નવલકથા, નાટક, નિબંધ, ચરિત્ર વગેરે વિષયના ગ્રંથોની તેમ જ એ જ વિષયની સ્વરુપ વિષયક વિચારણા આપનાર જયંત કોઠારીના વિવેચનમાં તર્કનિષ્ઠા, તથ્યની માવજત, વિગતોની ઝીણવટ, અને પૃથ્થકરણાત્મક પદ્ધતિ છે. તેમને સંક્રમણની સમસ્યા કદી નડી નથી. ગુજરાતમાં સૈદ્ધાંતિક અને કૃતિલક્ષી વિવેચનમાં ઊંડો રસ લેનાર પ્રમોદકુમાર પટેલનું મુખ્ય ચર્ચાક્ષેત્ર રહ્યું છે. આજની પેઢીના જાગૃત વિવેચકે ચંદ્રકાન્ત શેઠમાં તટસ્થ મૂલ્યાંકન કરવાની દૃષ્ટિ છે. તેમના વિવેચનમાં તેમના વ્યક્તિત્વની શીલગત સચ્ચાઈ નવું પરિમાણ ઊમેરે છે. સુમન શાહને વિદ્યાર્થીકાળથી જ પશ્ચિમના સર્જનાત્મક તેમ જ વિવેચનાત્મક સાહિત્યપ્રવાહોમાં ઊંડી દિલચસ્પી અને નિસ્બત રહી છે. આધુનિક તથા સાહિત્યને તીવ્ર સંવેદન સાથે ગ્રહીને એને અર્થવત્તાને પ્રગટાવવામાં પ્રત્યક્ષ વિવેચનના અનેક મૂલ્યવાન ગ્રંથોમાં વિવેચકની સજ્જનતાની પ્રતીતિ થાય છે. અન્ય વિવેચકોમાં અભ્યાસપરાયણતા અને વિદ્વત્તાની પ્રતીતિ કરાવનાર ચંદ્રકાંત ટોપીવાળા, તુલનાત્મક સૌદર્યમીમાંસાના મૂળભૂત વિભાવોની સઘન, સંક્ષિપ્ત અને વિવરણાત્મક શૈલીમાં વિચારણા આપનાર સિતાંશુ યશશ્ચન્દ્ર નોંધપાત્ર છે. સુભાષ દવે, લવકુમાર દેસાઈ, લાભશંકર પુરોહિત, નરેશ વેદ, નીતિન વડગામા, રાધેશ્યામ શર્મા, દક્ષા વ્યાસ, ધીરુ પરીખ વગેરે કાર્યરત વિવેચકો છે. આ લેખમાળાના લેખક પ્રા. ડૉ. માલતીબહેન ચંદુલાલનો જન્મ પાંચમી માર્ચ, ૧૯૪૭ના રોજ વીસનગર ખાતે. વતન વડનગર, પરંતુ તેમના વડવાઓ છ પેઢીથી ભાવનગર આવી વસેલા. શ્રી માલતીબહેનના દાદા ડાહ્યાલાલ નાયક તથા વડદાદા શિવરામ નાયક અને એમના વડવાઓ પોતપોતાની કવિત્વશક્તિથી અને ઊંડા સંગીતજ્ઞાનથી ભાવનગરના રાજવીઓના દરબારને શોભાવતા. પિતાશ્રી ચંદુલાલભાઈ તથા માતુશ્રી રૂકમણીબેન દ્વારા કુટુંબના વારસારૂપે સાહિત્ય બુ. પ્ર. ૬૧ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy