SearchBrowseAboutContactDonate
Page Preview
Page 531
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભા દર્શન બીજીબાજુ મહારાજ ભાવસિંહજીને કોલેજજીવનથી સંગીત દ્વારા નીતિનો પ્રચાર કરવાની પૂર્ણ ધગશ હતી. તેમને જાણ થઈ કે ડાહ્યાલાલે નોટેશન પદ્ધતિ ઉપજાવી છે અને એક ગ્રંથ લખવા માંડ્યો છે. આથી તેઓ પ્રસન્ન થયા અને ગ્રંથના રચનાકાર્યમાં સહાય અને સગવડ આપવા બાવાના મઠના મકાનને બદલે પેડોક બંગલો અને પછી ઇન્ફન્ટ્રી કમાંડવાળો બંગલો રહેવા માટે આપ્યો અને ગ્રંથની રચના કેટલી આગળ વધી છે તેની જાતે દેખરેખ રાખતા. પંદર વર્ષ સુધી અનેક રાત્રીઓ ત્રણ ત્રણ ચાર ચાર વાગ્યા સુધી લખ્યું. આ ગ્રંથ એટલે ‘સંગીત કલાધર’ મહારાજા ભાવસિંહજીએ દરબારી છાપખાનામાં ઇ.સ. ૧૯૦૧માં તે છપાવી આપ્યો. ઇ.સ. ૧૯૩૮માં તેની બીજી આવૃત્તિ થઈ. આજે એ ગ્રંથ અપ્રાપ્ય છે. ગુજરાતી ભાષામાં સંગીત પર લખાયેલા ગ્રંથોમાં તે અનન્ય છે. પંદર પંદર વરસના સતત પરિશ્રમ, ઉજાગરા અને ચિંતનની તેમના મગજ પર અસર થઈ. તેઓ અસંબદ્ધ બોલવા લાગ્યા. મહારાજા ભાવસિંહજીએ જાત દેખરેખ નીચે વૈદો વગેરેની મદદ પહોંચાડતાં તેમની તબિયત સુધરી અને મહારાજાની આજ્ઞા થતા કુંવરીસાહેબને સંગીતજ્ઞાન અને સિતાર શીખવવાનું કાર્ય તત્પરતાથી અને ચીવટથી કર્યું. યુવરાજ કૃષ્ણકુમારસિંહજીનાં લગ્ન અને રાજ્યારોહણ પ્રસંગે પંડિત વિષ્ણુ દિગંબર ભાતખંડેને નિમંત્રણ આપવા ગયેલા દલસુખરામભાઈ અને વાસુદેવભાઈને ભાતખંડેએ કહેલું કે ‘‘તમારા રાજ્યમાં પંડિત ડાહ્યાલાલ જેવા વિદ્વાન છે તો પછી મને શા માટે બોલવવા આવો છો ?'' આમ ભાતખંડેએ ડાહ્યાલાલના સંગીતશાસ્ત્રના પ્રકાંડ જ્ઞાનનો કરેલો સમાદર તેમની સંગીત પરની પકડ અને વિદ્વત્તાની દ્યોતક છે. તેમણે ‘સંગીત કલાધર' ઉપરાંત સંગીતનાં મૂળતત્ત્વો, મ્યુઝિક મેન્યુઅલ, સાહિત્યકાસાર (કાવ્યપુસ્તક), સંગીત બાળપોથી, સંગીત શિક્ષક, વર્તમાન મહાભારતની શ્રેણીમાં બેલ્જીયમાખ્યાન, દુર્ગાખ્યાન અને હિન્દી વિક્રમાખ્યાન, પ્રભાશંકરની પ્રશસ્તિ દર્શાવતી પ્રભાકર પચ્ચીસી, કવિ કાન્ત સાથે સલીમશાહ, દુ:ખી સંસાર અને જાલીમ ટુલિયા એ નાટકો અને બે અપ્રસિદ્ધ કૃતિઓ ધીરવિજય નાટક અને ગંગાવતરણ કૃતિઓ રચી છે. મહારાજા ભાવસિંહજી પ્રત્યેની વફાદારી અને સ્નેહને કારણે તેમના સ્વર્ગવાસ પછી એમને જીવન પર મોહ ન રહ્યો. Jain Education International > ૪૯ તમામ પ્રવૃત્તિઓ શાંત પડી ગઈ. મહારાજાશ્રીનાં વિયોગચિહ્ન તરીકે પંચકેશ ધારણ કર્યાં. વાદ્યો અને પુસ્તકો પર પાંચ પાંચ વર્ષોનો કાટ અને ધૂળ ચડ્યાં. હૃદયના તારો તૂટી ગયા અને તા. ૬-૧૧-૧૯૨૪ના રોજ ભાવનગ૨માં સ્થૂળ દેહ ત્યજી મહારાજાશ્રીના દિવ્ય આત્માની સેવા કરવા સ્વર્ગે સંચર્યા. વાસુદેવભાઈ ભોજક વાસુદેવભાઈનો જન્મ ભાવનગરના રાજ્યગાયક દલસુખરામ ઠાકોરને ત્યાં તા. ૧૮-૪-૧૯૦૪ અક્ષયતૃતિયાના રોજ વીજાપુર તાલુકાના સોખડા ગામે થયો હતો. ભાવનગરમાં મેટ્રિક સુધીનો અભ્યાસ કર્યો. પિતાશ્રી દલસુખરામભાઈ તથા ગવૈયા હમીરખાં પાસેથી સંગીત શિક્ષણ પ્રાપ્ત કર્યું. પિતાશ્રી સાથે ગાયક તરીકે ઇ.સ. ૧૯૨૭થી સૌરાષ્ટ્ર રાજ્યની સ્થાપના થઈ ત્યાં સુધી રહ્યા. પછી મહારાજા ગર્લ્સ હાઈસ્કુલ, ભાવનગરમાં જનિવૃત્તી સુધી સંગીત શિક્ષક તરીકે સેવા આપી. તેમના કંઠમાં પિતાશ્રીના કંઠની બુલંદીની સાથે હમીરખાંની બારીકાઈભરી કુમાશ ઉમેરાઈ. આથી તેમનો અવાજ અબ્દુલખાનના ગળાની મીઠાશ અને અમીરખાનના ગળાના અવાજને ભેગો કરીએ એવો ખૂબ જ સૂરીલો મીઠો હતો. સંગીતની સાધનામાં આલાપચારી નોમતોમમાં ઉત્તમ પ્રકારની તાલીમ મેળવી હતી. દ્રુપદ ગાયકી તેમના ગળામાં એટલી તો સુંદર બેસી ગઈ હતી કે વડોદરામાં ‘રેડિયો ડાયમન્ડ જ્યુબિલી બ્રોડકાસ્ટિંગ'માં તેઓ પસંદગી પામેલા. શાસ્ત્રીય સંગીત ઉપરાંત ભજન અને સુગમ સંગીતમાં પણ તેઓ ખૂબ જ પ્રભુત્વ ધરાવતા હતા. રાષ્ટ્રિય જાગૃતિના દિવસોમાં ટાગોર શાંતિનિકેતન માટે ફંડ એકઠું કરવા ભારતના વિવિધ રાજ્યોમાં જઈ સૌરાષ્ટ્રમાં લીમડી, મોરબી, લાઠી, પોરબંદર, ભાવનગર વગેરે રાજ્યોમાં ગયેલા. આ દરમિયાન સ્થાનિક રાજ્યના અને અન્ય સંગીતકારોને સાંભળવાનો તેમનો નિત્યક્રમ હતો. પોરબંદરમાં પિતા-પુત્રે કેદાર રાગ એવો સરસ ગાયો કે ટાગોર અને રાણાસાહેબ મંત્રમુગ્ધ થઈ ગયા. ટાગોર યુવાન વાસુદેવના મુખે મેટ્રિકમાં અભ્યાસ કરું છું. એ સાંભળી બોલી ઊઠ્યા : ‘યુ આર ઓલરેડી એ ગ્રેજ્યુએટ ઓફ મ્યુઝિક, વ્હાય ડુ યુ બોધર યોર હેડ વિથ એલ્જીબ્રા એન્ડ જ્યોમેટ્રી ?' એ જ રીતે ભાવનગરમાં પિતા-પુત્રે રાજ્યગાયિકા કેસરબાઈના ગાન પછી કેસરબાઈના જ સ્વરે તાર સપ્તકમાં વસંત રાગ ગાઈ વાતાવરણને પ્રભાવશાળી બનાવ્યું. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy