SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભા દર્શન જે ૪૯ પુરુષાર્થનો પાડ ગણાયો છે. આ સૌએ પોતપોતાનાં કાર્યોથી ગુજરાતના વિકાસને એક નવી દિશા આપી. કશુંક નક્કર કરી બતાવ્યાનો રણકાર જેમના પરિવેશમાં છલકાતો રહ્યો તેવી કેટલીક બહુમુખી પ્રતિભાઓની વિગતો મેળવી શક્યા નથી તેનું દુઃખ છે. સુરખાબના સાંનિધ્યમાં લઈ જનાર કચ્છના એમ.એ વૈજ્ઞાનિક ડૉ. જે.જે.રાવળ, પથદર્શક પ્રજ્ઞાચક્ષુ ડૉ. રાજેન્દ્ર વ્યાસ, સેવાનો ગુલમહોર ગણાતા વડનગરના ડૉ. વસંતભાઈ પરીખ, વિશ્વતત્ત્વજ્ઞાનના પુરસ્કર્તા રાજકોટના શ્રી શશીકાન્તભાઈ મહેતા, કલાપ્રિય ઉદ્યોગપતિ મુંબઈના દામુભાઈ ઝવેરી વગેરે આપણા ગૌરવશાળીઓ છે. સ્વાતંત્ર્ય સંગ્રામના નીડર સેનાની છોટે સરકાર ચંદુભાઈ દેસાઈ, કલ્યાણજીભાઈ મહેતા, બબલભાઈ મહેતા, રાજુલાના શ્રી કનુભાઈ લહેરી, મહુવાના જશવંત મહેતા વગેરેની સેવા નોંધપાત્ર છે. શ્વેતક્રાંતિ સર્જનમાં એશિયાની સૌથી મોટી આણંદની દૂધ ડેરીના વિકાસમાં પણ પુરુષાર્થીઓનો પરિશ્રમ ધરબાયેલો છે. સરદાર સરોવર કે કાકરાપાર યોજના ગુજરાતના પુરુષાર્થના પ્રતીકો છે. કાળબળની સામે હંમેશા ઝઝૂમતા રહીને પોતાની પ્રતિભા અને પ્રતિષ્ઠાને અક્ષણ રાખતી ગુજરાતની આ ધરા શત શત વંદનાને પાત્ર બની છે. દીવાદાંડીરૂપ પરિચયકોશ. આપણા ધર્મસ્થાનકો અને દેવમંદિરો જેમ આત્મ-કલ્યાણના જીવંત સ્મારકો બની શક્યાં છે તેમ ધર્મપુરુષો, સાહિત્યસ્વામીઓ, ઇતિહાસવેત્તાઓ, સ્વરસાધકો કે રંગરેખાના કલાવિદોના જીવન પરિચયો નર્વ દીવાદાંડીરૂપ બની રહેશે. જેમ શબ્દકોશ, જોડણી કોશ, જ્ઞાનકોશ, વિશ્વકોશ હોય. એ બધા સંદર્ભગ્રંથો નવલકથાની માફક સળંગ એક જ બેઠકે વાંચવાના હોતા નથી પણ જ્યારે કોઈ વિશિષ્ટ પ્રતિભાની માહિતી કે રેફરન્સ નોંધ જોઈતી હોય ત્યારે આવા પરિચયકોષ સાચે જ એક ભોમિયાની ગરજ સારે છે. | ગુજરાતની ભવ્ય અસ્મિતામાં પુરાતન પ્રદેશ કચ્છનું પણ વિશિષ્ટ યોગદાન રહ્યું છે. ત્યાંની વિશિષ્ટ પ્રતિભાઓને પણ યાદ કરીએ જસ્ટીસ મહમદઅલી ચાગલા, પહેલા વિમાન ચાલક બુધભટ્ટી, જાણીતા અર્થશાસ્ત્રી કે. ટી. શાહ, વનસ્પિતિશાસ્ત્રી જયકૃષ્ણ ઇન્દ્રજી, મેયર રવજી ગણાત્રા, કાચ મીનાક્ષેત્રે નામના મેળવનાર રામસિંહ માલમ, વહાણવટાક્ષેત્રે યશસ્વી સિદ્ધિ હાંસલ કરનાર સુમતિ મોરારજી, સોનગઢમાં જૈન આશ્રમને પાયામાંથી બળ આપનાર પૂ. કલ્યાણચંદ્રજી બાપા આ સૌએ કચ્છનાં સંસ્કાર-સંસ્કૃતિને ખરેખર દીપાવ્યાં છે. ભારતીય સંસ્કૃતિના સંવાહક શ્રી ગુણવંતભાઈ શાહ, ગઝલ મહેફિલનું રંગીન નજરાણું અમૃત ઘાયલ, તેજસ્વી અધ્યાપક અને સાંસદ પુરુષોત્તમ માવલંકરનું પ્રદાન યાદ કર્યા વગર રહી શકતા નથી. ગુજરાતનું પાટીદાર રત્ન અને સમર્થ એજીનિયર હરિભાઈ સિદ્ધપુરા ભારતની પંચવર્ષિય યોજનાના મોટાભાગનાં કાર્યો તેમની કુશળતાથી સિદ્ધ થયાં અને આવી જીવનયાત્રાઓએ જ હંમેશા અન્યને સત્ત્વશીલ બળ આપે છે. વિશ્વપ્રવાસી કાળુભાઈ બસીયા, ઓછું ભણતર, પણ દુનિયાના અસંખ્ય દેશોમાં રઝળપાટ કરી વિશ્વદર્શનના તેમના બે ગ્રંથોમાં પુરુષાર્થની સુગંધ આવે છે. ચલાળાના નાગરદાસ દોશી ફાઉન્ડેશન ટ્રસ્ટનું લક્ષ્ય અને હાર્દ જાણીને સૌ કોઈને અહોભાવ થશે. સંસારમાં પથરાયેલા શુભ તત્ત્વોને આર્ષદૃષ્ટિથી જાણી સમજી લઈએ અને પરમની લગોલગ પહોંચેલા પવિત્રજનોને ઓળખી લઈએ તો જીવનનું સદ્ભાગ્યે જ સમજવું. ગુજરાતનો ભયંકર ભૂકંપ અને લોકજીવન જે રીતે છિન્ન-ભિન્ન થયું તેથી દુનિયાના અનેક દેશો અને Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy