SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ જે બૃહદ્ ગુજરાત જેમની આંગળી પકડીને ચાલવાનું મન થાય, જેમના હૈયાં પ્રેમલાગણીથી તરબોળ જ રહેતાં હોય એવા પ્રગલભ માનવરત્નો જ પ્રતિભાનું વાસ્તવિક સ્વરૂપ છે. દરેક વ્યક્તિને પોતાનું આગવું સત્ત્વ હોય છે, જે સત્ત્વ છે. જે વ્યક્તિત્વ છે, જે મૂલ્ય છે, એ જ પ્રતિભાનું બીજું નામ છે. પોતાની નૈસર્ગિક અને નિષ્કલંક પ્રતિભાને કારણે આજ સુધીમાં થયેલા ચિંતકો અને દીપશિખાઓ આપણને વારંવાર સૂચવે છે કે આજના મૂલ્યવિહિન બનતા જતા સંસ્કારોના દુષ્કાળમાં પણ અર્થપૂર્ણ રીતે આગળ વધવું, સામે જે કાંઈ પવિત્રતા હોય, શુભતત્ત્વ ઉપલબ્ધ હોય, તે પ્રાપ્ત કરતાં રહેવું. શ્રેષ્ઠ પુરુષોના જીવનમાંથી જીવન જીવવાની કળા ઉપલબ્ધ છે, તેમાંથી જ શ્રદ્ધાપૂર્વક જીવવાનું આશ્વાસન મળે છે. સરળ, સાદા, નિર્મોહી જીવન જીવતા ગુજરાતીઓ સ્વભાવે શાંત, મિલનસાર, અને આતિથ્યસત્કારના ભાવિક પ્રેમીઓ ગણાયા છે. જેમને આંગણે પેઢી દર પેઢીની વૈભવી સુખ સંપત્તિએ જેમને અજવાળ્યા છે તેવા મહાનુભાવોએ સરળ અને નમ્ર બની તીર્થમંદિરોમાં, પાંજરાપોળોમાં, જીવદયામાં, સાહિત્ય સુરક્ષામાં, અન્નક્ષેત્રોમાં, હોસ્પિટલોમાં, ધર્મશાળાઓ અને સામાજિક કાર્યોમાં અને માનવસેવાના જ્યાં જ્યાં અને જ્યારે જ્યારે સેવાયજ્ઞો મંડાયા ત્યાં એમણે જે કાંઈ યોગદાન આપ્યું હોય તે સૌને યથાયોગ્ય સમયે બિરદાવવા જ જોઈએ. તપ અને તપસ્વીઓનું પણ સમયોચિત સન્માન થવું જોઈએ. તપના પ્રભાવે દેવો પણ તપસ્વીઓને નમે છે. આ અભિયાનમાં માણસ જો જાગી જાય તો જરૂર તેમના હાથે સત્કર્મનું એકાદ સુંદર કામ આકાર પામવાનું જ. આ ગ્રંથમાં એવા કેટલાંક તપપ્રભાવી પરિચયો જાણ્યા પછી આપણી શ્રદ્ધાનો દીપક વધુ પ્રકાશમાન બની રહેશે. આવા ચેતનવંતા પ્રકાશનનો અભિગમ સૌને કાંઈક અંશે પથદર્શક બની રહેવાનો છે. ભારતભરમાં નગરવિધાન માટે પ્રખ્યાત બનેલા વીરેન્દ્રરાય મહેતા, શિલ્પ સ્થાપત્ય માટે પ્રભાશંકર સોમપૂરા, પુરાતત્ત્વના જીવંત કોષ મણિભાઈ વોરા, મહાન પ્રકૃતિપ્રેમી પ્રદ્યુમ્નભાઈ દેસાઈ, દિનકર વૈદ્ય, હરિનારાયણ આચાર્ય, વિજયગુપ્ત મૌર્ય, ધર્મકુમારસિંહજી, લાલસિંહજી રાળ વગેરેના અદભૂત ગ્રંથો જોઈને જ એ પ્રતિભાઓની ભવ્યતાનો ખ્યાલ આવે છે. | ગુજરાતની ગરિમાનું હંમેશા રખોપું કરનારાઓમાં લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ, જેમણે આઝાદી પછી ભારતનું પ્રથમ નાયબવડાપ્રધાનપદ શોભાવ્યું. તેમનું નામ મોખરે છે. વિઠલભાઈ પટેલે નીડર અને આગવા મિજાજવાળું ગુજરાત ઉપસાવ્યું. ભારતની પાર્લામેન્ટના પ્રથમ સ્પીકર અને પછી લોકસભાનું અધ્યક્ષપદ શોભાવનાર ગણેશ વાસુદેવ માવલંકર રાષ્ટ્રના ગૌરવશાળી રત્ન હતા. તો રણછોડ છોટાલાલ જેવા ઉદ્યોગપતિ સાહસિકે અમદાવાદમાં આર્થિક વિકાસના શ્રીગણેશ કર્યા. દાદાભાઈ નવરોજી અને ફીરોઝશાહ મહેતાએ રાજકીય જાગૃતિ લાવવાનું કામ કર્યું. અજાતશત્રુ ગણાતા દરબાર ગોપાળદાસ દેસાઈ, શોષિતોના સાચા સાથી રવિશંકર મહારાજ, ઠક્કરબાપા, ભાઈલાલ પટેલ વગેરેનાં ત્યાગ અને સમર્પણ અજોડ હતાં. જામ રણજી, વિનુ માંકડ તથા પ્રિન્સ દિલિપસિંહજીએ ક્રિકેટમાં નવી પ્રણાલિકા આરંભી. થોડા સમય પહેલાં જૈનોના મહાતીર્થ શત્રુંજય ઉપરના ઐતિહાસિક અભિષેક પ્રસંગે શેઠ શાંતિચંદ બાલુભાઈ અને રજનીભાઈ દેવડીના ભક્તિભાવને ઘૂઘવતો મહાસાગર લોકહૃદયમાંથી ક્યારેય ભૂંસાશે નહિં. કે.પી. સંઘવી, ભેરુમલજી, દીપચંદભાઈ ગાડી વગેરે આ કાળના જગડુશા ગણાયા છે. સ્વાતંત્ર્યપૂર્વે રાજરત્નનું અને સ્વાતંત્ર્ય બાદ પદ્મશ્રીનું બિરુદ મેળવનાર પ્રતાપરાય ગિરધરલાલ મહેતા ભારતભરમાં સૌપ્રથમ બાલસંગ્રહાલયનું અમરેલીમાં સ્થાપના કરવાનું માન મેળવી ગયા. દેશભરમાં પંચાયત પ્રવૃત્તિના પ્રણેતા સર પ્રભાશંકર પટ્ટણી, બળવંતરાય મહેતા, થિએસોફિકલ પ્રવૃત્તિના પ્રણેતા હડાળાના દરબાર વાજસુરવાળા, વિશ્વકલાજગતના ફલક પર નામના મેળવનાર પ્રથમ પાઈલોટ કચ્છનો કર્મવીર પુરષોત્તમ કબાલી Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy