SearchBrowseAboutContactDonate
Page Preview
Page 529
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભા દર્શન ભાવનગરના આ બન્ને ભાઈઓએ સંગીત ક્ષેત્રે આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે. વારસાગત મળેલ સંગીત કલામાં ઉભયે સ્વપ્રયત્ને આગવી પ્રતિભા સંપન્ન કરી. બન્ને ભાઈઓની ખૂબીઓ અલગ-અલગ હતી. બાબુભાઈએ રેડિયો અને દૂરદર્શન તેમજ સંગીત સભાઓ દ્વારા પોતાનું જ્ઞાનપ્રદર્શિત કર્યું. જ્યારે રસિકલાલભાઈએ ગાયન ક્ષેત્રે અનેક અપ્રચલિત રાગોને આવશ્યક્તાએ પ્રચલિત કર્યા. પદ્મશ્રી બળવંતભાઈ ભટ્ટ દ્વારા સ્વજ્ઞાનની ચકાસણી કરી, કરાવીને શ્રોતાઓને મુગ્ધ કર્યા. અને સૂરમણિનું બિરુદ પ્રાપ્ત કર્યું. જીવનસંધ્યાએ લંડનમાં શ્રોતાઓ સમક્ષ કલાજ્ઞાનનું પ્રદર્શન કરી ચાહના મેળવી અને ત્યાં જીવન સમાપ્તિ કરી. સ્વ. શ્રી યશવંત પુરોહિત ભાવનગરમાં જન્મેલા ને ત્યાંજ દક્ષિણામૂર્તિશાળામાં ભણેલા શ્રી પુરોહિતે સંગીત તાલીમનું શિક્ષણ પં. ઓમકારનાથજી પાસેથી શરૂ કરી, કિરાના ઘરાનાની વિશિષ્ઠ તાલીમ લીધી. એમનો સુમધુર કંઠ અબ્દુલ કરીમખાંની યાદ આપતો. તેમના આ ક્ષેત્રના પ્રદાનના કારણે ભાવનગરે તેમની કાયમી સ્મૃતિરૂપે તેમના નામનું યશવંતરાય નાટ્યગૃહ સ્થાપ્યું. પદ્મશ્રી પ્રજ્ઞાચક્ષુ બળવંતભાઈ ભટ્ટ ભાવનગર પ્રશ્નોરા નાગરજ્ઞાતિમાં જન્મેલા શ્રી ભટ્ટે નાનપણમાં જ આંખોનું તેજ ગુમાવતા શ્રી મૂળશંકર મો. ભટ્ટનાં સૂચનથી પં. શ્રી ઓમકારનાથ ઠાકુર પાસે ગાયનની તાલીમ લીધી. બહુ ઓછા કલાકાર એવા હોય છે, જે શાસ્ત્ર અને ગાયનક્ષેત્રે સમાન અધિકાર ભોગવતા હોય છે. શ્રી ભટ્ટ તેવી એક વિરલ વ્યક્તિ છે. ઉપરાંત તેમની વિશિષ્ટતા એ હતી કે ચીલાચાલુ શાસ્ત્રીય સંગીતની ચીજોમાં એક સાહિત્ય તત્ત્વ અને વેદ જેવા અગમ્ય શાસ્ત્રમાંથી જ્ઞાન લઈ પોતાની વાત નવીનગત કૃતિઓ દ્વારા રજૂ કરી આ ક્ષેત્રે સુંદર પ્રદાન કર્યું. જેમ કે શારદા અને સરસ્વતી એ નામથી આપણે વિદ્યાની દેવીને પહેચાનીએ છીએ પરંતુ તેઓએ ગૂઢસંદર્ભમાં એમની જે નવીપહેચાન આપેલી તેનો નમૂનો આ મુજબ છે : “વિહરતી બ્રહ્મનંદિની ગગનમાંહિ શ્વેત હંસઆરૂઢ” આવી વિશિષ્ટ શબ્દરચનાઓ એમનું વિશિષ્ટ પ્રદાન છે. શ્રીમતી ઇલાક્ષી ઠાકોર ગુજરાતને પોતીકું, આગવું શાસ્ત્રીય નૃત્ય નથી પરંતુ Jain Education Intemational <>xtate વડોદરામાં સયાજીરાવ યુનિ. દ્વારા ભરત નાટ્યમ્ અને કથ્થકને ખૂબ જ ઊંચું સ્થાન આપ્યું. ગુજરાત અને દેશને નૃત્યકારોનું પ્રદાન કર્યું. જેમાનાં એક ઈલાક્ષીબેન ઠાકોરે એમ. એસ. યુનિ.માંથી તાલીમ લઈ અમદાવાદને કાર્યક્ષેત્ર બનાવી નર્તકનર્તકીઓને તાલીમ આપી. ગુજરાતમાં તેઓએ ભરતનાટ્યમનું નામ જનસમાજમાં પ્રસારીને પ્રગતિને સ્થાને લાવી દીધું. પોતાના પુત્ર ચંદન ઠાકોર દ્વારા પ્રગતિ કરી રહેલી તેમની સંસ્થા ‘નૃત્યભારતી’ દ્વારા તૈયાર થયેલા શિષ્યોથી અમદાવાદ તથા ગુજરાત બહાર તેમનું બહોળુ શિષ્યમંડળ છે. શ્રીમતી સ્મિતા શાસ્ત્રી શ્રીમતી મૃણાલીની સારાભાઈની ‘દર્પણ’ સંસ્થાના શ્રેષ્ઠ વિદ્યાર્થીઓ તરીકે ભરતનાટ્યમ્ તથા કુચિપૂડી નૃત્યની તાલીમ હસ્તગત કરી હાલ પોતાની સંસ્થા ‘નર્તન’ નું સંચાલન કરે છે. અને તેઓએ ગજરાતમાં કુચિપૂડી નૃત્યમાં અનેક શિષ્યો તૈયાર કર્યા છે. શ્રીમતી ઇના શાહ એમ. એસ. યુનિ દ્વારા ગણમાન્ય વિદ્યાર્થીઓમાં ઇનાબેનનું નામ પ્રસિદ્ધ છે. તેમણે પંડિત સુંદરલાલ ગાંગાની પાસે કથ્થક તથા શ્રીમતી કુમુદિનીબહેન લાખિયા સાથે સાંસ્કૃતિક પ્રવાસમાં ભાગ લીધેલ છે. હાલ સરદાર પટેલ યુનિ. (વલ્લભવિદ્યાનગર) માં પ્રાધ્યાપિકા તરીકે સેવા આપે છે. ભાસ્કર મેનન કેરાલામાં જન્મેલા ને ગુજરાતને કર્મભૂમિ બનાવનાર શ્રી મેનને પોતાની પત્ની શ્રીમતી રાધામેનન સાથે ગુજરાતને પરંપરાગત કથકલી, ભરતનાટ્યમ તથા મોહિની આટી તાલીમ ‘મુદ્રા' સંસ્થા દ્વારા અનેક શિષ્ય-શિષ્યાઓને આપી. ગુજરાતની નૃત્યક્ષેત્રે સેવા કરી. તેમાં તેમનાં પત્ની સાથ આપી રહ્યાં છે. શ્રીમતી રમાકાન્તઃ મોહિની આટમ્ ગુજરાતને મોહિની આટમ્ નૃત્યશૈલીની એક સુંદર ભેટ શ્રીમતી રમાકાંત દ્વારા પ્રાપ્ત થઈ છે. તેમણે માવતર તેમજ શ્વસુરપક્ષે પણ એક મહાન કલાકાર ‘કુથુનારાયણ’ના કુટુંબમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે અને બંને પક્ષના કુટુંબના વારસારૂપે નૃત્યક્ષેત્રે આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે. તે સ્વરુપે આજે તેઓ વડોદરામાં શિષ્યો દ્વારા મોહિનીઆટમ્ને આગળ ધપાવી રહ્યાં છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy