SearchBrowseAboutContactDonate
Page Preview
Page 528
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬ પ્રતિદિન વિદ્યાર્થીઓની સંખ્યા વધતી ગઈ ને અનેક સંગીતવિશારદો બહાર પડવા લાગ્યા. કલાવંત ખાતામાં તેમની નીચે હિન્દુસ્તાનના અત્યંત નામી કલાકારો, સંગીતકારો હતા, જેમાં ઉસ્તાદ ફૈયાઝખાઁ, તસદુક હુસેનખાઁ, ફિદાહુસેનખાં, નિસારહુસેનખાં, અબીદ હુસેનખાં, આતાહુસેનખાં વગેરેનો સમાવેશ થાય છે. કલાકારોની કલા માટે આદરભાવની વ્યક્તતા સાથે શિસ્તપાલનના પણ જબરા આગ્રહી હતા. તેમણે સયાજીરાવની આજ્ઞાથી ‘ઉત્તર હિન્દુસ્તાની સંગીતનો ઇતિહાસ’ નામની પુસ્તિકા લખી હતી, જે સંગીત વિદ્યાલયમાં પાઠ્યપુસ્તક તરીકે દાખલ કરાઈ હતી. ઇ. સ. ૧૯૪૭માં દેશ આઝાદ થયો ને ત્રિરંગો લહેરાયો, સાથે રજવાડાનાં વિલીનીકરણ થતાં આ વિદ્યાલયને સયાજીરાવ યુનિવર્સિટી સાથે સંલગ્ન ક૨વાનો નિર્ણય લેવાયો. અત્યાર સુધીમાં તેમણે આકાશવાણીના અમદાવાદ-વડોદરા કેન્દ્ર પરથી શાસ્ત્રીય સંગીતના વિવિધ વિષયો પર ઘણા અભ્યાસપૂર્ણ વાર્તાલાપો પ્રસારિત કર્યા છે. ખૂબ જ અભ્યાસ, અનુભવ અને પરિશ્રમથી, સિતાર, સરોદ, વીણા વગેરે તંતુવાદ્યોના સંબંધમાં તેમણે એક મોટો ગ્રંથ પણ તૈયાર કર્યો છે. શ્રીમતી મૃણાલિની સારાભાઈ દક્ષિણ ભારતમાં સામાજિક અને રાજકીય અગ્રસ્થાને રહેલ સ્વામીનાથન કુટુમ્બની એ સુપુત્રી. પરિવારના સંસ્કાર તેમને સંગીત અને નૃત્યક્ષેત્રે પણ અગ્રસ્થાને લઈ ગયા. બાળપણથી જ અપનાવેલી ભરતનાટ્યમ્ નૃત્યશૈલી કાળાંતરે સુંદર રીતે હસ્તગત કરી. નૃત્યક્ષેત્રે સહાયક બને એવા વૈજ્ઞાનિક અને સંસ્કારી ગુજરાતી પરિવાર કેલીકો મીલના માલિક શ્રી વિક્રમ સારાભાઈએ તેમને પ્રોત્સાહન કરી. પત્નીની સુંદર ભૂમિકા ભજવેલ. બન્નેએ મળીને અમદાવાદમાં, ગુજરાતના ગૌરવસમી ‘દર્પણ’ નામક સંસ્થા સ્થાપી. આ રીતે ભરતનાટ્યમ અને શાસ્ત્રીય નૃત્યક્ષેત્રે ગુજરાતને ગૌરવ અપાવ્યું. એમના ગુરુ શ્રી મીનાક્ષી સુંદરમ્ પિલ્લાઈ અને અન્ય ગુરુઓ પાસેથી જ્ઞાન પ્રાપ્ત કર્યું. પોતાની આગવી સર્જનાત્મક તથા રવીન્દ્રનાથ ટાગોરની કૃતિઓ દેશ અને દુનિયામાં પ્રદર્શિત કરી ભારતનું નામ રોશન કર્યું. શ્રીમતી કુમુદિની બહેન લાખિયા જન્મે મહારાષ્ટ્રિયન પણ કર્મભૂમિ ગુજરાતને બનાવી. કથ્થક નૃત્યમાં પરંપરાગત તાલીમ લીધા બાદ અનેક ગુરુઓના Jain Education International બૃહદ્ ગુજરાત સહવાસમાં નૃત્યક્ષેત્રે ઘણું કામ કર્યું. જાણીતા નૃત્યકાર બીરજુ મહારાજના સહવાસમાં અનેક નૃત્યનાટિકાના સર્જનમાં તેમણે ભાગ ભજવ્યોઃ આગળ જતાં બેલે ટેકનિક દ્વારા કથકમાં કોરિયોગ્રાફીના અનેક પ્રયોગો કરી નૃત્યરચનાઓ દેશવિદેશમાં પ્રદર્શિત કરી, કલા અને પોતાનું નામ રોશન કર્યું. અને ગુજરાતમાં ‘કદમ્બ' નામની સંસ્થાની સ્થાપના કરી. સ્વ. શ્રીમતી અંજલીબેન મેટ ભાવનગરમાં જન્મેલાં અને મુંબઈમાં ભણેલાં શ્રીમતી મેઢે સૌપ્રથમ શ્રીમતી રૂક્ષ્મણીદેવીની કલાસંસ્થામાં ભરતનાટ્યમની વિદ્યાર્થીની રૂપે તાલીમ લઈ પોતાનાં જ્ઞાનનો લાભ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીને આપ્યો. જેમાં જાણીતા વિદ્યાર્થીઓ શ્રીમતી ઇલાબેન ઠાકોર, સ્વ. મધુભાઈ પટેલ જેવા શિષ્યો તૈયા૨ ક૨ી નૃત્યક્ષેત્રે ગુજરાતને ગૌરવ પ્રદાન કર્યું. પંડિત સુંદરલાલ ગાંગાની રાજસ્થાનમાં જન્મેલા શ્રી પંડિતે વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીમાં નૃત્યની તાલીમ અને શિક્ષણ લઈ કથ્થક નૃત્ય શૈલીમાં ઉત્તમ કામ કર્યું. જયપુર ઘરાનાના વિશિષ્ટ નર્તક અને પ્રખર તબલાવાદકે રેડિયો અને દૂરદર્શનના માધ્યમથી જનસમાજને પોતાની કલાનું દર્શન કરાવ્યું. તેઓનાં કાર્યને ગુજરાત ઉપરાંત અમેરિકા તથા લંડનમાં તેમના વિદ્યાર્થીઓ આગળ ધપાવી રહ્યા છે. ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ભાવનગર ખાતે તેમના શિષ્ય ધરમશીભાઈ શાહ તેમનાં કાર્યને વધારે આગળ લઈ જઈને તેમને પ્રેરણાસ્રોત બનાવી કથ્થક ક્ષેત્રને નવતર સ્વરુપ આપવા પ્રયત્નશીલ રહ્યા છે. તેમાં ગુરુશ્રી સુંદરલાલજીનું પણ વિશિષ્ટ પ્રદાન છે. શ્રીમતી ઇનાશાહ, અંજલી આંબેગાવડ, પ્રફુલ્લા પટેલ, નીલીમા તેમના શિષ્ય છે. શ્રીમતી જયુશીંગ મેનન ભુજ (કચ્છ)માં જન્મેલાં ડો. મહીપતભાઈ મહેતાના સુપુત્રી જયુસીંગે એમ. એસ. યુનિ.માં નૃત્યતાલીમ લઈ હાલ ત્યાં જ પોતાની સેવાઓનો લાભ આપે છે. તેમણે અનેક યુવા કલાકારોને તૈયાર કર્યા છે. શ્રી બાબુભાઈ અને રસિકભાઈ અંધારિયા સ્વ. શ્રી બાબુભાઈ અને સ્વ. શ્રી રસિકલાલ અંધારિયા For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy