SearchBrowseAboutContactDonate
Page Preview
Page 523
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભા દર્શન જ્ઞાન સંપાદન કર્યું. ઘેર નિત્ય રામાયણ પઠન થતું હોવાથી તેમની શ્રદ્ધાનાં, ભક્તિનાં, કલાનાં ૨સદર્શન થતાં. વાર્તાલાપની તેમની કળા પણ અનોખી હતી. તેમની સંગીત કળાના અનેક સ્થળોએ બહુમાન થયાં. વ્રજભાષામાં તેમણે રચેલાં કીર્તનો પ્રાસાદિક છે. તેઓ તત્વજ્ઞાની હતા. અને ઇતિહાસપ્રેમી પણ હતા. સાથે વિદ્યાવ્યાસંગી પણ હતા તેમણે ઘણા હસ્તલિખિત ગ્રંથો, પ્રાચીન ચિત્રો વગેરેનો સારો સંગ્રહ કર્યો હતો. આવા ધર્મપરાયણ સંગીતતપસ્વીઓ સાચે જ ગુર્જરધરાનું ગૌરવ છે. સર્વપ્રકારની ગાયકીતા સિદ્ધ ગાયક શ્રી દલસુખરામ ઠાકોર ઇ. સ. ૧૮૬૪માં મહેસાણા પ્રાંતના વિજાપુર તાલુકાના સોખડા ગામના વસ્તારામને ત્યાં તેમનો જન્મ થયો હતો. તેઓ તથા તેમના મોટા પુત્ર ચેલારામ સંગીતના ઉપાસક અને જુનાગઢ દરબારમાં ગાયક હતા. દલસુખરામે પાંચ વર્ષની ઉંમરથી પિતા તથા મોટાભાઈ પાસે સંગીતની તાલીમ પ્રારંભી. ઇ. સ. ૧૮૮૬માં પ્રસિદ્ધ મુંબઈ-ગુજરાતી નાટ્યમંડળી જુનાગઢ આવી તેમાં સંસ્થાના આગ્રહે દિગ્દર્શન કર્યું. તેમાં બે-ત્રણ વર્ષના કામ બાદ મોરબી ‘આર્ય સુબોધ નાટક મંડળી'ના નિમંત્રણે તેમાં જોડાયા. ઇ.સ. ૧૮૮૯ થી ૧૮૯૪ એ પાંચ વર્ષ નાટકોમાં કુશળ અભિનેતાનું સ્થાન પ્રાપ્ત કર્યું. ઉપરાંત નાટકોનું સંગીત નિયોજન પણ સંભાળ્યું. એકવાર વડોદરામાં ચાલી રહેલા તેમના નાટક શો નિહાળવા ઉસ્તાદ મૌલાબક્ષ આવેલા, તેમણે દલસુખરામની કલા પર આફરિન થતાં ઉચ્ચાર્યું. ‘‘ક્યા કસબ હૈ? લા જવાબ!’ ભાવનગર નરેશ પણ તેમના સંગીતથી પ્રભાવિત હોઈ એમના આગ્રહથી ઇ.સ. ૧૮૯૮માં રંગમંચને રામ-રામ કરી ભાવનગર દરબારનું રાજગાયક પદ આજીવન સંભાળ્યું હતું. ઇ.સ. ૧૯૨૨-૨૩માં કવિવર રવીન્દ્રનાથ ટાગોર સૌરાષ્ટ્રની યાત્રાએ પધારેલ. લીંબડીમાં એમનું સંગીત સાંભળી પ્રસન્ન થઈ શાંતિનિકેતન પધા૨વા નિમંત્રણ અને ગુરુપદ સંભાળવા કહ્યું. અલબત્ત આભાર માની સૌરાષ્ટ્ર છોડવાની અનિચ્છા વ્યક્ત કરી. તેઓ ધ્રુપદ, ધમાર, ખ્યાલ અને ટપ્પા, હોરી, ઠુમરી, ભજન, ગરબીઓ, એવી સર્વે પ્રકારની ગાયકીમાં સિદ્ધ હોવાથી ચૌમુખી ગાયક હતા. ઇ.સ. ૧૯૨૪માં અમદાવાદની Jain Education International > ૪૭૧ સંગીત પરિષદમાં સંગીતનવેશ અલ્લાબંદેખાંએ તેમના સંગીત-શ્રવણ બાદ કહ્યું હતું કે, ‘દલસુખરામજી કે મુકાબલે કા યહાં કોઈ ગાયક હય નહિ.' ઇ. સ. ૧૯૨૮માં યુરોપિયન વિખ્યાત ગાયિકા ડેઈમ કલેરા બટ્ટ સાયમન કમિશન સાથે ભારતીય પ્રવાસે આવી ત્યારે કમિશનના સભ્ય સૌરાષ્ટ્રના રાજકર્તાઓ, તથા કાઉન્સિલના પ્રમુખ, જામસાહેબ રણજીતસિંહને ત્યાં એકત્ર થયા. ત્યારે ડેઈમ કલેરા બોલી કે ‘‘ભારતમાં ગાયકોના કંઠની તાલીમ - વોઈસ કલ્ચર જેવું કંઈ હોતું નથી.' ત્યારે તેના વિધાનનું ખંડન કરતાં પોરબંદરના રાણા નટવરસિંહજીએ કહ્યું કે, ‘‘આપ પોરબંદર પધારો ત્યાં આપની શંકા નિર્મૂળ થઈ જશે.'' અને નિશ્ચિત દિવસે વિદેશી સંન્નારી પોરબંદર આવી અને ત્યાં દલસુખરામનું સંગીત સાંભળી અતિપ્રસન્ન થઈ હતી. દલસુખરામે તેમને ભારતીય સંગીતની વિશિષ્ઠતા સમજાવી. તેણે પોતાના ઉતાવળા નિર્ણય બાંધવા બદલ દિલગીરી વ્યક્ત કરી હતી. એ સંગીત સ્વામીએ આઠ દાયકાનું આયખું ભોગવી ઇ.સ. ૧૯૪૫ના ઓક્ટોબરની પંદર તારીખે એકાશી વર્ષની વયે પરલોકગમન કર્યું હતું. માર્દવભરી ગરબીઓના રચયિતા શ્રી દયારામ ઇ.સ. ૧૭૭૬માં નર્મદા કિનારે ચાંદોદમાં પિતા પ્રભુરામ ને માતા રાજકોરની કૂખે તેમનો જન્મ. શૈશવ ચાંદોદમાં વીત્યું. પણ ૧૦ વર્ષની વયે પિતાનું ને બાર વર્ષે માતાનું અવસાન થયું. શૈશવથી કાવ્યરચનાની કુદરતી બક્ષિસ. નરસિંહ અને મીરાં માફક તેમણે પણ કૃષ્ણભક્તિનાં કાવ્યો જ રચ્યાં, જેમાં પ્રેમરસ થનગનતી કલ્પનાની માર્દવભરી ગરબીઓ, તથા ગોપીભાવથી કરેલું પ્રેમલક્ષણાભક્તિનું ગાન છે. તેમના ગુરુ ઇચ્છારામજી ભટ્ટે આશિષ આપતાં કહેલું કે ‘‘બેટા ! તું તો ગુજરાતનો સમર્થ કવિ બનવાનો છો.’ તેમણે પરિવ્રાજક બની ઉત્તરમાં કાશી-વૃંદાવનથી દક્ષિણમાં બાલાજી-રામેશ્વર આદિસ્થળોએ લગભગ અખિલ હિંદમાં ત્રણ-ત્રણ વાર પગપાળા પ્રવાસ કર્યો. એ પ્રવાસે તેનામાં જ્ઞાનવૃદ્ધિ થઈ. એમની સંગીત સાધના અનોખી હતી. એ રસકવિએ શાસ્ત્રીય સંગીતનો અભ્યાસ કર્યો હતો. તંબુરાના રણઝણતા તાર છેડી ગુજરાતને ઘેલું કરનાર એ કવિ વિવિધ વાઘો-મૃદંગ, નરઘાં, જલતરંગ, બીન, અને સિતારવાદનમાં For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy