SearchBrowseAboutContactDonate
Page Preview
Page 522
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ અનેક ઇલ્કાબો મેળવતાર સમર્થ સંગીતકાર શ્રી ઓમકારનાથ ઓમકારનાથનો જન્મ તા. ૨૪-૬-૧૮૮૭ના રોજ ખંભાત પાસેના જહાજ ગામનાં પ્રણવ ઉપાસક ગૌરીશંકર ને ત્યાં થયો હતો. દશ વર્ષની ઉંમરે એક રામલીલાના સંચાલકે તેમના મધુર કંઠથી આકર્ષાઈ લક્ષ્મણની ભૂમિકા આપી અને તેમાં ચારેક માસનાં કામ દ્વારા સારી લોકચાહના મળી. નાનપણથી જ તેમને સંગીતની લગન. ચૌદ વર્ષ સુધી પિતા પાસે ને બાદમાં ભરૂચના શેઠ શાપુરજી મંચેરજી ડુંગાજીની મદદથી તેઓ મુંબઈમાં સંગીતાચાર્ય પં. વિષ્ણુ દિગંબર પલુસ્કરના ગાંધર્વ મહાવિદ્યાલયમાં જઈ શક્યા. ત્યાં તેમણે ત્રણ વર્ષની તાલીમ લીધી. પૂર્ણ તાલીમ બાદ ઇ.સ. ૧૯૧૭માં લાહોરના ગાંધર્વ મહાવિદ્યાલયના મુખ્યઆચાર્ય પદે નિયુક્તિ થયા પછી ઇ.સ. ૧૯૨૨માં શેઠ પ્રહ્લાદજી દલસુખરામ ભટ્ટની સુપુત્રી ઇંદીરાદેવી સાથે સંસાર માંડી ભરૂચમાં નિવાસ કર્યો. ઇ.સ. ૧૯૩૩માં યુરોપની યાત્રાએ ગયા, ત્યાંથી પરત ફરતાં માર્ગમાં પોતાની પત્નીના નવજાત શિશુ સાથેના પ્રસૂતીકાળના મૃત્યુના સમાચાર મળતાં વેદનાભર્યા હૈયે રશિયાનો આમંત્રિત પ્રવાસ રદ કરી ભારત આવ્યા. ઇ.સ. ૧૯૫૦માં બનારસ હિન્દુ વિદ્યાલયના તત્કાલીન કુલપતિ પં. ગોવિંદ માલવિયાએ શ્રીકલા સંગીતભારતી નામક મહાવિદ્યાલય સ્થાપ્યું ત્યારે તેમણે પં. માલવિયા તથા સ્વગુરુ વિષ્ણુદિગંબર પલુસ્કર ઉભયની અભિલાષાઓ પાર પાડવા મહાવિદ્યાલયની સેવા સ્વીકારી. સ્વજીવનના નવા પ્રકરણનો પ્રારંભ થયો. ત્યાં તેમણે પોતાના જીવનભરનાં અભ્યાસ, અવલોકન, મનન અને ચિંતનનો લાભ વિદ્યાર્થીઓને આપવા માંડ્યો. ઇ.સ. ૧૯૫૨માં ભારત સરકાર દ્વારા અફઘાનિસ્તાન ખાતે મોકલાયેલ સાંસ્કૃતિક પ્રતિનિધિ મંડળના મોવડી તેમજ ઇ.સ. ૧૯૫૩માં બુડાપેસ્ટ ખાતે મળેલી વિશ્વશાંતિ પરિષદમાં ભારતીય પ્રતિનિધિત્વ કર્યું. ઇ.સ. ૧૯૫૧માં અનુજ રવિશંકરનો ગૃહત્યાગ અને લાપત્તા, ઇ.સ. ૧૯૫૫માં તબલાં, વાયોલિન, જલતરંગમાં નિષ્ણાત એવા સૌથી નાનાભાઈ રમેશચંદ્રજીનું પ્રૌઢવયે અવસાન તથા ફેબ્રુઆરી-૫૬માં માતા ઝવેરબાઈની વિદાય, આવા આઘાતજનક પ્રસંગોથી તેઓ ખૂબજ ગમગીન બન્યા ને તેમનું જીવન એકાકી બની ગયું. અલબત્ત સંગીતે તેમને પ્રેરણા Jain Education International બૃહદ્ ગુજરાત અને બળ આપ્યાં. તેમની ગાયકીમાં ‘આલાપચાર’નું અંગ હતું તે ગાયકીના પ્રસિદ્ધ પ્રવર્તક રહમતખાં પાસેથી પ્રાપ્ત થયું હતું. અલબત્ત ગાયકીનું વિશેષ અંગ ગુરુવર્ય દિગંબર પાસેથી મળ્યું હતું. તેમની ખાસ ગાયકી ખ્યાલની ગણાય છતાંય ધ્રુપદ, ધમાર ને ટપ્પા પણ તેઓ સરસ રીતે ગાઈ શકતા. ભજન અને ભાવગીતાની તેમની રજૂઆત પણ અલૌકિક હતી. બોલવાના સ્વર, સંયોજન, લય જેવા ગાયકીના અંગ પર તેમણે અજબ પ્રભુત્વ મેળવ્યું હતું. તેમના રચિત ગ્રંથો ‘સંગીતાંજલી’, ‘રાગ અને રસ' તથા ‘પ્રણવભારતી' (હિન્દી) ઉપરાંત ઠક્કર વસનજી માધવજી યુનિ. વ્યાખ્યાનમાળામાં આપેલાં વ્યાખ્યાનો અભ્યાસપૂર્ણ હતા. તેમની સંગીત સાધનાએ તેમને બહુમાન અપાવ્યું હતું તેમાં ઇ.સ. ૧૯૪૩માં અમદાવાદની ગુજરાત સાહિત્ય સભાનો રણજીતરામ સુવર્ણચંદ્રક, નેપાળ નરેશનો ‘સંગીત મહોદય', કાશી સંસ્કૃત વિદ્યાલયનો ‘સંગીત પ્રભાકર’, તેમજ ભારતસરકારનો ‘પદ્મશ્રી’ના ઇલ્કાબો મળેલા હતા. તે ઉપરાંત બનારસ હિન્દુ. યુનિ.એ ‘ડોક્ટર ઓફ લેટર્સ'ની પદવીથી સન્માનિત કરેલા. તેમની સંગીત જ્યોતને જલતી રાખતા વિશાળ શિષ્યમંડળ ધરાવતા આ સંગીતાચાર્ય તા. ૨૯-૧૨-૬૯ના રોજ લાંબી માંદગી બાદ દિવંગત થયેલ હતા. ધર્મપરાયણ સંગીત તપસ્વી ગોસ્વામી દ્વારકેશલાલજી એક નહિ પણ અનેક કલાઓનો સંગમ, પરંપરાગત સંગીતનો વારસો, હાર્મોનિયમવાદનના અનોખા કલાધર અને ભારતના ખ્યાતિપ્રાપ્ત સંગીતજ્ઞ એવા પોરબંદરના ઘનશ્યામલાલજીને ઘેર ઇ. સ. ૧૯૦૦માં દ્વારકેશલાલનો જન્મ થયેલો. માત્ર તેર વર્ષની ઉંમરે હાર્મોનિયમવાદનમાં સિદ્ધિ પ્રાપ્ત કરી કલકત્તાના નામી હાર્મોનિયમવાદક શ્યામબાબુને પોતાની કલાથી મંત્રમુગ્ધ કર્યા. તેમના અસાધારણ પ્રભુત્વે શ્રુતિરહિત હાર્મોનિયમ-સ્વરોમાં પણ તંતુવાદ્યની જેમ શ્રુતિઓનું સૂક્ષ્મદર્શન કરાવવું એ એમની વાદનકલાની વિશિષ્ટતા હતી. આ ઉપરાંત બીન, તબલાં અને મૃદંગમાં પણ તેમણે કૌશલ પ્રાપ્ત કર્યું હતું. યૌવનના ઉંબરે પિતા પાસેથી શાસ્ત્ર-ધર્મ અને પુરાણોનું For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy