SearchBrowseAboutContactDonate
Page Preview
Page 512
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૦ અભ્યાસ ચાલુ રખાવ્યો. ઈ.સ. ૧૯૫૪માં શાળાંતની પરીક્ષા પાસ કરી પ્રશ્નાવડા ગામે શિક્ષકની નોકરીમાં જોડાયા પણ કલાકાર જીવને ક્ષેત્ર નાનું પડતાં પંચાયત મંત્રી તરીકે ઇન્ટર્વ્યુ આપી શારદાગ્રામમાં તાલીમમાં જોડાયા. પણ ક્ષય રોગના વ્યાધિએ ઘેરી લીધા. તેથી નોકરી છોડી ટી.બી. હોસ્પિટલમાં દાખલ થયા. નાનપણથી લોકસાહિત્યનો શોખ, વારસાગત સાહિત્ય સંસ્કારો અને ઝવેરચંદ મેઘાણીનાં સાહિત્યે તેમના આત્માને ઢંઢોળીને બેઠો કર્યો અને તેઓ સાહિત્યસાધનામાં લાગી ગયા. તેમને વાર્તા ક૨વાની પ્રેરણા કાનજીભુટા બારોટ પાસેથી મળી. સાધના માટે સોરઠ ધરા પુરાણમાં પ્રસિદ્ધ છે. “ધર ધીંગી ગરવો ધણી, ધીંગા માડુ ધજ્જ, નકળંક કેશર નીપજે, ધીંગા ખોખડધજ્જ.” ગરવા જોગંધરની પથરાયેલ પાવન ધરતીમાં જ્યાં કેસરીસિંહ પાકે છે ત્યાં કવિ બીજી કલ્પના પણ કરે છે. કાયા જેની કુમળી, પડછંદ જેના પ્રાણઃ સંત-શૂરા નિપજાવતી, સોરઠ રતનની ખાણ.' સંત, શૂરા અને સતીઓના ત્રિવેણી સંગમ જેવી આ ધરા સાધકને અખંડાનંદથી સભર બનાવે છે. આવી ધરા પર કેશુભાઈ લોકસાહિત્યની સાધનામાં લાગી ગયા. આકાશવાણી રાજકોટ પરથી લગભગ પાંત્રીશ વર્ષથી તેમની લોકવાર્તાઓ રેડિયો પરથી નિયમિત આવે છે. આકાશવાણીથી સારી પ્રસિદ્ધિ મેળવી. સૌરાષ્ટ્ર, કચ્છ, ગુજરાત, મુંબઈ, હૈદ્રાબાદ વગેરે અનેક સ્થળોએ તેમના કાર્યક્રમો થતા રહ્યા છે. તેમની વાર્તાઓ દૂરદર્શન અમદાવાદ અને રાજકોટ કેન્દ્ર પરથી અવારનવાર પ્રસારિત થાય છે. જુદા-જુદા સ્ટુડિયોએ કેશુભાઈની વાર્તાની પંદરથી પણ વધુ કેસેટો પ્રગટ કરી છે. આ સમયમાં તેમણે સાહિત્યના સંશોધકની પણ કામગીરી શરૂ કરી છે. તેમણે જૂની વાર્તાઓને આધુનિક સ્વરુપ આપી તેમાં સમાજ સુધારાની, અસ્પૃશ્યતાની અને દારૂબંધીની વાત વણી લીધી છે. સામાજિક ક્ષેત્રે પણ અખિલ વહીવંચા બારોટ સમાજના મંત્રી તરીકે નવ વર્ષ સેવા આપી. જૂનાગઢ બારોટ સમાજના છાત્રાલયનાં મકાનમાં પણ ખૂબ જહેમત ઊઠાવી યથાશક્તિ યોગદાન આપ્યું. આ ઉપરાંત જૂનાગઢની નાગરિક સહકારી બેંકમાં ડાયરેક્ટર તરીકે છ વર્ષ સેવા આપી. વાર્તાકાર કેશુભાઈએ કલમ પકડીને ‘જયહિન્દ'માં ‘લોકસાગરનાં મોતી' કોલમ શરૂ કરી. સાથોસાથ ફૂલછાબમાં પણ ‘સ્વાતિનાં બિંદુ' કોલમ Jain Education International બૃહદ્ ગુજરાત ચાલતી. એનાથી આગળ વધી ભગીરથ પ્રયાસે ‘સમાજ શિલ્પી બારોટ અસ્મિતા' ગ્રંથ લખ્યો. કાવ્ય, વાર્તા કે નવલકથા લખવામાં કલ્પનાશક્તિ ભરપૂર જોઈએ. પણ આ સંશોધન કાર્યમાં ઇતિહાસના પ્રસંગો અને સમયસારણીમાં ક્યાંય પણ ગોથું ખવાઈ જાય તો કલમ વગોવાય જાય. પણ કેશુભાઈએ કલમને ઊજળી કરી બતાવી છે. આ ગ્રંથમાં સૂરદાસથી માંડીને આજ સુધીના બારોટ જ્ઞાતિના કવિઓ, વિવેચકો અને કલાકારોને વણી લીધા છે. આ ગ્રંથને કોઈ એક કોમનો ઇતિહાસ કહેવો અજગતું લાગશે. આ ગ્રંથ સંશોધન સાહિત્યની મહામૂલી સોગાદ છે. કેશુભાઈ બારોટ સાહિત્યના ત્રિવેણી સંગમ છે. લખવાની, બોલવાની અને વાદનની ત્રણેય કળા તેમણે હસ્તગત કરી છે. સિતાર સાથે વાર્તા કરનાર કેશુભાઈ લેખક તરીકે પણ ઊજળી પ્રતિભા ઉપસાવી શક્યા છે. અંતમાં સાહિત્ય ક્ષેત્રે ‘‘બારોટ અસ્મિતાનું પ્રદાન” અમૂલ્ય નજરાણું બની રહેશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. પ્રફુલ દવે શ્રી હેમુભાઈ ગઢવી પછી લોકગીતના ગાયકોમાં પ્રથમ વર્ગની પ્રથમ શ્રેણીમાં જેનું પ્રથમ નામ છે. તેવા ઘેઘૂર અવાજના લોકગીત ગાયક પ્રફુલભાઈ દવેનો જન્મ અમરેલી જીલ્લાના ચિતલ ગામે બાજ ખેડાવાળ બ્રાહ્મણ શ્રી દેવશંકર ભાઈ દવેને ત્યાં તા. ૩૦-૩-૧૯૫૧ના રોજ થયો હતો. તેમના માતુશ્રીનું નામ મણીબેન હતું. તેણે એસ. એસ. સી.ની પરીક્ષા સંગીતના વિષય સાથે પાસ કરી, પછી બી. એસ. એ. એમ. આયુર્વેદાચાર્યની ઉપાધિ પણ પ્રાપ્ત પણ કરી. તેણે લોકસંગીતનો સૌ પ્રથમ કાર્યક્રમ ઈ.સ. ૧૯૭૩માં શ્રી મધુસુદનભાઈ વ્યાસ સંચાલિત લોકસાંસ્કૃતિક વર્તુળ ડાયરામાં યૌવન વીંઝે પાંખમાં આપ્યો. ધીમે-ધીમે તેમના મધુર કંઠે અનેક ફિલ્મ દિગ્દર્શકો તથા સાહિત્ય રસિકોને પ્રભાવિત કર્યા. સાથોસાથ પ્રફુલભાઈને ગુજરાતી ફિલ્મમાં ગાયક તરીકેના આમંત્રણ મળવા લાગ્યાં અને ગુજરાતી ફિલ્મમાં પ્રફુલભાઈએ કંઠનાં એવાં કામણ કર્યાં કે, અત્યાર સુધીમાં તેમણે ૧૮૬ ગુજરાતી ફિલ્મોમાં ગીતો ગાયાં છે. જેમાંથી આઠ ફિલ્મોમાં તો શ્રેષ્ઠ પાર્શ્વ ગાયક તરીકેના એવોર્ડ પણ મળ્યા છે. ગુજરાતી ફિલ્મના એક રેકોર્ડિંગમાં હિન્દી ફિલ્મનાં પાર્શ્વ ગાયિકા સાથે ગીતની કડીઓ વચ્ચે દુમેળિયા જેવા અઘરા છંદની કડીઓ પ્રફુલભાઈએ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy