SearchBrowseAboutContactDonate
Page Preview
Page 507
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભા દર્શન એણે જ આપી છે. સૂકાતી જીવનવેલડીમાં ચેતનાના બારેય મેઘ એણે જ વરસાવ્યા છે. રણવગડામાં ભૂલા પડેલા માનવીને સથવારાનો હાથ સાંપડી જાય એમ એણે ઉદ્ધારનો પંથ બતાવ્યો છે. આ સાહિત્યની સપાટી ઉપર ભારતીયજીવન એકરસ, એકરંગી અને આત્મીય બની રહ્યું છે. એની પંડિત પુરુષો પણ ના પાડી શકે તેમ નથી. આવાં વિશુદ્ધ સાહિત્ય અને સત્પુરુષો દ્વારા ભારત આજ સુધી સમૃદ્ધ, ઊજળો અને યશસ્વી બની રહ્યો છે. આ છે આપણાં ભજન સાહિત્ય અને એના રચનાર કવિ સંપ્રદાયનું સ્વરુપ. પણ આ ભજનોને પોતાના મધુર કંઠનાં આસને બેસાડનાર કોઈ ભજિનક ન હોય, ગવૈયો ન હોય તો એને વખારમાં જ નાખવું પડે ને? પણ ભજનોના વિષયમાં આવું બન્યું નથી. નાટ્યલેખકની કૃતિ સુંદર હોય પણ એની ખૂબી તો તન્ના ઉપર ભજવનાર ઉપર છે. આપણે ત્યાં સમયે સમયે ભજનિકો પાક્યા છે. એવા ભજનિકોની પરંપરામાં ઊતરી આવેલ એક ભજનિકનો અહીં પરિચય આપ્યો છે. એ મુસ્લિમ ભજનકનું નામ છે અભરામ ભગત! તેમના પિતાનું નામ કરીમભાઈ મીરાજી અને માતાનું નામ લાડુબાઈ હતું. તે જૂનાગઢના તાબા હેઠળના નવાગઢના વતની. એમનો બાલ્યકાળ તો ખેતીજીવનમાં પસાર થયો. ખેતીના વ્યવસાય સાથે એમને ભજન તરફ ઘણો ભાવ હતો. ક્યાંક ભજન ગવાતાં હોય તો ભગત પહોંચી જતા. એમણે અક્ષરજ્ઞાન માંડ મેળવ્યું હતું. અને ભજનના શોખમાં એમણે ખેતી પણ છોડી, પોતાના ગુજરાન માટે એક તેલ મીલમાં જોડાયા અને યંત્રમાં પગ આવી જતાં પગ કાપવો પડ્યો અને પોતે અપંગ બન્યા. પોતે મુસ્લિમ હોવા છતાં આખું જીવન તેણે હિન્દુધર્મનાં જ ભજનો ગાયાં. તેમના મનમાં હિન્દુ, મુસ્લિમ જેવા ભેદ ન હતા. આજથી પચાસ વર્ષ પહેલાં ગુજરાતમાં ત્રણ ભજનિકોનાં નામ મોખરે હતાં. તેમાં કનુભાઈ બારોટ, અભરામ ભગત, અને દુલાભગત (લુહાર). પણ એ જમાનામાં આજના જેવી ભજનમાં ધમાલ ન હતી. અભરામ ભગત સાથે તો માત્ર તબલાંનો કાંઠો વાગે, મંજીરાને બદલે લોખંડની કડી વાગે અને પેટી એકદમ શાંત. વાણીપ્રવાહ વહેતો હોય અને તેના મધુરા ગળાના ગૂંજનમાં શ્રોતાઓ તરબોળ બની જતા. ત્યારે રેડિયો, ટી.વી. અને ટેપ જેવા પ્રચારનાં માધ્યમો પણ ન હતાં. માત્ર હિઝ માસ્ટર્સ વોઈસ અને કોલંબિયા કંપની Jain Education International ૪૫૫ આવાં ગીત, ભજનોની રેકોર્ડ પ્રગટ કરતી. તેમાં વધુમાં વધુ અભરામ ભગતનાં ભજનની રેકોર્ડ કોલંબિયા કંપનીએ પ્રગટ કરી હતી. જ્યારે આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર ન હતું ત્યારે અભરામ ભગત અને કનુભાઈ બારોટ અમદાવાદ, વડોદરાના આકાશવાણી કેન્દ્ર પરથી ભજનો ગાતા. નામ ઇબ્રાહિમ હોય પણ લોકો તેને અભરામ ભગત નામે ઓળખતા અને એથીય આગળ વધી અભયરામ નામે પણ ઓળખાતા. ભગત ખરેખર હિન્દુત્વના રંગે રંગાયેલા હતા. અભરામ ભગતના ગાયેલાં ભજનોનો એક સંગ્રહ “ભક્તિ સાગર'' નામે પ્રગટ થયો છે. રામાયણ રત્ન શ્રી અમરદાસબાપુ ખારાવાલા લોકકલા ક્ષેત્રે એક અજોડ કલાકાર એટલે ‘‘અમરદાસ ખારાવાલા’’ ભાગવદ્ ધર્મપ્રેમી અને ગળથૂથીમાં લોકસંસ્કૃતિના ઘૂંટડા ભરનાર લોકકલાકાર તથા રામાયણ રત્નની ખ્યાતિ મેળવનાર શ્રી અમરદાસજીનો જન્મ ભાવનગર જીલ્લાના પાલીતાણા તાલુકાના કુંભણ ગામે સંવત ૧૯૭૯ જેઠ સુદ ૧૨ ને સોમવારે એક સંસ્કારી ભાવિક કુટુંબમાં થયો. પ્રાથમિક શિક્ષણનો એકડો કુંભણમાં ઘૂંટી દામનગર પાસેના ખારા ગામે મોસાળમાં પરબની જગાની ગાદી મળતાં ત્યાં ગયા અને ખારાવાળા તરીકે પ્રસિદ્ધિ પામ્યા. એમનો શાળાનો અભ્યાસ માત્ર સાત ચોપડીનો પરંતુ સંસ્કાર વારસામાં ઉચ્ચ અને સાત્ત્વિક જીવનનું શિક્ષણ મળ્યું. લોકજીવનની જીવંત શાળામાં એમના જીવન ઘડત૨ ૫૨ લોકસંસ્કૃતિની ભાત પડી, બાળપણથી જ એમને ધર્મિષ્ટ આચારવિચાર અને રામાયણ, મહાભારત, ભાગવત, ભગવદ્ ગીતા, આદિ ગ્રંથો પર પ્રીતિ હતી એટલે સંસ્કૃત અને ગુજરાતી સાહિત્યનો અભ્યાસ કર્યો. જાણીતા લોકકવિ અને લોકસાહિત્યકાર ચારણી સાહિત્યના સમર્થ ઉપાસક કવિશ્રી દુલાભાઈ કાગ તથા મેરૂભાઈ ગઢવીનો સંસ્કાર-સથવારો મળતાં એમને લોકસાહિત્ય, લોકસંગીત અને લોકસંસ્કૃતિના પ્રચાર-પ્રસારનો પ્રારંભ કર્યો. એમણે અયોધ્યાની ‘રામાયણ રત્ન’ની ડીગ્રી પણ મેળવી. અને સંગીત સાધના દ્વારા ‘સંગીત વિશારદ'ની પદવી પણ પ્રાપ્ત કરી. ભજનોનો વારસો વંશપરંપરાગત. દાદા નારણદાસજી અને પિતા પરશોત્તમદાસજી સારા ભજનિકો હતા. મોસાળ પક્ષે નાના જાનકીદાસજી પણ દેશી સિતાર પર For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy