SearchBrowseAboutContactDonate
Page Preview
Page 502
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૦ અક્ષરદેહે પ્રગટ થતી હોય એનાથી અદકો આનંદ ક્યો હોય? મોતી તો છીપમાં જ નીપજે, એની વાવણી ન થાય.” શ્રી જયમલ્લભાઈ પરમાર લખે છે, ‘‘પરાક્રમશીલતા જ્યારે પીંગળશીભાઈની જબાને ચડે ત્યારે વીરત્વના જુસ્સાનો શ્રોતાઓમાં ઉશ્કેરાટ ઊભો થાય.'' આકાશવાણીના રાજકોટ કેન્દ્ર આરંભથી જ તેમના કાર્યક્રમો પ્રસારિત કર્યા છે. તેઓ લોકસાહિત્યની જૂની પેઢીના પ્રતિનિધિ હોવા છતાં રૂઢિચુસ્ત વિચારોના બંધનમાં ક્યારેય બંધાતા નથી. તેમના વિચારો આધુનિક છે. તેમની કવિતા અને કહેણીમાં તેનો પડઘો પડે છે. જાહેર કાર્યક્રમમાં તેમની કહેણી અલગ વ્યક્તિત્વ ખડું કરે છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ ઇ.સ. ૧૯૬૯માં પાંચ ચારણ વિદ્વાન કવિઓનું સન્માન કર્યું. તેમાં પીંગળશીભાઈ પણ હતા. આર્યકન્યા ગુરુકૂળ દ્વારા સરસ્વતીના વરદપુત્ર તરીકે ઇ.સ. ૧૯૮૦માં સન્માન સમિતિ મુંબઈ દ્વારા સૌરાષ્ટ્રના લોકપ્રિય તરીકે તેમનું સન્માન કર્યું. ઇ.સ. ૧૯૭૮માં ગુજરાત રાજ્ય યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા લોકસાહિત્યક્ષેત્રે કરેલ સેવા બદલ ‘ગુજરાત ગૌરવ’ પુરસ્કારથી પુરસ્કૃત કર્યા. એ જ વર્ષે ઇસ્ટ આફ્રિકામાં પણ લોકસાહિત્યના કાર્યક્રમ આપી ગુજરાતનું ગૌરવ વધાર્યું. ઇ.સ. ૧૯૯૦માં સંગીત, નાટક અને નૃત્યક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપવા બદલ ભારતભરમાંથી પસંદ કરેલા ઉચ્ચકોટિના કલાકારોને અર્પણ કરાતો રાષ્ટ્રિય સ્તરનો પ્રતિષ્ઠિત ‘સંગીતનાટ્ય અકાદમીનો એવોર્ડ' ગુજરાતના પીંગળશીભાઈ ગઢવીને ભારતના માનનીય રાષ્ટ્રપતિ શ્રી આર. વેંકટરામે અર્પણ કર્યો. સાહિત્ય ઉપરાંત પીંગળશીભાઈની સમાજસેવા પણ નોંધપાત્ર છે. સરકારી અને બિનસરાકારી અનેક સંસ્થાઓમાં તેઓ સભ્ય પદે રહી ચૂક્યા છે. ચારણ સાંસ્કૃતિક સેવા મંડળના તેઓ પ્રમુખ હતા. શ્રી મેરૂભા ગઢવી કેળવણી ટ્રસ્ટના પણ તે પ્રમુખ હતા. આમ, લોક સાહિત્ય અને સામાજિક ક્ષેત્રે તેમની સેવા નોંધપાત્ર છે. તેઓ ફક્ત પાંચ જ ધોરણ ભણેલા હોવા છતાં તેણે વિશાળ સાહિત્યની ભેટ આપી છે. કાવ્યસંગ્રહો - સરહદનો સંગ્રામ (૧૯૬૨), નશામુક્તિનાં કાવ્યો (૧૯૬૩), ગીતા દોહાવલી (૧૯૬૫), આરાધ (૧૯૭૩), વેણુનાદ (૧૯૮૦), નિજાનંદ કાવ્યધારા (૧૯૮૬), શિક્ષાપત્રી દોહાવલી અને છંદદર્શન, લોકકથાઓ, જીવતરના જોખ (૧૯૬૪), પ્રાગવડના પંખી Jain Education International બૃહદ્ ગુજરાત (૧૯૬૫), ખમીરવંતાં માનવી (૧૯૭૨) નામ રહંતા કરા (૧૯૮૪): નવલકથાઓ જસમા ઓડણ (૧૯૬૮), ગાંધીકુળ (૧૯૬૯) જ્યારે ગીતનાટિકામાં—દેપાળદે, ધૂંધળીમલ, જીવનમલક અને યુગાવતાર. તેઓ છ ભાઈ અને એક બહેન. કરસનદાસભાઈ, મેરૂભા, નારણભાઈ, રામભાઈ, નાગભાઈ અને જાનબાઈ બહેન. પરિવારમાં ડૉ. નરહરદાસભાઈ, ડૉ. કલાભાઈ આ બંને ભાઈઓ તો એમ.એસ.ની ઉપાધિ પ્રાપ્ત કરી ડોક્ટર થયા છે. જ્યારે લક્ષ્મણભાઈ એમ. એ.;એલ. એલ. બી.કરી વકીલ થયા છે અને ધનરાજભાઈનો સ્વર્ગવાસ થયો છે : પુત્રીઓ ચાર છે. આમ તેના પરિવારનો પરિચય કેળવણી ક્ષેત્રે પણ આગવું સ્થાન ધરાવે છે. શ્રી લક્ષ્મણભાઈ વકીલ હોવા છતાં તેણે સાહિત્યવારસો જાળવી રાખે છે. તેઓએ પણ ચારણની અસ્મિતા લખી છે. તા. ૩૧-૫-૯૮ શનિવારે જામનગર મુકામે શ્રી પીંગળશીભાઈનું અવસાન થયું. કામણગારા કસુંબલ કંઠતા કસબી કનુભાઈ બારોટ કામણગારા કસુંબલ કંઠના કસબી કનુભાઈ બારોટનો જન્મ મછોયા આહિરના વહીવંચા બારોટ જ્ઞાતિની લખધીર શાખાના શ્રી દેવદાનભાઈને ત્યાં મોરબી – માળિયા તાબાના નાની બરાર ગામે તા. ૧૩-૧૨-૧૯૨૩ના રોજ થયો. તેમનાં માતાનું નામ સભુબા હતું. ત્રાંબાવરણી જાજરમાન કાયા, હાસ્ય ફરકાવતો ચહેરો, ભાવિના ઊંડાણમાં ઝાંખતી ઘેઘૂર આંખો, માથા ઉપર કાળા ભમ્મર વાળ, ડોકમાં કોઈ સંતોની પ્રસાદી રૂપ માણેક, મોતી અને પરવાળાની સોને મઢેલ માળા, ચાલમાં વિજેતાની અદાભરી ખુમારી, એકવાર મળે તો કાયમ માટે દિલમાં વસી જાય. સૌરાષ્ટ્રની ભાતીગળ સંસ્કૃતિનું પ્રતિબિંબ લોકજીવનમાં ઢળેલું છે અને લોકજીવનની અભિવ્યક્તિ લોકકથા, લોકગીત અને ભજનો કોઈ કસુંબલ કંઠના કસબીના સુરીલા કંઠેથી ઝરણાની જેમ ઝરી-ઝરીને ઝાડ, પહાડ, ગામના ગોંદરા અને ડેલીએ ભરાયેલ હકડેઠઠ ડાયરામાં રંગે-રંગના હોંકારાથી હેલે ચડી લોકજીવનના રૂપસાગરમાં સમાઈને મોજાં રૂપ સર્વત્ર ફેલાયેલ છે. ઇ.સ. ૧૯૪૩માં આંબલીઆળા (ભાણવડ તાલુકો) ના વતની દેવીદાનભાઈનાં સુપુત્રી કાંતાબહેન સાથે કનુભાઈનાં લગ્ન થયાં. તે અરસામાં કનુભાઈને For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy