SearchBrowseAboutContactDonate
Page Preview
Page 501
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભા દર્શન તેમની ૩૫મી જન્મજયંતિ સાઈઠ વર્ષ પહેલાં મુંબઈમાં ઊજવાણી અને પાંત્રીશ સુવર્ણગીની કદર રૂપે અર્પણ કરી. પીંગળશીભાઈની પાંગરતી પ્રતિભા જોઈ તેમના પિતાશ્રી જ્યાં જ્યાં પોતાના કાર્યક્રમ હોય ત્યાં તેને સાથે લઈ જતા. આમ, દસેક વર્ષ પિતા પાસે તાલીમ લીધી હોવાથી તેમનામાં બચપણથી જ લોકસાહિત્યનાં બીજ રોપાયાં અને આગળ જતાં વઢવૃક્ષ રૂપ ધારણ કર્યું અને ડિલ બંધુશ્રી મેરૂભાની પ્રેરણાથી રાષ્ટ્રિય રંગે રંગાયા. ૨૭ વર્ષની ઉંમરે પોરબંદર મહારાણા મીલમાં નોકરીમાં રહ્યા. એકાદ વર્ષ નોકરી કરી, પણ ફાવ્યું નહિ. લોકસાહિત્યના જીવને આવાં બંધન શે પાલવે? નોકરી છોડી બગસરા દુકાન કરી. આ અરસામાં મહાત્મા ગાંધીજીની હત્યા થઈ અને કવિનો આત્મા કકળી ઊઠ્યો. પોતે એક શોકાંજલિનું ગીત લખી નાખ્યું. માથા ઉપર જે પાઘડી બાંધતા તે ઉતારી ટોપી ધારણ કરી. થોડો વખત બગસરા રહ્યા પણ ધંધામાં ચિત્ત ચોટ્યું નહિ એટલે જૂનાગઢ પાસેના પલાંસવા ગામે આવી ખેતી શરૂ કરી. ગામને ચો૨ે બેસી ખેડૂતબાવની લખી. સાવરકુંડલા પાસે આદસંગ ગામે જ્યારે ખેડૂત સંમેલન મળ્યું ત્યારે તેમનું સન્માન થયું. આ દિવસો સૌરાષ્ટ્ર સરકારના હતા. લોકસાહિત્ય માટે કાંઈક કરવાનો વિચાર તે વખતના ગ્રામવિકાસ ખાતાના મંત્રીશ્રી રતુભાઈ અદાણી અને જયમલ્લભાઈ પરમારના મનમાં ઘોળાતા હતા, તેથી જૂનાગઢ મુકામે ઇ.સ. ૧૯૫૬માં લોકસાહિત્ય વિદ્યાલયની સ્થાપના કરી અને તેના આચાર્ય તરીકે શ્રી પિંગળશીભાઈની નિમણૂંક કરી. ભુજની વ્રજભાષા પાઠશાળા પછી આ પ્રકારનું આ વિદ્યાલય બીજું હતું. જે ઇ.સ. ૧૯૬૬ સુધી ચાલુ રહ્યું. તેમાં અનેક કવિઓ, વિદ્વાનો અને સાહિત્યકારોની અવર-જવર રહેતી. જેથી પિંગળશીભાઈને અનેકના સંપર્કમાં આવવાની તક મળી અને તેના પરિપાકરૂપે બે પુસ્તકો પ્રગટ થયાં. ‘‘સૌરાષ્ટ્ર દર્શન” અને ‘‘સોરઠની સ૨વાણી.' નાના-મોટા કાર્યક્રમો તો પીંગળશીભાઈ પહેલેથી જ આપતા. પણ વિદ્યાલય શરૂ થયા પછી મોટા કાર્યક્રમ યોજાતા. આમ, ૨૦ થી ૨૨ વર્ષ સૌરાષ્ટ્ર-ગુજરાતમાં મોટા શહેરોમાં લોકસાહિત્યના કાર્યક્રમોમાં તેનો સ્વર લહેરાતો. વિદ્યાલયના દસ વર્ષના સમયમાં લગભગ ૬૦ વિદ્યાર્થીઓ તૈયાર થયા. જેમાંના ઘણા કલાકારો આજે પણ ડાયરો ગજાવે છે. આ અરસામાં ગુજરાત નશાબંધી દ્વારા ચાલતા ‘કલ્યાણ બુ.પ્ર. ૫૭ Jain Education International < ૪૪૯ યાત્રા' નામના માસિકમાં તંત્રી સ્થાને શ્રી જયમલ્લભાઈ પરમાર હતા. આ માસિકમાં શ્રી પીંગળશીભાઈની વાર્તાઓ પ્રગટ થઈ અને આ વાર્તાના સંગ્રહો ‘‘પ્રાગવડનાં પંખી’’ અને ‘‘જીવતરના જોખ’' પ્રગટ થયા. પીંગળશીભાઈ માત્ર વાર્તાઓ લખતા એવું નથી તેમણે ઘણાં કાવ્યો પણ લખ્યાં છે. એમની કવિતા અર્વાચીનને આરાધે છે. અને ભજનો ભક્તિરસ સભર છે. મર્મ અને કટાક્ષ એ પીંગળશીભાઈની કવિતાનાં આગવાં લક્ષણો છે. તેઓ રાષ્ટ્રિય જાગૃતિના પ્રહરી છે. એટલે જ તેમણે રાષ્ટ્રના સારા માઠા પ્રસંગોએ અચૂક કવિતા લખી છે અને સાથે સાથે સમાજ સુધારાનું કામ પણ કરતા રહ્યા છે. તેમનાં કાવ્યો, વાર્તા ફૂલછાબ, જયહિન્દ, સ્ત્રી જીવન, લોક ગુર્જરી અને ઊર્મિનવરચનામાં અવાર-નવાર પ્રગટ થતાં રહ્યાં છે. ઇ. સ. ૧૯૬૯માં ગાંધીજીની શતાબ્દિ દેશભરમાં ઊજવાઈ રહી હતી. તેમાં ગાંધીકુળ અંગેની અજાણી હકીકતો પીંગળશીભાઈ સતત તેર વરસ સુધી લખતા રહ્યા. સાથે-સાથે ગાંધી ગીત પણ લખ્યાં જે ગાંધીકુળ નામે પ્રગટ થયાં. તેનું એક મહત્વનું પુસ્તક ‘‘ગીતા દોહાવલી'' છે. ગીતાનો તેણે સાતસો દુહામાં અનુવાદ કર્યો છે જે ભગવત ગીતા અત્યાર સુધી લોકભાષામાં આવી ન હતી, તે પવિત્ર કાર્ય શ્રી પીંગળશીભાઈએ કર્યું. આ પુસ્તકની પ્રસ્તાવના લખતાં કાકાસાહેબ કાલેલકર તેમને મહારાષ્ટ્રના સંત તુકારામ સાથે સરખાવે છે. તેમણે સ્વામીનારાયણ સંપ્રદાયની શિક્ષાપત્રીનું પણ દુહામાં રૂપાંતર કર્યું. તેની કવિતા રાષ્ટ્રિય જાગૃતિને ઉપાસે છે. દંભ ઉપર આકરા પ્રહારો કરી આડંબરના અંચળાને વ્યંગથી વીંખીને ઉઘાડો પાડે છે. વીરત્વને બિરદાવે છે. શ્રી મેઘાણીજી પછી સૌરાષ્ટ્રની રસધારા વહાવીને લોકવાર્તાકારોની આગલી હરોળમાં પોતાનું નામ રોશન કર્યું છે. આ રીતે તે સોરઠી સંસ્કૃતિના અઠંગ ઉપાસક છે. પોતે ગાવાના શોખીન છે. જૂના લોકગીતના ઢાળ તેમને કંઠે છે. આથી જ સ્થાયી યુગ દેવતાની વંદના ચારણધર્મને ઊજળી ચરિતાર્થ કરે છે. જૂનો જમાનો પદ્ય સંસ્કૃતિનો હતો. કેમકે, લોકસાહિત્ય, લોકવાણી કંઠસ્થ હતાં. હવે જ્યારે ગદ્યનો જમાનો આવ્યો છે ત્યારે પણ પીંગળશીભાઈએ બંનેને સંતોષ આપ્યો છે. ભક્તકવિ દુલા કાગ તેમના બે બોલમાં લખે છે, ‘‘મેઘાણંદ ઋષિના પાટવીપુત્ર મારા ગીત પંખીની પાંખો સમા મેરૂભા ગઢવીના ભાઈ પીંગળશીભાઈ ગઢવીની વાણી For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy