SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬ જે બૃહદ્ ગુજરાત નર્મદયુગ અને પંડિત યુગના સંધિકાળમાં થયેલા વા. મો. શાહ પણ એક પ્રખર ચિંતક, સુધારક અને સાક્ષર હતા. ભાવનગરના હિંમત ખાટસુરિયા, ગોંડલના અન્ડર આગેવાન, પોરબંદરના સુધાંશુ, વાંકાનેરના છોટાલાલ કામદાર, રાજકોટના ગુણવંતરાય આચાર્ય અને જયંતિલાલ માલધારી, મોરબીના અબુ શેખાણી વગેરે કવિ-લેખકોનો સૌરાષ્ટ્રના સાહિત્યક્ષેત્રે નોંધપાત્ર ફાળો છે. | ગુજરાતી સાહિત્યમાં આલોચના પ્રકારના સાહિત્યસ્વરૂપો ઘડવામાં, તેને મઠારવામાં, ગુણદોષલક્ષી સમીક્ષા. કરી તેની ક્ષતિઓને નિર્ભયતાથી બતાવી સાહિત્યક્ષેત્રને સંમાજિત કરવામાં નર્મદ, નવલરામ, નરસિંહરાવ, બ.ક. ઠાકોર, વિશ્વનાથ ભટ્ટ, આનંદશંકર ધ્રુવ, વિશ્વનાથ પ્રભુદાસ, વિજયરાય વૈદ્ય, અનંતરાય રાવળ, ઈશ્વરલાલ દવે, વિષ્ણુપ્રસાદ ત્રિવેદી, સુરેશ જોષી, ચાંપશી ઉદ્દેશી, તસિંહ પરમાર, સુરેશ દલાલ પ્રા. રજનીભાઈ જોષી જેવા પુરુષાર્થ વિવેચકોએ સાહિત્યની ગતિવિધિને ચાંપતી નજરે નિહાળી તેમાં ઉત્તમ તત્ત્વોને પ્રવર્તમાન રાખવાની ચીવટ બતાવી છે. રામનારાયણ વિ. પાઠક કવિ, વિવેચક અને ટૂંકી વાર્તાકાર ઠર્યા, એમની પાસેથી સાચાં વિવેચનનો ઉમદા અને બુદ્ધિવાદી આદર્શ ગુજરાતને જોવા મળ્યો. | ગુજરાતી સાહિત્યના ગદ્યસ્વામીઓ અને આખ્યાનકારો ઉપરની એક લેખમાળામાં પ્રા. શ્રી જનાર્દનભાઈ જ. દવે એ સારી એવી વિવેચના કરી છે. પંડિતયુગમાં નાનામોટા અનેક વિવેચકો થયા, આ સૌ સાહિત્યકારોએ ગુજરાતના વિકાસમાં અને સમાજઘડતરની દિશામાં પુરુષાર્થી ફાળો આપ્યો છે, આ સૌ સંસ્કૃતિ ચાહકોએ લોકસંસ્કૃતિના ચાર પાયા મજબૂત કરવામાં પણ સારું કામ કર્યું છે. લોકજીવનમાં સંસ્કૃતિનો તણખો આગીયાની માફક જ્યાં ને ત્યાં પડ્યો જ હોય છે. તેમાંથી જ વિકસે છે લોકસાહિત્ય, લોકકથાઓ, લોકશાસ્ત્ર, લોકાચાર. આ સંદર્ભને કેન્દ્રમાં રાખીને જ લોકસાહિત્યના કલાધરો ઉપરની (રેખાંકન ચિત્રો સાથેની) કેશુભાઈ બારોટની એ લેખમાળા પણ આપણા ગૌરવશાળીઓની ઝાંખી કરાવે છે. શ્રી કે. ટી. ગોહિલનાં રેખાંકન ચિત્રોથી આ વિભાગ ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. વર્તમાન જીવન સંગીતને જાણવામાણવા પણ આ બધા પરિચયોથી વાકેફ થવું જરૂરી છે, કારણ શ્રેષ્ઠ સાહિત્યનો સંગ જીવનની તમામ સમસ્યાઓનો એકમાત્ર વિકલ્પ જણાય છે. આવાં પ્રકાશનોની અભિવ્યક્તિ નિરનિરાળા સ્વરૂપે સમયે સમયે થવી જરૂરી છે. સૃષ્ટિના આરંભકાળથી સંસ્કૃતિનો વિકાસ થતો રહ્યો છે. માનવી તેજ, અંધારનું પૂતળું છે. એનામાં સવૃત્તિઓ અને અસવૃત્તિઓનાં ઘમસાણો ચાલ્યાં કરતાં હોય છે. એમાં સ્થળકાળને સ્થાન નથી. અગ્નિ-ખેતી ને પૈડું શોધાયું ત્યારેય માનવી આવો જ હતો. વરાળ - વીજળી શોધાયાં ત્યારે ય માનવી આવો જ હતો. વિજ્ઞાન - યંત્ર વિજ્ઞાનના અભુત આવિષ્કારો પછી માનવી તો ત્યાંનો ત્યાં જ છે. આજે પણ એમ કહેવાય છે કે, ચંદ્ર પર પહોંચ્યો પણ મન સુધી પહોંચી શક્યો નહિ તે માનવી. આ પૃથ્વીના ગોળા પર અનેક પ્રજાઓ વિકસી અને લોપ પામી. આધ્યાત્મિક, સામાજિક, ભૌતિક સંપત્તિના અનેક આવિષ્કારો થયા, પણ માનવી ‘પૂર્ણ માનવી’ બની શક્યો નહિં. છતાં પ્રગતિ તરફ દોરનારાં પરિબળો સ-રે કાર્યરત રહ્યાં છે અને એ રિબળો એ જ સમગ્ર માનવજાતને આશાવાદી રાખી છે. માનવીના સદ જયારે જયારે સુફ / 1ઢ છે ત્યારે સુખિતે શાતા થઈ છે. આનંદ એ છે. એને આપણે સાંસ્કૃતિક વિકાસનું નામ આપીએ છીએ. યુગે યુગે, સમયે સમયે, દેશે દેશે, પ્રજા પ્રજામાં સંસ્કૃતિના જ્યોતિધર જન્મતા રહે છે અને એનાથી જ આ વિશ્વનો ઇતિહાસ ઊજળો છે. રાજા મહારાજાઓ કે ધર્મધુરંધરો એક પ્રકારનો ઈતિહાસ સર્જે છે; તો નાનકડા ગામ, કે ધોળ કે રાજાને સમાગે વાળ ના. 'કા નિધરો જુદા પ્રકારનો ઈતિહાસ સર્જે છે. એ વિશ્વવિજેતા નથી હોત, જી હેડ છે. એનું સંવેદનો, નાના મવાર વાણી દ્વારા સામાન્ય માનવીના મનનો ! જો લઈ લે, હો છે અને લાંબા સમયે * Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy