SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભા દર્શન જે ૪૫ પ્રતિભાશાળી તો હતા જ. કચ્છના મેઘાણીનું બિરુદ પામેલા દુલેરાય કારાણીનું પણ લોકસાહિત્યમાં એવું જ પ્રદાન હતું. મેઘાણી પછી લોકસંસ્કૃતિ ક્ષેત્રે પુષ્કર ચંદરવાકરનું વિશિષ્ટ યોગદાન પણ સતત યાદ આવ્યા કરે છે. જટિલ અને બોટાદકર આપણા ધ્યાનાર્હ કવિઓ હતા. સાક્ષરોએ જેમની ગઝલોની મુક્તકંઠે પ્રશંસા કરી છે તે કિસ્મત કુરેશી, બરકત વિરાણી, કપિલભાઈ ઠક્કર, નાઝિર દેખૈયા વગેરેનું આ ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન રહ્યું છે. | સ્નેહરશ્મિએ કાવ્યોમાં ઘણા પ્રયોગો કર્યા. જાપાનના અભ્યાક્ષરી હાયકુને પણ ગુજરાતીમાં ઉતારવાનું માન તેમને મળ્યું. સહજાનંદી અને સ્વામીનારાયણી કવિઓએ પણ કૃષ્ણ સાહિત્યમાં અને વૈરાગ્યલક્ષી સાહિત્યમાં સારો એવો ફાળો આપ્યો, ખરેખર તો આ કવિઓ આપણી આન અને શાન ગણાય છે. ગાંધી યુગના બહુશ્રુત પ્રતિભા ધરાવતા બે પ્રમુખ કવિઓ સુંદરમ્ અને ઉમાશંકર અર્વાચીન ગુજરાતી કવિતાના ઉચ્ચકક્ષાના સમારાધકો ગણી શકાય. ૧૯૪૦ પછીના કવિઓમાં નિરંજન ભગત, મકરંદ દવે, પ્રહલાદ પારેખ, મુકુન્દરાય પારાશર્ય, પ્રજારામ, ઉશનસુ, જયંત પાઠક, રાજેન્દ્ર શાહ, કેટકેટલા કવિઓના ઉરધબકારાથી સૌંદર્યમધુર પદાવલીથી શોભતાં ગીતોથી માંડીને નૂતનતમ સર્વકાવ્ય પ્રકારો ગુજરાતી ભાષામાં ખેડાયા છે. જીવંત સારસ્વતધામ ગણાતા પૂ. કે.કા.શાસ્ત્રીજી પણ આપણા ગૌરવવંતા સંસ્કૃતિ પુરુષ રહ્યા છે. આધુનિક કવિઓમાં પણ રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ, પ્રફ્લાદ પારેખ, વગેરે ગુજરાતી સાહિત્યમાં માનભર્યું સ્થાન ધરાવે છે, અમરેલીનું કવિપુષ્પ ગણાતા રમેશ પારેખનું નામ પણ ઘણું મોટું છે. સેંકડો ચંદ્રકો તેમણે મેળવ્યા. તેમનાં કાવ્યો ગુજરાતના સીમાડા વટાવીને વિશ્વપ્રવાસે નીકળી પડ્યાં છે. માધવ રામાનુજને પણ આ પ્રસંગે યાદ કરવા જ રહ્યા. જૂનાગઢના મનોજ ખંડેરિયા અને રાજેન્દ્ર શુક્લ, ગુજરાતી ગઝલને એક નવો જ વળાંક આપ્યો છે. લાલિત્યસભર ગીતોના કવિ રમેશ પારેખ અને વવિનિોદ જોષી, અનિલ જોષી પણ સૌરાષ્ટ્રના છે. ગુજરાતી સાહિત્ય કુંજને પોતાના કોમલ કેકારવથી કવિઓએ જેમ ગજવી મૂકી તેમ ગુજરાતી ભાષા સાહિત્યને ગૌરવાન્વિત બનાવવામાં આ બધા કલમકસબીઓએ અપૂર્વ સેવા બજાવી છે. વેણીભાઈ પુરોહિતનું પણ ગુજરાતી કવિતાક્ષેત્રે ઠીક ઠીક પ્રદાન હતું. | ગુજરાતી ગદ્યમાં નર્મદે નિબંધો, પ્રસંગ લેખો ઇત્યાદિથી સૂત્રપાત કર્યો અને નવલરામ, મણિલાલ, ગોવર્ધનરામ, ગાંધીજી, કાકાસાહેબ, જ્યોતીન્દ્ર દવે, આનંદશંકર ધ્રુવ, બ. ક. ઠાકોર, ચંદ્રવદન મહેતાએ નિરનિરાળી શૈલીથી તેને પહેલ પાડી, સંસ્કારો આપ્યા, વિશુદ્ધ કર્યા અને તેના અવનવાં સ્વરૂપો ખેડ્યાં. સ્વામી આનંદ, સુરેશ જોષી, વિનોદ ભટ્ટ, રતિલાલ બોરીસાગર, દિગીશ મહેતા, પ્રવીણ દરજી વગેરેએ પણ ગુજરાતી નિબંધમાં પ્રદાન કરેલું છે. નવલકથાઓમાં પણ કનૈયાલાલ મુનશીએ કલાવિધાનની દૃષ્ટિએ નવું રૂપ ભલે આપ્યું, પણ ગુજરાતની અસ્મિતાને જ તેમણે કેન્દ્રમાં રાખી, જ્યારે યુગમૂર્તિ વાર્તાકાર ર.વ. દેસાઈએ ભારતની આઝાદી અને વાસ્તવલક્ષિતાને જ કેન્દ્રમાં રાખ્યાં. ધૂમકેતુની વાર્તાઓ પણ ખરેખર તો હૃદયસ્પર્શી બની. ગુણવંતરાય આચાર્ય, પન્નાલાલ પટેલ પીતાંબર પટેલ, ઈશ્વર પેટલીકર, ચુનીલાલ મડિયા, દર્શક અને અદ્યતન નવલકથાકારોએ પોતપોતાની રીતે વિશિષ્ટતાઓ અર્પી જે કાયમી સંભારણું બની રહેશે. નવલકથાના સર્જનમાં મેઘાણી, દર્શક અને હરીન્દ્ર દવેનાં નામ અગ્રસ્થાને છે. વાર્તાકારોએ પણ નવલિકાના કલેવરને સંવર્ધિત કર્યું અને વિકસાવ્યું. ગુજરાતી સાહિત્યપરિષદના સ્થાપક મહાન સમાજવાદી નેતા અશોક મહેતાના પિતા, ગુજરાતી સાહિત્યના યશસ્વી સુવર્ણચંદ્રક સાથે જેમનું નામ જોડાયેલું છે તે રણજીતરામ વાવાભાઈ મહેતા અને મણિલાલ નભુભાઈ આપણા ગૌરવવંતાં રત્નો હતાં. દુર્ગાશંકર કેવળરામ શાસ્ત્રી પ્રખર ઇતિહાસવિદ્દ અને સંસ્કૃતિ પ્રવર્તક હતા. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy