SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ બૃહદ્ ગુજરાત સ્વામીનારાયણ સંપ્રદાયના ત્યાગવૈરાગ્યના ગાયકો નિષ્કુળાનંદજી અને બ્રહ્માનંદ મુમુક્ષુભાવ પ્રેરે તેવાં સેંકડો પદોની રચના કરી, રસસમ્રાટ દયારામની ગરબીઓએ તથા પ્રેમલક્ષણા ભક્તિનાં પદોએ ગુજરાતને એક સમયે ગાંડું કરી મૂક્યું હતું. “જય જય ગરવી ગુજરાતનું ગાન કરી ગુજરાતની અસ્મિતાને ઝળકાવનાર નવયુગનો પ્રહરી નર્મદ આપણો પ્રથમ અર્વાચીન કવિ. નર્મદ અને નવલરામ પાસેથી ગુજરાતના ઉદીયમાન લેખકોને સાચી સાહિત્યષ્ટિ સાંપડી. નર્મદથી લોકસાહિત્યને એકત્ર કરવાના શ્રીગણેશ મંડાયા અને તેમાંથી જ લોકસંસ્કૃતિના હીરલાઓ આપણને મળ્યા. કવિ કાગબાપુ વિશે એમ કહેવાય છે કે પડછંદ કાયાવાળા એ સૌરાષ્ટ્રના ખમીરવંતા રણકારે એક સમયે પંડિત ઓમકારનાથજીને ડોલાવ્યા હતા, મેઘાણીજીને પણ ડોલાવ્યા હતા અને દાયકાઓ સુધી દુનિયામાં વસતા સંસ્કૃતિપ્રેમી ગુજરાતીઓને પણ ડોલાવ્યા હતા. લોકસંસ્કૃતિના આવા મશાલચીઓ અંગે આ ગ્રંથમાં જ કેશુભાઈ બારોટની લેખમાળામાં વિસ્તારથી જોઈ શકાશે. હિન્દુ સાંસ્કૃતિક પરંપરાના શ્રેષ્ઠ કવિઓમાં કવિ ભૂષણની પણ ગણના થતી. મરેલા માનવીને બેઠા કરવાનું જોમ તેમની કવિતામાં હતું. આ કવિ ભૂષણની ‘શિવબાવની' તથા “છત્રસાલ શતક' રચનાઓ શિરમોર ગણાતી. આવા કવિઓના જીવનમાંથી પણ શ્રદ્ધા, શરણાગતિનો ભાવ ક્યારેક વધુ દઢ બનતો જાય છે. શૂન્ય બની જઈને અધ્યાત્મતત્ત્વ પરત્વેનો આપણો અનુરાગ ઘેરો બનતો જાય છે. વીજળીનો ચમકારો જેમ ક્ષણિક ઝળહળતો પ્રકાશ આપી જાય તેમ આ પ્રતિભાઓના પરિચયો વાંચકોના હૃદયને એક ક્ષણ માટે પણ સ્પર્શી જાય તો બધાં જ વળગણો ખરી પડતાં વાર નહીં લાગે અને મનુષ્ય જીવનની સાર્થકતા માટે નવો પ્રાણ પૂરશે. મનુષ્યનું માધુર્ય માણવા માટે પણ સમયે સમયે આવાં ચરિત્રાત્મક પ્રકાશનો જરૂરી બને છે. અર્વાચીન યુગમાં દલપતરામે સભારંજની ચાતુર્યપૂર્ણ કવિતા વડે કવીશ્વરનું બિરુદ મેળવ્યું. નર્મદે પોતાના જુસ્સાથી માનવજીવનને સબળ બનાવવા પ્રયત્નો કર્યા. સુરતાની વાડીના મીઠા મોરલા કલાપીના સન્મિત્ર અને મેઘ સમા શીતલ કવિ કાન્ત પણ ગુજરાતી ભાષાના કવિઓમાં પ્રથમ પંક્તિનું સ્થાન ધરાવતા. કવિ કાન્તથી માંડીને કૃષ્ણલાલ શ્રીધરાણી અને પ્રફ્લાદ પારેખ સુધીની એ અખંડ કાવ્યધારા સંસ્કૃતિનાં અમૃતપાન કરાવતી ચિરકાળ સુધી વહેતી રહેશે. કવિ કાન્ત સોંદર્યમંડિત ખંડકાવ્યો વડે કવિતાકામિનીને શણગારી, જ્યારે કલાપીએ પ્રેમ અને દર્દીની ફારસીરંગી ગઝલોનું વિશિષ્ટ અર્પણ કર્યું. એક રાજવીમાં છુપાયેલો કવિ જગતે નિહાળ્યો. એક સાચા ઊર્મિકવિ નાનાલાલમાં પણ રાસ અને પ્રેમભક્તિનાં મધુર કાવ્યોમાં શબ્દસંગીતનો સુંદર સમન્વય જોવા મળ્યો. બાલાશંકરની ગઝલો, બ. ક. ઠાકોર અને અર્વાચીન ગુજરાતી કવિતાના પિતામહ ગણાતા નરસિંહરાવની કવિતાઓ જગપ્રસિદ્ધ છે. પૂર્વકાલીન કવિઓથી માંડીને છેક નર્મદ સુધીના સંખ્યાબંધ કવિઓ, સર્જકો, સાહિત્યકારોએ શબ્દોની દુનિયામાં એક અનુપમ સૌરભ પ્રસરાવી છે, કારણ આ ભૂમિની સંસ્કૃતિમાં રસ અને માધુર્ય છલકાતાં જ રહ્યાં છે. નાનાલાલ અને ગોવર્ધનરામની સર્જનશક્તિએ ગુજરાતના રસ જીવનને નવપલ્લવિત કર્યું અને એમ કહેવાય છે કે ગોવર્ધનરામનો ભાવનગરનો નિવાસસમય “સરસ્વતીચંદ્ર'ના સર્જન માટે ઉત્તમ સુયોગ હતો. સાહિત્ય વૈભવના વિકાસક્રમમાં ઝવેરચંદ મેઘાણીજીએ પણ સોરઠી બાનીનો ધીંગો રણકાર બની લોકસાહિત્ય અને લોકસંસ્કૃતિનું એકલપંડે ગૌરવપૂર્ણ સંશોધન કર્યું, તેમની નવલકથાઓમાં પણ સોરઠીધરાના પ્રાણધબકારા આબેહૂબ ઝીલાયા છે. અમરેલીના કવિ હંસ (પ્રજ્ઞાચક્ષુ)નાં કાવ્યોમાં પણ દેશપ્રેમનું જોમ ભારોભાર છલકાતું હતું. આ કવિ હંસ અપ્રતિમ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy