SearchBrowseAboutContactDonate
Page Preview
Page 496
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૪ તેનાં જીવનનું ઉજ્જવળ પાસું છે. અને તેના જીવનને સર્વોચ્ચ શિખરે પહોંચાડવામાં કારણભુત છે. ‘‘કવિ દુલા ભાયા કાગ’’ -આ આઠ અક્ષરોમાં સૌરાષ્ટ્રના એક ખમીરવંતા માનવીનું નામ સમાયેલું છે. કાળ જૂના સૌરાષ્ટ્રની સબળ અને સુકોમળ, મીઠી અને બુલંદ, ભવ્ય અને ભાતીગળ કવિતા તે હૈયાને હલાવતો એક ગજબ રણકાર છે. રામાયણ અને મહાભારત ઉપર તો અનેક કવિઓએ કવિતા લખી છે. પણ તેના ભાવોમાંથી સુક્ષ્મભાવ ઝીલી ભગતબાપુએ કવિતારૂપી દોરામાં પરોવી છે અને તે જ લોકહૈયાને ઢંઢોળે છે. પણ એમની કવિતામાં ફક્ત રામાયણ અને મહાભારત જ નથી પણ માનવજીવનમાં ડગલે ને પગલે ઉપયોગી એવું વહેવારુ જ્ઞાન પણ ભરપૂર છે. એમણે આખી સમષ્ટિને આવરી લીધી છે. પહાડ, વૃક્ષ, વાડી, નદી, પશુ, પક્ષી, પૃથ્વી, આકાશ, મોર અને વરસાદ વગેરેમાં કુદરતનો ગજબ સાક્ષાત્કાર કરાવ્યો છે. એમની કવિતાનો ઝોક હંમેશા સમાજસુધારા તરફ રહ્યો છે. એમાં લોકજીવનની સમસ્યાનો પડઘો છે. આ બધું એમણે લોકભોગ્ય અને લોકહ્રદયને સીધી રીતે સ્પર્શે એવી લોકવાણીમાં વર્ણવેલ છે. અત્યાર સુધી કવિઓમાં એક પ્રણાલિકા હતી કે વધારેમાં વધારે અઘરી ભાષામાં કવિતા લખવી. ડિંગળી 'ભાષાના વધારે શબ્દપ્રયોગ કરવા. આમ વધારે અઘરી કવિતા લખે તે શ્રેષ્ઠ કવિ અને ત્યાં સુધી કે માત્ર પોતે જ પોતાની કવિતાનો અર્થ કરી શકે. પણ ભગતબાપુએ આ પ્રણાલિકાને તોડી કવિતા વધારે સરળ કેમ બને, સામાન્ય જનસમાજ તેને કેમ ઝીલી શકે, સમજી શકે અને ગાઈ શકે તે મુદ્દાને ભગતબાપુએ લક્ષ્યાંક બનાવ્યો છે. એટલે જ તેની કવિતા લોકહૃદય સુધી પહોંચી શકી. કવિતા કેટલી અઘરી છે તે મહત્ત્વનું નથી પણ તે લોકોને કેટલી ઉપયોગી છે તે મહત્ત્વનું છે. કાર્યની કવિતા અને ધનુષ્યનું બાણ સામાનાં હૃદયને ચોટે નહિ તો તે કવિતા કે બાણ શા કામનાં? ભગતબાપુ ‘ભગત’ કહેવરાવે છે એવું નથીઃ તે સાચા અર્થમાં ભગત હતા. પણ તે પોતાને ભગત કહેરાવવા કરતાં ખેડૂત કહેરાવવાનું વધુ પસંદ કરતા. એમના જીવનમાં પ્રલોભનો પણ ઘણાં આવ્યાં. ધ્રાંગધ્રા રાજસાહેબનું તેડું આવ્યું પણ પોતે કહેવરાવ્યું, ‘અમે જીવનભર અજાચી રહ્યા છીએ.'' ભાવનગરના મહારાજા કૃષ્ણકુમા૨ સાથે તેને સ્નેહ બંધાણો. આમ તો રાજદરબારે ચડેલા ચારણો રાજદરબારી Jain Education International બૃહદ્ ગુજરાત બની જાય. પણ ભગતબાપુ માટે એ ભ્રમ ખોટો ઠર્યો. પોતે માત્ર કવિ કે ભગત હતા એવું નથી તેમણે પોતાની જ્ઞાતિમાં અને સમાજમાં સુધારાનું કામ ઘણું કર્યું છે. અફીણ,દારૂ, કુરિવાજો, અજ્ઞાનતા અને જડતાને ઊખેડી નાખવા ભગીરથ પ્રયાસો કર્યા છે. બાબરિયાવાડમાંથી દારૂને નષ્ટ કરવા પાઘડી નહિ પહેરવાનું વ્રત લીધું હતું. એમનો સૂર્ય જ્યારે મધ્યાહ્ને તપતો હતો ત્યારે આઝાદીની ઉષ્મા પ્રગટી રહી હતી. તે વખતે પ. પૂ. ગાંધીજી, પંડિત જવાહરલાલ નહેરુ, પૂ. વિનોબા ભાવે, પૂ. રવિશંકરદાદા જેવા ધૂરંધરોના પરિચયમાં આવ્યા અને તેની કવિતા કરવટ બદલીને રાષ્ટ્ર ભાવનાના ભાવે રંગાણી. પોતે મહાત્માજીને તો મજાદર લાવવા ઇચ્છતા હતા ત્યાં અચાનક ગાંધીજીએ વિદાય લીધી. તેથી તે ઇચ્છા પૂરી થઈ શકી નહિ પણ પૂ. રવિશંકર દાદા ડુંગર પધાર્યા અને તેનો પરિચય થયો. પછી તે દાદાના ચાહક બની ગયા. ભૂદાન પ્રવૃત્તિના રંગે રંગાઈ ગયા. પોતાની જન્મભૂમિ સોડવદરી ગામે દાદા પધાર્યા ત્યારે પોતે ૫૦ વીઘા જમીન, ૧૦ હળ, ૧૦ બળદ, ૧૦૦ મણ અનાજ, ૪૦૦ મણ ઘાસ અને હરિજનને એક મકાન દાદાને ચરણે ધરી દીધાં. પછી તેની કલમ ભૂદાનનાં ગીતો લખવા તરફ વળી. પૂ. વિનોબા તરફ અહોભાવ થયો અને તેથી ‘‘ભૂદાનમાળા'' પ્રગટ થઈ. પોતે સાવ ગાંધી રંગે રંગાઈ ગયા. તેથી કવિતાનું વહેણ એ બાજુ વહેવા લાગ્યું. આઝાદી વખતે જૂનાગઢના નવાબ સાહેબને સમજાવવા એક દૂત બનીને ગયા પણ તેમાં તે સફળ થયા નહિ. ભગતબાપુ મેધાણીજીના ખૂબ સંપર્કમાં હતા. સાથે પ્રવાસો પણ કરેલા. એકવાર મેઘાણીજીએ ભગતબાપુને કહ્યું, ‘‘પોરસાવાળાની વાત ખૂબ જામે છે. તેના થોડા દૂહા ગોતીને મોકલી આપો.’’ ભગતબાપુએ દુહા ગોતવાને બદલે પોતે જ સાતેક દુહા લખીને મોકલી દીધા. પણ મેઘાણીજી તો ઘણા મર્મજ્ઞ હતા. તે સમજી ગયા આ દુહા પ્રાચીન નથી પણ તેના પોતાના જ રચેલા છે. એટલે તેણે જવાબ લખ્યો, –‘આપે જો આ દુહા લખ્યા હોય તો થોડા વધારે મોકલજો.'' રવીન્દ્રનાથ ટાગોરને ‘‘ગીતાંજલી’ માટે પારિતોષિક પ્રાપ્ત થયેલ. તેનાથી દેશની વિવિધ ભાષાના ઉત્તમ કાવ્યોને ઇનામો આપવા માટે એક યોજના આકાર પામેલી ત્યારે ભાવનગરના દીવાન અનંતરાય પટ્ટણીએ કવિ કાગ ચિત પ્રકૃતિ વર્ણનનું આ ગીતનો અંગ્રેજી ભાષાનુવાદ કરી મોકલી આપેલ. આ ગીત સર્વોત્તમ ઠરતાં કાગબાપુને બાવીસ તોલાની For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy