SearchBrowseAboutContactDonate
Page Preview
Page 484
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૨ વૈયક્તિક પ્રદર્શનો ઉત્કૃષ્ટ પ્રશંસાપાત્ર નીવડેલ છે. ઇ.સ. ૧૯૬૮માં રાષ્ટ્રીય કલા અકાદમી સહિત તેમનાં સર્જનને લગભગ ૧૩ જેટલા નાના મોટા એવોર્ડ મળેલા છે. ઉપરાંત તેની સર્જન અને કલા પ્રવૃત્તિના મહત્ત્વનાં કાર્ય બદલ ૧૫ જેટલી દેશ-વિદેશની સંસ્થાઓ દ્વારા સન્માન અને સ્મૃતિચિહ્નો ભેટ રૂપે મળેલાં છે. તેમણે એપ્લાઈડ આર્ટનો અભ્યાસ કર્યો હોવા છતાં ચિત્ર રસિકતાને કારણે પ્રથમ તેમણે દશ્યચિત્રોનું પ્રદર્શન કર્યું. બાદ વિવિધ પ્રકારના સમકાલીન કલા પ્રમાણે પ્રયોગો કરતા રહ્યા છે. જેથી ચિત્રકલામાં તેમની મૌલિક શૈલીનું નિરૂપણ કરી શક્યા નથી. તેમને ગમતા વિવિધ વિષયમાં ઓતપ્રોત રહીને તેમણે સાહિત્ય કલા વિષયક પ્રકાશનો કર્યાં. જેવાં કે કાળો કાળો વરસાદ, કાવ્ય સંગ્રહ બુધવારની રાત, તડતડિયા, ગુજરાતના ભરતકામના ટાંકા, ભારતના કલાત્મક પતંગો, કાષ્ટ શિલ્પો, ગુજરાતની વાવો, કોતરેલા-ચિતરેલા ધાતુપાત્રો, આદિવાસી સ્ત્રીઓ વગેરે. તેમનું એક મહત્ત્વનું કાર્ય પોતાના પતંગબાજીના શોખને કારણે તેમણે દેશ-વિદેશના પતંગ ઉડ્ડયનમાં ભાગ લીધો છે અને અમદાવાદ મ્યુનિ. દ્વારા સંસ્કાર કેન્દ્રમાં કાયમી ધોરણે એક વિવિધ કલાત્મક પતંગોનું સંગ્રહાલય નિર્માણ કર્યું છે. જે દેશ-વિદેશમાં પ્રશંસનીય બની રહ્યું છે. ઇ.સ. ૨૦૦૦માં રાજ્યસરકાર દ્વારા તેમને ગૌરવ પુરસ્કારથી સન્માનિત કરાયેલ છે. વારસાગત સૂઝ ધરાવતાર શિલ્પકાર શ્રી રજનીકાંત પંચાલ શ્રી પંચાલનો જન્મ દાહોદમાં, શૈક્ષણિક અભ્યાસ સાથે શિલ્પકળામાં ૨સ વધતો ગયો. કુમાર, નવચેતન, ધર્મયુગ જેવા સામયિક પઠનને કારણે કલાકાર બનવાની ખેવના જાગી. ગુજરાતના ચિત્રકારોનાં ચિત્રો જોઈ રવિભાઈને પત્રો લખતા, જેથી પ્રતિભાવ પણ મળતો. કલાગુરની પ્રેરણાથી વડોદરાની ફાઈન આર્ટ ફેકલ્ટીમાં જોડાયા. આર્થિક સ્થિતિ નબળી હોવા છતાં, જેમ તેમ કરી શિલ્પકળાનો ડિપ્લોમા પૂર્ણ કર્યો. પોતે પંચાલ એટલે દરેક માધ્યમમાં વારસાગત સૂઝ હોય, લાકડું કે લોખંડ, તેનો ઉપયોગ કરી. જાણે તેમનાં ચિત્રોમાં વિશ્વપ્રસિદ્ધ ચિત્રકારો હેનરી મૂર, બાર્બરા હેપવર્ય, જેકોમીતીની અસર દેખાય છે, તેમને મુંબઈમાં રાજ્ય કલા Jain Education International બૃહદ્ ગુજરાત પ્રદર્શનમાં ઇનામ મળ્યા બાદ ઘણા બધા રાજયોનાં, તેમજ રાષ્ટ્રોનાં ઇનામો પ્રાપ્ત થયેલાં છે. તેમનાં શિલ્પ ‘ઘોડા-ગાડી’ ને રાષ્ટ્રીય લલિતકલાનો પુરસ્કાર મળ્યો છે. પેરીસના બીઓનેલ પ્રદર્શનમાં ઇનામ પ્રાપ્તિ તથા ઇ.સ. ૨૦૦૦માં ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્વારા ગૌરવ પુરસ્કારથી સન્માનવામાં આવેલા છે. દેશ-વિદેશમાં કીર્તિ ધરાવતાર શ્રી મનહર મકવાણા ઇ.સ. ૧૯૪૦માં રાજકોટમાં જન્મેલા શ્રી મકવાણાએ શાળાકીય અભ્યાસ બાદ ચિત્રકલા રસને કારણે મુંબઈની જે.જે. આર્ટ સ્કૂલમાં ઇ.સ. ૧૯૫૬માં ડિપ્લોમા પૂર્ણ કર્યો. તેમણે પોતાનાં વૈયક્તિક પ્રદર્શનો જહાંગીર આર્ટસ ગેલેરી, તાજ આર્ટ ગેલેરી-મુંબઈ અને સરલા આર્ટ ગેલેરી- ચેન્નઈમાં યોજાયેલાં છે. તેમજ ઘણાં સંયુકત પ્રદર્શનોમાં ભાગ લીધેલ છે. તેમને બોમ્બે આર્ટ સોસાયટી, રાષ્ટ્રીય લલિતકલા અકાદમી, રાજ્ય લલિતકલા અકાદમી, કલા પરિષદ ઉજ્જૈન, અકાદમી ઓફ ફાઈન આર્ટ-કલકત્તા, દશેરા પ્રદર્શન-મહેસુર, આઇફેકસ-ન્યુ દિલ્હી, મહાકોશલ, મધ્યપ્રદેશ તેમજ આંધ્રપ્રદેશની કલા સંસ્થાઓનાં પારિતોષિકી, તેમજ નાનામોટા એવોર્ડ પ્રાપ્ત થયેલા છે. તેઓ દેશ-વિદેશનાં પ્રદર્શનો તેમજ શિબિરોમાં ભાગ લે છે. તેમની કૃતિઓ મુંબઈ, દિલ્હી, વડોદરા, ભોપાળ, અમદાવાદ, રાજકોટ તેમજ જાપાન, અમેરિકા જેવાં સ્થળોએ કલારસિક લોકોને ત્યાં અને સંસ્થાઓમાં જોવા મળે છે. તિસર્ગતાં દૃશ્યચિત્રોના સર્જક શ્રી નટુ પરીખ ઇ.સ. ૧૯૩૧માં ખેડા જીલ્લાના બાંધણી ગામમાં જન્મેલા, પ્રથમ ગુજરાત યુનિવર્સિટીમાંથી ભાષા-સ્નાતક થયા, બાદ મુંબઈની જે. જે. સ્કૂલમાં ઇ.સ. ૧૯૬૧માં આર્ટસ માસ્ટર થયા અને પછી ઇ.સ. ૧૯૬૨માં તેમણે વડોદરાની ફાઈન આર્ટ ફેકલ્ટીમાં આર્ટસ ક્રિટીસીઝમ કર્યું તથા ઇ.સ. ૧૯૬૩માં ગુજરાત રાજ્યનો ડિપ્લોમા ઈન પેઇન્ટિંગનો અભ્યાસ કર્યો. તેમનો કલાભ્યાસ શ્રી રસિકલાલ પરીખ, શ્રી બેન્દ્રે અને શ્રી આંબેડકર પાસે થયો. તેમણે રાજ્ય કલા અકાદમી તેમજ મૈસુર દશેરા પ્રદર્શનના એવોર્ડ પ્રાપ્ત કર્યા. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy