SearchBrowseAboutContactDonate
Page Preview
Page 462
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૦ નવધાન્ય ચિત્રકાર : શ્રી રસિકલાલ પરીખ ગુરુ-શિષ્ય પરંપરાતા સ્વામી, ચિત્રકારોતા સર્જક, કલાગુરુ, ચિત્રકાર, શિલ્પકાર સ્વ.રસિકલાલ પરીખ ગુજરાતમાં જે ચિત્રકલાનો વિકાસ પૂર્ણપણે જોઈ શકાય છે તેમાં રસિકલાલનો ફાળો કહી શકાય. જેમની નિશ્રામાં આજના મોટાભાગના ચિત્રશિક્ષકગણ, ચિત્રકારો, શિલ્પકારો, ગુરુ-શિષ્ય પરંપરાના ફળસ્વરૂપ તાલીમ પામ્યા છે. ઇ.સ. ૧૯૫૦ના સમયમાં કલાગુરુ રવિભાઈનું કલાધામ લગભગ મંદ પડી ગયેલ. કલાના વિદ્યાર્થીઓને ચિત્ર કે શિલ્પ શીખવા માટે મુંબઈની જે. જે. સ્કૂલ ઓફ આર્ટસ ૫૨ આધાર રાખવો પડતો. બધાયને તે આર્થિક રીતે પોસાય તેમ પણ નહોતું. આવા સમયે રવિભાઈ અને અન્ય શિક્ષણવિદોનો Jain Education International બૃહદ્ ગુજરાત પ્રયત્ન સી. એન. વિદ્યાલય જેવા સંકુલમાં શ્રી રસિકલાલ પરીખના આચાર્ય પદે ફૂલ્યો-ફલ્યો, અને ગુજરાતને ઘણા વર્ષો સુધી સારા ચિત્રશિક્ષકો તેમજ કલાકારો મળતા રહ્યા. જેમનાં કામ અને નામથી ગુજરાત અને દેશ-વિદેશ પરિચિત છે. આ બધાનો યશ શ્રી રસિકલાલ પરીખને અવશ્ય મળશે. શ્રી રસિકલાલનો જન્મ ઇ.સ. ૧૯૧૦માં રાજપીપળામાં થયો હતો. શિક્ષણ કરતાં કલામાં વધુ રસ હોવાથી તેઓ રવિભાઈની કલાશાળામાં જોડાયા. કલાગુરુએ તેમનો શિલ્પકળામાં અધિક રસ જોતાં તેમને મદ્રાસની પ્રખ્યાત કલાશાળાના ચિત્ર અને શિલ્પકાર શ્રી દેવીપ્રસાદ રાય ચૌધરી પાસે વધુ અભ્યાસાર્થે મોકલ્યા. અહીં તેઓ ચિત્ર, શિલ્પ, વુડકટ, લીનોકટ, રેખાંકન, એશીંગ જેવા માધ્યમો શીખ્યા. જે. જે. સ્કૂલ ઓફ આર્ટસ્નો ડિપ્લોમા મેળવ્યો. પ્રથમ નંબરે ઉત્તીર્ણ થયા અને ભીંતચિત્રકળા માટે શિલ્પવૃત્તિ મળી. ત્યારબાદ કલાસંધમાં જોડાયા. તેમના ‘નર્તકી’નામના ચિત્રને ૧૯૩૬માં બોમ્બે આર્ટ સોસાયટીનો સુવર્ણચંદ્રક મળ્યો. ઇ.સ. ૧૯૫૧માં સી. એન. વિદ્યાલયમાં ચિત્રશિક્ષક તાલીમવર્ગની શરૂઆત થઈ જેનું આચાર્યપદ તેમને મળ્યું. ઇ.સ. ૧૯૭૦માં રાજ્યલલિતકલા અકાદમીએ તામ્રપત્ર અને શાલ અર્પણ કરીને તેમનું બહુમાન કર્યું. તેમનાં ચિત્રોમાં સાદાઇ, સ૨ળતા સાથે વાસ્તવિક જીવનનાં ગ્રામીણ પાત્રો, નદી-નાળાં, ઝાડ-પાન, પશુ-પંખી જેવાં દૃશ્ય ચિત્રો જોવા મળતાં. માનવપાત્રોના રૂપ અને ચહેરા ઉપર હલકીસી આનંદલહરી પ્રકટ કરવામાં તેઓ માહેર રહ્યા છે. વોશપદ્ધતિના કામમાં તેઓ નિપુણ હતા જ પણ ટિન્ટેડ પેપર ઉપર થોડાક સફેદ રંગનો ઉપયોગ કરી પ્રકાશછાયાને અદ્ભુત રીતે પકડી શકતા. તેમણે અભ્યાસક્રમોના પુસ્તકો માટેના કથાનક-રેખાંકનો પણ વિપુલ પ્રમાણમાં કર્યાં છે. તેમણે ગુરુ-શિષ્ય પરંપરા જાળવી હતી. તેમનું લયબદ્ધ સાદું જીવન, સરળ પહેરવેશ, બંગાળી ઢબનો કોલરવાળો ઝભ્ભો, છૂટી પાટલીનું બંગાળી ઢબનું ધોતિયું, ઉપર બંડી, ગાંધી પગરખાં, વર્ગમાં જતાં-આવતાં વાંકે ધૂનવાળી સીટી-વ્હિસલ વગાડતા જાય. તેમના જીવન અને કલાવિષયક પુસ્તકો, ચોપાનિયાં, કલાસંપુટ, છપાયાં છે. ઘણા સંગ્રાહકોના ઘેર તેમનાં ચિત્રો છે. અમદાવાદ નગરપાલિકાએ તેમના ઘર પાસેના માર્ગને તેમના નામથી અંકિત કર્યો છે. સહસ્ત્રાબ્દી વર્ષ ૨૦૦૦માં For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy