SearchBrowseAboutContactDonate
Page Preview
Page 460
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૮ જે બૃહદ્ ગુજરાત સ્વમાન અને સૌજન્યશીલતાનો સમન્વય ધરાવતા, અનેક એવોર્ડથી વિભૂષિત, સતત કલાપ્રવૃત રહેતા કલાસાધક, ચિત્રકારેતી પરિચયાત્મક લેખમાળા રજૂ કરનાર શ્રી ગજેન્દ્રભાઈ શાહ ઇ. સ. ૧૯૩૭માં જન્મ સાદરા ૧૯૫૭થી ૬૦ મુંબઈની | સર જે જે સ્કુલ ઑફ આર્ટ્સમાં અભ્યાસ ૧૯૬૦ થી ૬૧ દિલ્હીમાં યુરલ, કલાકામ અને ફર્નિચરની ડિઝાઈનો કરવામાં. ૧૯૬૧ થી ૬૫ અમદાવાદમાં “ધ પારેખ્સ'માં ઈન્ટિરિયર ડિઝાઈનર તરીકે કામ કર્યું. ૧૯૬૫ થી ૮૦ દરમ્યાન પ્રજાસત્તાક દિનની ઉજવણી નિમિત્તે ગુજરાત રાજ્ય તરફથી જે દશ્યો રજૂ થતાં તેમાં પણ સક્રિય સર્જનાત્મક હિસ્સો આપ્યો. ૧૯૭૦ થી ૨૦૦૦ સુધીમાં અમદાવાદ, મુંબઈ, જયપુર, સુરત, દિલ્હી વગેરે સ્થળોની આર્ટ ગેલેરીમાં વ્યક્તિગત ચિત્ર પ્રદર્શનો યોજાયાં. ૨૦૦૧ના તેમનાં વૈયકિતક પ્રદર્શનો “આર્ટ ફોલીઓ ગેલેરી ચંદીગઢ, “સર્જન આર્ટ ગેલેરી વડોદરા, સીટી પલ્સ આર્ટ ગેલેરી ગાંધીનગર, રવિશંકર રાવળ આર્ટ ગેલેરી અમદાવાદમાં યોજાયાં. કલા તેમજ સાહિત્યમાં અનેક સિદ્ધિઓ મેળવતાર કલાગુરુ સ્વ. શ્રી રવિશંકર રાવળ કલા અને સાહિત્યનો રસિક કોઈ ગુજરાતી ભાગ્યેજ એવો હશે જે કલાગુરુ રવિશંકર રાવળના નામથી અજાણ હોય. ગુજરાતના ચિત્રકલાના વિકાસમાં તેમજ પ્રસિદ્ધ ચિત્રકારો, ડિઝાઈનરો, રેખાંકનકારોના ઉદયમાં તેમની કલાશાળા અને તેમણે શરૂ કરેલ “કુમાર' સામયિકનો ફાળો સવિશેષ રહ્યો છે. આજે જ્યારે સમયના વહેણમાં સંસ્કારસિંચનની પદ્ધતિઓ બદલાઈ ગઈ છે, ત્યારે આવા મહાનુભાવને સહજ યાદ કરી લઈએ. કલાગુરુએ તેમના જીવનકાળ દરમિયાન કલા અને સાહિત્યક્ષેત્રે મેળવેલ સિદ્ધિઓનું સવિસ્તર વર્ણન તેમના જીવનગ્રંથ “ગુજરાતમાં કલાનાં પગરણ'માં આપેલ છે. આજે ગુરુ-શિષ્ય પરંપરાની જે વાત કરીએ છીએ તે રવિભાઈએ પોતાને મળેલ જ્ઞાન તેઓએ કલાકારોને પ્રત્યક્ષ અને કુમાર સામયિક દ્વારા આપ્યું. કુમારમાં પ્રકાશિત ચિત્રોરેખાંકનો, લખાણોની જે તે સમયના બધા જ ઊગતા કલાકારો રાજસ્થાની સંગીતકાર ચિત્રકાર : ગજેન્દ્ર શાહ Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy