SearchBrowseAboutContactDonate
Page Preview
Page 459
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભા દર્શન જે ૪૦૦ રંગરેખાળા કલાવિદો –ગજેન્દ્ર શાહ સાંસ્કૃતિક વારસામાં કળાનું સ્થાન સર્વશ્રેષ્ઠ છે. કારણ કે કળા એ પ્રજાજીવનના સંસ્કારોનું પ્રતિબિંબ છે. માનવજીવનની સંવેદનાઓનો સરવાળો છે. ભાવવિશ્વની રૂપલીલા છે. ભૂતકાળની માનવસંવેદનાને વર્તમાનમાં સુંદર રીતે દર્શાવીને ભાવિની સંવેદનાઓને સમૃદ્ધ અને સંમાર્જિત કરવામાં કળાનો ફાળો અનન્ય છે. સ્થાપત્ય, શિલ્પ, ચિત્ર, સંગીત, સાહિત્ય વગર માનવસંસ્કૃતિનું અસ્તિત્વ કલ્પવું અશક્ય છે. આ સાતત્યને લીધે માનવજીવનના ઇતિહાસમાં કળા અમર છે. સ્થાપત્ય, શિલ્પ અને ચિત્ર દેશ્ય કળાઓ છે અને સંગીત તથા સાહિત્ય શ્રાવ્ય કળાઓ છે. પરંતુ દશ્યકળાઓમાં ચિત્ર વિશાળ ફલકને આવરી શકે છે. એટલે એ બધું વૈવિધ્યપૂર્ણ લાગે છે. અને કુશળ કલાકાર ચિત્રમાંના વિવિધ ભાવોને વાચા આપી શકે તો તે કવિતા પણ બની શકે છે. એટલે બધી લલિતકળાઓમાં ચિત્રનું સ્થાન વિશિષ્ટ છે. ગુફાવાસી માનવીએ દોરેલાં ચિત્રોથી માંડીને દેવાલયોનાં પરિસરમાં, રાજમહેલોની અટારીઓમાં, નગરોનાં સંથાગારોમાં, પ્રાચીન હસ્તપ્રતોમાં-વસ્ત્રોપરધાતુઓ કે સ્ફટિકો પર ચિત્રો જ ચિત્રોનો ભવ્ય ઇતિહાસ પથરાયેલો જોવા મળે છે. વિશ્વની કોઈ સભ્યતા એવી નથી, જેણે ચિત્રમાં પોતાના સાંસ્કૃતિક વારસાને રંગરેખાબદ્ધ ન કર્યો હોય! | ગુજરાતમાં વડોદરાના ટિંબકવાડાના અલભ્ય ચિત્રાંકનો, ભાવનગર પાસે સિહોરના દરબારગઢના કમાંગરી અને સલાટી શૈલીનાં નયનરમ્ય ચિત્રો, કચ્છ-ભુજનાં મ્યુઝિયમોમાંનાં મનોહર ચિત્રો, અમદાવાદ સ્વામીનારાયણ મંદિરનાં સુંદર ચિત્રો, પાલીતાણા તળેટીમાં સમવસરણ જૈન મંદિરમાં શ્રી ચતુર્વિધ સંઘના ૧૦૮ ઐતિહાસિક ચિત્રાંકનો તથા આજ સુધીમાં સમર્થ કલાકારોએ પ્રયોજેલી વિવિધ ચિત્રશૈલીઓ એ સાંસ્કૃતિક વારસાના કીર્તિસ્થંભો છે. એ કલાભવનો પરિચય કરાવે છે અમદાવાદના કળામર્મજ્ઞ શ્રી ગજેન્દ્રભાઈ શાહ. શ્રી ગજેન્દ્રભાઈ શાહ (જન્મ : ઇ.સ. ૧૯૩૭) મુંબઈની જે. જે. સ્કૂલ ઓફ આર્ટસના શિક્ષાર્થી. ૧૯૫૯-૬૦માં સ્નાતક થયા.પ્રોગ્રેસિવ ગ્રુપ ઓફ અમદાવાદના સભ્ય બન્યા. અમદાવાદ સ્થાયી થયા, પણ મુંબઈ અને ભારતના વિવિધ શહેરોની કળાસંસ્થાઓ તથા વિદેશની કળાપ્રવૃત્તિઓ સાથે સતત સંપર્કમાં રહ્યા છે. એમની આ શક્તિ-ઉપાસનાનો ગુજરાત સરકારે રાજ્યની કળાપ્રવૃત્તિ વિકસાવવામાં ઇ.સ. ૧૯૬૮ થી ૧૯૮૧ સુધી સહયોગ કર્યો. ભારતમાં વિવિધ સ્થળોએ એમનાં કળાપ્રદર્શનો ભારે પ્રશંસા પામ્યાં. ભારત ઉપરાંત ઇગ્લાંડ, ફ્રાન્સ, સ્વીટ્ઝર્લેન્ડ, ઇટાલી, ઓસ્ટ્રેલિયા, જર્મની, ઝેકોસ્લોવિયા, ડેન્માર્ક, હોલેન્ડ વગેરે દેશોના મ્યુઝિયમોની મુલાકાત લીધી. એમણે ગુજરાત લલિતકલા અકાદમીની ફેલોશીપ અને ઓલ ઇન્ડિયા ફાઈન આર્ટ્સ એન્ડ ક્રાફટ સોસાયટી દ્વારા ઇ.સ. ૧૯૯૯નો વેટરન આર્ટિસ્ટ તરીકેનો એવોર્ડ પ્રાપ્ત કર્યો છે. છેલ્લાં ૪૦ વર્ષથી વાસ્તવલક્ષી અને પ્રભાવવાદી શૈલીમાં ચિત્રસર્જન કરતા રહ્યા છે. ભારતના જોવાલાયક સ્થળોનાં રેખાંકનો અને પ્રાચીન-અર્વાચીન સંગીતકારોના પોટ્રેટ બનાવવામાં એમનો વિશેષ ફાળો છે. દૂરદર્શન-અમદાવાદ માટે તૈયાર કરેલી પીઢ કલાકારો વિશેની દસ્તાવેજી ફિલ્મ, “કુમાર”માંનાં કલાવિષયક લેખો અને ગુજરાત સમાચાર'માંની ‘આકાર અને આકૃતિ' નામે કોલમ શ્રી ગજેન્દ્રભાઈની કલાસાધનાના પરિચાયક છે. એમનું વિનમ્ર અને પ્રસન્ન વ્યક્તિત્ત્વ સૌ કોઈના આકર્ષણનું કેન્દ્ર બની રહે છે. –સંપાદક Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy