SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ ૪ બૃહદ્ ગુજરાત પણ પ્રગટ થયેલા. ૧૯૨૩માં સૌરાષ્ટ્ર ફિલ્મ કંપનીની તેમણે રાજકોટમાં સ્થાપના કરેલી જે ગુજરાતનો પ્રથમ ફિલ્મ ટુડીયો હતો. તેમના ભાઈ ચંપકરાય કાનજી પટ્ટણીને રોયલ ફોટોગ્રાફીક સોસાયટીનું માનદ સભ્યપદ મળેલું. આ પદ મેળવનાર તેઓ પ્રથમ ભારતીય હતા. મુકુન્દરાય પારાશ જીવનચરિત્રના “સત્યકથાઓ' નામે પ્રચલિત પુસ્તકો દ્વારા ઉત્તમ લેખો ગુજરાતને આપ્યા છે જે ચિરસ્મરણીય રહેશે. સાદું, સરળ છતાંયે ઉત્તમ પ્રકારનું ગદ્ય એ તેમની વિશિષ્ઠ દેણગી છે. ભાવનગરના દીવાન સરપ્રભાશંકર પટ્ટણીના વ્યક્તિત્વનું દર્શન કરવાનું પુસ્તક અનેકોને પ્રેરણા આપનારું બની રહ્યું છે. તો અનુગાંધીયુગમાં ગાંધીજીના પ્રભાવથી મુક્ત શુદ્ધ કવિચાના આરાધક એવા ત્રણ કવિઓ પ્રલાદપારેખ, નાથાલાલ દવે અને મુકુન્દ પારાશર્ય આપણા અગ્રણી કવિઓ છે. મુકમન્દ પારાશર્યનાં ભક્તિગીતો પદો, સુભાષિત કક્ષાના મુક્તકો અને દૂહાઓ આપણી અધ્યાત્મ પરંપરાના અમર વારસા જેવાં છે. પંડિત મગનલાલ શાસ્ત્રીજી અને ચાણોદ કરનાળીના દયાનંદજી વેદપાઠી વલ્લભવેદાંત અને સામગાનના નિપુણ પંડિતો નિર્ભય અને નિસ્પૃહી હતા. “ભગવદ્ ગોમંડલ'એ અભૂતપૂર્વ કોશના મુખ્ય સંપાદક ચંદુભાઈ પટેલનું નામ પણ યાદ આવે છે જે સિહોરના વતની હતા. આ સૌની વાણી અને વ્યક્તિત્વમાં ગુજરાતની અસ્મિતાનું પ્રાગટ્ય થતું જણાતું, એ સૌના નયનોમાંથી વાત્સલ્યતા અને હૃદયની વિશાળતા ભારોભાર દેખાતી. ધરતીને ઉજાળવી એ જ તે સૌનાં જીવનની સાર્થકતા હતી. વર્તમાનમાં પૂ. મનહરલાલજી મહારાજ, કૃષ્ણશંકર શાસ્ત્રીજી, રામચંદ્ર ડોંગરેજી, પંડિત સુખલાલજી, પંડિત બેચરદાસજી, પં. દલસુખભાઈ માલવણિયાજી, પંડિત સાંકળેશ્વરજી, જયભિખ્ખ તથા સૌરાષ્ટ્રમાં મહુવા પાસેના તલગાજરડામાં એક સામાન્ય શિક્ષક જીવનથી કારકિર્દી શરૂ કરનાર વિશ્વવંદનીય પૂ. મોરારીબાપુ તો આપણા આ યુગનું જીવતું જાગતું મહાકાવ્ય છે. સંસ્કૃતિના ઉદ્ગાતા આ વૈશ્વિક સંત ખરેખર તો શબ્દોથી પર છે. આ ઉપરાંત ભોગીલાલ સાંડેસરા, ભીમસિંહ માણેક, પરમાનંદ કાપડિયા, રતિલાલ દીપચંદ દેસાઈ આ બધા ગુજરાતના ભૂષણરૂપ નિધિ સ્વરૂપોમાં જ્ઞાનસંપદા, સાક્ષરતા, મૃદુતા, ભારોભાર છલકાતી. આ ગુણગ્રાહી દષ્ટિ જ અમારું આકર્ષણ કેન્દ્ર રહ્યું છે. ગ્રંથમાં પ્રગટ થયેલી જીવનરેખાઓ ખરેખર તો રેખાસ્વરૂપે જ છે. આ સૌને ન્યાય આપવા ઘણું ઘણું લખવું જોઈએ. પણ પાનાંની મર્યાદા એમ કરતાં રોકે તે સ્વાભાવિક છે. સંજીવની રસાયણ જૈન શાસનમાં જેમ ગુણોની પૂજા કરનારાઓની એક સુવ્યવસ્થિત સુંદર પરંપરા અનાદિકાળથી અકબંધ રીતે જોવા મળે છે તેમ સંસારના સમસ્ત જીવોને ઊંચામાં ઊંચો ભાવ આપનાર સદ્ગુણો અને ભાવશ્રદ્ધાને જો પ્રાધાન્યતા આપવામાં આવે, કઠોર પરિશ્રમ અને દઢ મનોબળ કેળવાય, જીવનમરણની ક્ષણોમાં પણ ગુણપ્રાપ્તિની ઝંખના મનમાં જ અંકિત થઈ જાય તો માનવની સંસારયાત્રા જ જીવનનો એક મંગલ મહોત્સવ અને મંજુલ-મંગલની શ્રેણી બની રહેશે. જીવનની લોકોત્તર ખુમારી ખીલવવામાં આ સગુણો જ સંજીવની રસાયણ બની રહેશે. પરમાર્થીઓનાં સેવાકાર્યોની અનુમોદના કરતા થઈશું ત્યારે જ આપણાં નયનો જગતના જીવોમાં ગુણદર્શન પામી શકશે. પ્રતાપી પૂર્વજોએ વહાવેલી ગુણાનુરાગી ગંગાનું આચમન જિજ્ઞાસુ જગતને દીર્ઘકાળ સુધી ભારે મોટું બળ આપી રહેશે. પુણ્ય પુરુષોના સગુણો જ આપણાં સંકલ્પ, સાધના અને છેવટે સિદ્ધિની કેડી તરફ પહોંચવામાં મદદરૂપ થશે. આ સદ્ગણો જ સમાજને બદલવાની પૂરી ક્ષમતા ધરાવે છે. તેથી જ કહેવાયું છે કે આ સદાચાર એ જ ધર્મ છે, માનવીના દેહ કે કુળ ક્યારેય પૂજાયા નથી. સગુણો જ હંમેશા પૂજાયા છે અને પૂજાશે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy