SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભા દર્શન જે ૪૧ બી. તપ, ત્યાગ, જ્ઞાનવૈરાગ્ય, આચારશુદ્ધિ, વિચારશુદ્ધિ અને સાદી, સરળ, નિખાલસ જીવનશૈલીથી પ્રભાવિત થનારા આપણાં કેટલાંએ રજવાડાઓનાં દૃષ્ટાંતો મોજૂદ છે. પૂર્વે થઈ ગયેલા જૈનાચાર્યોમાં ઘણા અજૈન હતા. અને વર્તમાનમાં પણ કેટલાક જૈનાચાર્યો જૈનેતર છે. નશ્વર વૈભવના આત્મઘાતક રંગરાગને શાસ્ત્રવચનો દ્વારા ઓળખી સંસારી માયાને ફગાવી દઈ જિનધર્મનું અમૃતપાન કરાવનારા વિક્રમની વીસમી સદીના તીર્થોદ્ધારકો, આગમગ્રંથોના સંશોધકો, અહિંસાધર્મના પ્રસારકો એવા કેટકેટલા ધન્ય નામ થયાં છે. જૈન શાસનની આ મહાન વિભૂતિઓમાં પૂ. વૃદ્ધિચંદ્રજી મહારાજ, શાસનસમ્રાટ પૂ. નેમિસૂરિજી મહારાજ, સિદ્ધાંત મહોદધિ પૂ. પ્રેમસૂરિજી મહારાજ, જ્યોતિર્ધર યુગપુરુષ પૂ. રામચંદ્રસૂરીશ્વરજી મહારાજ, તિતિક્ષાની મૂર્તિ પૂ. ભુવનભાનુસૂરિજી મ., મહુડી તીર્થના સ્થાપક પૂ. સાગરસૂરિજી મહારાજ, આગમોદ્ધારક પૂ. આનંદસાગરસૂરિજી મહારાજ, આરાધક તપસ્વી પૂ. સિદ્ધિસૂરિજી મહારાજ, રૈવતગિરિના ઉદ્ધારક પૂ. નીતિસૂરિજી મહારાજ, વ્યાખ્યાન વાચસ્પતિ પૂ. મોહનસૂરિજી મહારાજ, મહાન જ્યોતિર્ધર પૂ. લબ્ધિસૂરિજી મહારાજ, પંજાબ કેસરી પૂ. વલ્લભસૂરિજી મહારાજ, સંસ્કૃતિ શણગાર પૂ. કેસરસૂરિજી મ., કચ્છવાગડના દેશોદ્ધારકો, અનેક ધુરંધરો, પદો, આ બધા પરમ આદરણીય સંતોને કારણે ભારતભરમાં જૈનધર્મનો વિજયનાદ ગાજતો રહ્યો છે. પ્રસિદ્ધ બહુશ્રુત મેઘાવીઓ પ્રાચીન અર્વાચીન ભારતને ગુજરાતે બહુશ્રુત પંડિતો અને શાસ્ત્રીઓની જે મૂલ્યવાન ભેટ ધરી તેમાં કપીલ, દુર્વાસા, સૌભરી, યાજ્ઞવલ્કય, ભારદ્વાજ, ગૌતમ વગેરે દાર્શનિક ઋષિમુનિઓના આશ્રમો ગુજરાતમાં હતા. નર્મદાના કિનારે એક બેટ ઉપર ભગવાન વેદવ્યાસ અને નર્મદાના સામા તટે અવધૂત શિરોમણિ ભગવાન શુકદેવજીના આશ્રમો પણ હતા જે અદ્યાપિ જગપ્રસિદ્ધ છે. વૈશેષિક દર્શનના આચાર્ય કણાદનો આશ્રમ પ્રભાસમાં હતો એવું વાયુ પુરાણમાં પણ અપાયું છે. શિશુપાલવધ મહાકાવ્ય રચનાર માઘકવિ અને ભારવી બંને ગુજરાતના હતા. કવિ ભટ્ટિએ રાવણવધ” નામે મહાકાવ્ય રાજા ધરસેનના સમયમાં વલભીમાં રચેલું. બૌદ્ધધર્મના સુખ્યાત ચિંતકો સ્થિરમતિ, ગુણમતિ વલભીમાં હતા. જ્યાં મૈત્રકકાલીન ગુજરાતની વલ્લભી વિદ્યાપીઠનું સ્થાન નોંધપાત્ર ગણાતું. જૈનધર્મના અસાધારણ સાક્ષર અને પ્રબંધ ચિંતામણિના રચિયતા પૂ. મેરૂતુંગાચાર્ય વઢવાણના હતા. આ બધા આત્મભાવમાં સ્થિર હતા, સંયમસાધનાના દિવ્યાકાશમાં વિહરનારા બહુશ્રુત જ્ઞાનીઓ હતા. માનવ સમાજને પ્રકાશ આપવા દીપક સમાન પોતાને જલાવી દેનારા ભાવનાશાળીઓ હંમેશા આગળ આવવાના જ. જામનગરમાં શ્રી કંઠ નામના પંડિતે “રસ કૌમુદી' નામનો ગ્રંથ લખેલો તે પછી પંડિત વણીનાથ, રવિનાથ, કેશવજી શાસ્ત્રી, ભવાનીશંકર શાસ્ત્રી, જયશંકર શાસ્ત્રી વગેરેએ ગિવણગીરાની આરાધના કરીને વિવિધ ક્ષેત્રોમાં મૌલિક ગ્રંથો આપ્યા. જામનગરના ઝંડુ ભટ્ટજી અને વલ્લભીપુર પાસેના પચ્છેગામમાં અન્ય આયુર્વેદના ભિષગરનો અકિંચન જીવનના વ્રતધારીઓ હતા. આ બધા જ્ઞાનીઓનું સાંનિધ્ય આપણને આત્માની અપાર શાંતિમાં પ્રવેશ કરાવે છે. જૂનાગઢમાં પંડિત ગટુલાલજી જ્યોતિષ, કાવ્યો અને નાટકો એમ ત્રણ ત્રણ શાસ્ત્રોમાં નિપુણતા ધરાવતા હતા. મોરબીના શીઘ્ર કવિ શંકરલાલ માહેશ્વર કાવ્યરચના માટે છેક કાશી સુધી જઈને કીર્તિધ્વજ લહેરાવી આવ્યા. સામવેદમાં સૌથી નિષ્ણાત રેવાશંકર શાસ્ત્રી આજે પણ ગુજરાતનો ડંકો વગાડે છે. ભાવનગરના સુપ્રસિદ્ધ સાહિત્યકાર શ્રી મકંદરાય પારાશર્ય પાસે તો ઘણો મોટો જ્ઞાનભંડાર હતો. તેમના પિતાશ્રી વિજયશંકર કાનજી પટ્ટણીના ચિંતનગ્રંથો Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy