SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ જે બૃહદ્ ગુજરાત અંધશ્રદ્ધા અને પાખંડ વહેલી તકે બંધ થાય.” એ કામ એમણે પૂર જોશ-જુસ્સાથી સિદ્ધ કર્યું. આ દયાનંદે આર્યધર્મ દ્વારા સ્વધર્મ અને સ્વરાજની પણ પ્રચંડ ઘોષણા કરી અને સમાજસુધારણાનું કાર્ય અવિરત ચાલુ રાખ્યું. આજે પણ સ્વામીનારાયણ સંપ્રદાય, ગાયત્રી પરિવાર, સ્વાધ્યાય પરિવાર, રાધાસ્વામી સત્સંગ સમાજ અને મા અમૃતમયી ભક્તિ આંદોલન જેવી પ્રવૃત્તિઓ ગુજરાતમાં ચાલી રહી છે. યુવાનોમાં ધર્મનાં માધ્યમથી સુધારણા લાવવા જૈનાચાર્ય ભુવનભાનુસૂરિ સમુદાયના પં.ચંદ્રશેખરજી મહારાજ યુવકશિબિરો ચલાવે છે. સતત પરિશ્રમણ કરી અલૌકિક પુણે માર્ગનું પ્રવર્તન કરનારા જગદ્ગુરુ શ્રીમદ્ વલ્લભાચાર્ય તથા પ્રભુચરણ શ્રી વિઠલેશ્વરજીના ચરણચિહ્નો અને બેઠકો ગુજરાતમાં સ્થળે સ્થળ છે. આ સંપ્રદાયની ગાદી ઉપર તેજસ્વી પુરુષો અને નવરત્નો પાયો છે. અત્યંત સન્માનિત થયેલા, અડગતાનો ઉપદેશ આપનારા . દેવકીનંદ મહારાજ જૂનાગઢમાં થયા, તો પોરબંદરમાં વિખ્યાત સંગીતકાર ઘનશ્યામલાલજી મહારાજ થયા. સુરતમ પરમસાક્ષર ગો.શ્રી વૃષભૂષણલાલજી મહારાજ વગેરે પ્રસિદ્ધ છે. એ બધા જ્ઞાની પુરુષોએ અતિવિષમ સંસારની કરુણતા વિષે ભારોભાર આલોચના કરી છે. ધર્મ સ્થાપના કરવી સહેલી છે, પણ ચિરકાળ સુધી એનું સિંચન, સંગોપન, સંવન, સંરક્ષણ થતું રહે તેવ. વ્યવસ્થા કરવી દુષ્કર અને અઘરું છે. સંતપરંપરામાં યોગીજી મહારાજ અને પ્રમુખસ્વામીજી મહારાજ સાહત સૌ દત્તચિત્ત છે. માધુર્યના મહાસાગર ગણાતા યોગીજી મહારાજે ઈગ્લેન્ડ, અમેરિકામાં સંખ્યાબંધ સંસ્કારધામો ઊભાં. કર્યા છે. સંસ્કૃતિ ક્ષેત્રે તેમનું આ ઘણું મોટું પ્રદાન ગણી શકાય. પ્રણામી ધર્મમાં પણ માનવજીવનના ઉત્કર્ષ અને આત્મજ્ઞાન સંબંધે વિશેષ ભાર મૂકાયો છે. અઢારમી સદીમાં વિશ્વના સિદ્ધ પુરુષ તરીકેનું સન્માનનીય સ્થાન પ્રાપ્ત કરનાર કચ્છના કાપડી સંત મેકરણદાદાની પ્રતિભા તો જૂઓ! સૂકા રણમાં તરસ્યાને પાણી અને ભૂખ્યાને ભોજન એ જ એમનો જીવનભરનો ધર્મ હતો. કલ્યાણમય કાર્ય કરનાર ભગવાન સ્વામિનારાયણ એટલે અર્વાચીન યુગના યુગસર્જક, હિન્દુ સંસ્કૃતિના મહાન જ્યોતિર્ધર તેઓએ સમાને વચનામૃત-શિક્ષાપત્રી જેવા ધર્મગ્રંથોનું પ્રદાન કર્યું છે. અયોધ્યાની સમીપ છપૈયામાં જન્મીને ગુજરાતને વિશેષ પાવન કરનારા, પછાત જાતિઓમાં નિર્ભયતાથી વિચારીને પ્રચારપ્રભાવથી પ્રજાજીવનને સંસ્કારમંડિત કરનાર, કાઠી જેવી કોમને સંસ્કાર વિભૂષિત કરનાર સહજાનંદ સ્વામીનારાયણ ભગવાન અને તેમના સંપ્રદાયમાં થયેલા સંતોના પરિચયો આ ગ્રંથમાં જ ગોરધનદાસ સોરઠિયાની લેખમાળામાં વાંચી શકશો. આ નીડર પત્રકાર શ્રી સોરઠિયાનું અમરેલીની આરસી’ પુસ્તક જિજ્ઞાસુઓએ જોઈ જવા જેવું છે. ઈશ્વરસ્મરણની શીખ આપતી વિવિધ સંત પરંપરાઓ અને સંતોની જીવન પ્રણાલી વિષે ડૉ. નિરંજનભાઈ રાજ્યગુરુની લેખમાળા પણ મનને શાંતિનો આનંદ કરાવશે. આ બધા સંતોની સાધનાનો પ્રકાશ આપણાં અંતરના અંધકારને દૂર કરવામાં, આપણાં મનના બધા જ ઉધામાનું શમન કરવામાં અને સંતાપો ખરી પાડવામાં મદદરૂપ થશે એવી અમારી શ્રદ્ધા છે. જેન મહર્ષિઓની જીવનશૈલીનો પ્રભાવ રાજ્યાશ્રય કે રાજસત્તાની જૈનધર્મે ક્યારેય ઝંખના કરી નથી. પણ રાજ્યકર્તાઓને બોધ આપવામાં ક્યારેય શરમાયા પણ નહોતા. એક કાળે ગુજરાતમાં તો જૈનધર્મનો ઉપદેશ બાદશાહ અકબરના દરવાજે પણ આંબી ગયો હતો, જે આપણે સૌ જાણીએ છીએ. જૈનાચાર્યોની જીવનશૈલી પ્રભાવક રહી છે. અનેક અજૈનો પણ જીજ્ઞાસુભાવે જૈનાચાર્યોના સતત સંપર્ક અને સાનિધ્યમાં રહ્યા છે. ગુજરાત-રાજસ્થાનમાં જૈનધર્મની વિશેષ પ્રભાવકતા જોવા મળી છે. જૈન મહર્ષિઓમાં રહેલાં Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy