SearchBrowseAboutContactDonate
Page Preview
Page 453
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભા દર્શન નાટકો, ટૂંકી વાર્તાઓ, વિવેચનો, ચરિત્રો, પ્રવાસ, ઇતિહાસ, રાજકારણ, સંસ્કૃતિ આદિ પર તેમણે પોતાની કલમ ચલાવી છે. એમની કલ્પના ખૂબ જ પ્રબળ હોય છે. એમની શૈલી પ્રતાપી છે. એમનાં પાત્રો કર્તવ્યપરાયણ અને ગતિશીલ હોય છે. એમની રચનાઓના પ્રસંગો ઝડપથી ચાલતા હોય છે. અને વાચક સમક્ષ વિભિન્ન ચિત્રો ખડાં થતાં હોય છે. * એમનાં સ્ત્રીપાત્રો શરૂઆતમાં તેજસ્વી, કડક, પ્રગતિવાદી, નિર્ભય, બુદ્ધિશાળી અને મનસ્વી હોય છે. પરંતુ આખરે પ્રણયનાં વહેણમાં તણાઈ જઈને પુરુષ આગળ નમતું જોખનાર હોય છે. શ્રી મુનશીની રચનાઓમાં ઊર્મિશીલતા અને લાગણીના પ્રવાહ સર્વત્ર જણાય છે. સુખ-દુઃખના સંઘર્ષો, જીવન-મૃત્યુના દ્વંદ્વ, રાગવિરાગના ગજગ્રાહ, નિર્બળતા-કાયરતાની સ્પર્ધા, ઇન્દ્રિયલોલુપ અને જિતેન્દ્રિય પાત્રોનાં મનોમંથન.......વગેરે શ્રી મુનશીની કૃતિઓમાં અત્ર-તંત્ર-સર્વત્ર જોવા મળે છે. મુંજ, મૃણાલ, મુંજાલ, કાક, મંજરી આદિ પાત્રોએ તો મુનશીને અને તેમની રચનાઓને અમર કરી મૂક્યા છે. મીનલ, મંજરી, મૃણાલ, પ્રસન્ન, તનમન, રમા જેવી તેજસ્વી, સ્નેહાળ અને ગૌરવવંતી નારીઓ આપણાં સાહિત્યનું ગૌરવ છે. મુંજાલ, કાક, ત્રિભુવનપાળ, જગત, જયસિંહ, કીર્તિદેવ વગેરે અનેક પ્રતિભાશાળી પાત્રો બુદ્ધિવૈભવ અને વીરતાથી ચમકી રહ્યાં છે. શ્રી મુનશીના પાત્રોમાં રોતલવેડા, દુર્બળતા, શિથિલતા જેવાં તત્ત્વો તો ભાગ્યે જ જોવા મળશે. એમનાં પાત્રો તો પ્રાણવાન અને નર્મમર્મથી ઓપતાં હોય છે. એમની રચનાઓમાં આવતાં સંભાષણો, સંવાદ અને વર્ણન પણ ખૂબ જ સ્વાભાવિક, કુશળ અને અસરકારક હોય છે. ‘જય સોમનાથ’, ‘ગુજરાતનો નાથ’, ‘રાજાધિરાજ', ‘ભગવાન કૌટિલ્ય' એમની ઉત્તમ નવલકથાઓ છે. એમનાં બારિક શિલ્પવિધાન, સતત કુતુહલવશ રાખતી શૈલી માન મુકાવે છે. ડૂમાનો પ્રભાવ તેમના પર છે. શ્રી મુનશીએ તખ઼ાને લાયક અનેક નાટકોની રચના કરીને ગુજરાતનું નાટ્યશાસ્ત્ર સમૃદ્ધ કર્યું છે. સામાજિક, ઐતિહાસિક અને પૌરાણિક એમ ત્રણ પ્રકારનાં નાટકો તેમણે લખ્યાં છે. શ્રી નર્મદાશંકર અને શ્રી નરસિંહ મહેતાનાં સુંદર Jain Education International ૪૦૧ ચરિત્રોનું નિર્માણ કરી શ્રી મુનશીએ બંને મહાપુરુષોને ભવ્ય અંજલિ આપી છે. આ બેમાં ‘નર્મદ ચિરત્ર' વધુ આદર પામ્યું છે. શ્રી મુનશીએ પોતાની આત્મકથા ખૂબ જ રસિક રીતે લખી છે. ગુજરાતીભાષાની કદાચ આ લાંબામાં લાંબી આત્મકથા છે. એમની આત્મકથામાં શ્રી મુનશીનો અહંકાર અત્ર-તંત્ર-સર્વત્ર ડોકિયાં કરતો લાગે છેઃ છતાં ગુજરાતી ગદ્ય ઉપર મુનશીના સર્જક વ્યક્તિત્ત્વના ઊંડા સંસ્કાર પડેલા છે. મુંબઈમાં ‘ભારતીય વિદ્યાભવન'ના એ સ્થાપક, કુલપતિ, સોમનાથના વિધાયકોમાંના એક વિધાનવિદ્, ઉત્તરપ્રદેશના સફળ ગવર્નર હતા. કવિ અને આખ્યાતકાર શ્રી અનંતપ્રસાદજી વૈશ્નવ નરસિંહ મહેતાના કાકા પર્વતના વંશમાં શ્રી અનંતપ્રસાદ ત્રિકમલાલ વડનગરાનો જન્મ ઇ.સ. ૧૮૬૧માં રાંધનપુરમાં બ્રાહ્મણકુળમાં થયો. તેઓનાં આખ્યાનો ઘણાં પ્રાસાદિક, રાગ-રાગિણીવાળાં, હૃદય સોંસરવા ઊતરી જાય તેવાં છે. સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલયે તેમનાં આખ્યાનો ભાગ ૧-૨માં છપાવ્યા છે. તુકારામ, એકનાથ, અંબરીષ, ભક્ત બોઘલાજી, જયમલ રાઠોડ, ગજેન્દ્ર મોક્ષ વગેરે અનેક વિષયો પર તેમનાં આખ્યાનો એક સમયે ગુજરાતમાં ઘેર ઘેર ગવાતાં. તેમણે શ્રી રામાનુજાચાર્યનો વૈષ્ણવ સંપ્રદાય સ્વીકારેલો અને શ્રી ભાષ્યસહિત ઘણી સાંપ્રદાયિક શાસ્ત્રીય રચનાઓને ગુજરાતીમાં સુલભ કરેલ છે. ‘રાણકદેવી' નામની તેમની નવલકથા પણ ‘કરણઘેલો' પછીની ગણાય. તેમના સહસ્ત્રાવધિ પદોમાં શરણાગતિ, દૈન્ય, વિવિધ સ્વરૂપોનાં વર્ણનો, ઉત્સવ વર્ણનો છે. તેઓ રાંધનપુર સ્ટેટના ઊંચા અધિકારીપદે રહ્યા પણ રંગનાથ અને બેટપતિની ભાવભક્તિમાં લીન રહેતા. શ્રીમદ્ ભાગવત્, ઉપતિષદો, દૂર્ગાસપ્ત શતીતા પધાતુવાદક શ્રી શાંતિશંકર મહેતા ભાવનગર પાસેના મહુવામાં તા. ૩૧-૫-૧૮૯૦માં મોસાળમાં જન્મેલા આ વડનગરા ગૃહસ્થ બ્રહ્મદેશમાં ત્યાંની બેંકમાં ગેરન્ટર રહ્યા. ઉચ્ચ અધિકારી છતાં રવિવારની જાહે૨ રજાઓમાં શ્રી શાંતિભાઈ મહેતા શરૂઆતમાં શ્રી અનંત For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy