SearchBrowseAboutContactDonate
Page Preview
Page 451
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભા દર્શન ‘જહાંગીર-નૂરજહાંન’, ‘શહનશાહ અકબરશાહ' વગેરે ઐતિહાસિક નાટકોમાં તેમની કલ્પના ઇતિહાસને સોનેરી રસથી દીપ્તિમંત કરે છે. વિશ્વગીતા'માં આર્ય સંસ્કૃતિના શ્રેષ્ઠ અને પ્રોજ્જવલ પ્રસંગોને મણકારૂપે પરોવી એક ભવ્ય દર્શનમાળાનાં ધાર્મિક દૃશ્યો રજૂ કર્યાં છે. ‘રાજર્ષિ ભરત' અને ‘કુરુક્ષેત્ર' દ્વારા કવિએ ગાંડીવના ટંકાર સંભળાવ્યા છે. કવિશ્રી સૌંદર્યના કીમિયાગર હતા. શબ્દ પાસેથી એમણે લીધેલું કામ અપૂર્વ છે. કવિના સાહિત્યમાં ઇતિહાસ, કવિતા ને ચિંતનની ત્રિવેણી જોનારને દેખાશે. કવિને માત્ર ઊર્મિનું ડોલન જોઈએ, છંદોનું બંધન નહિ. તેમણે આગવી ડોલનશૈલીમાં ‘જ્યા જયંત, ‘ઇંદુકુમાર’ વગેરે નાટકો અને કાવ્યકૃતિઓ ઊતારી છે. કવિશ્રીની કલમ પ્રેરણાને વફાદાર રહી તે પોતાની સૌંદર્યદૃષ્ટિ, કલ્પના, જીવનદૃષ્ટિ ને શબ્દો, શબ્દ ચિત્રો, અલંકારો, ભાવપ્રતીકો, વ્યંગાર્થ વગેરે યોજે છે. શૈલીમાં પ્રૌઢતા, સૂત્રાત્મકતા, અલંકારિતા અને ઉદ્બોધન એ ખાસ લક્ષણો મનમાં ૨મી રહે એવા સચોટ સૂત્રોરૂપ રજૂ થયાં છે. ઊર્મિકાવ્ય ને રાસની તો જાણે કવિએ પરબો માંડી છે. એમનો અદ્ભુત ભાષા વૈભવ, કલ્પનાનાં ઉડ્ડયનો, ભાવનાની સર્વવ્યાપી સમૃદ્ધિ સાથે ઉરનાં ઊંડાણ ને વિવિધ ભાવો કવિની કાવ્યસમૃદ્ધિમાં મનોહર સ્વરૂપે વિલસે છે. બ્રહ્મ, બ્રહ્માંડ અને વિરાટ એમની ક્ષિતિજો હતી. ભાવની કુમાશ, ભાષાની કર્ણમધુરતા, ગેયતાપોષક લાલિત્ય, ઊર્મિની એકાગ્રતા અને રસની સઘનતા, લલિત અને ભવ્ય પ્રતિની મોહક કલ્પનાના વિલાસ, સંગીતની મીઠાશ—આ બધું એમની કૃતિઓમાં આબેહૂબ જોવા મળે છે. તેમનાં સાહિત્યમાં રસ અભિવ્યક્તિ અને રસ સામગ્રીમાં કૌતુકપ્રિયતા અને નવીનતા છે. તેમ વક્તવ્ય અને જીવનદૃષ્ટિમાં સૌષ્ઠવપ્રિય અને નવીનતા છે. તેમ વક્તવ્ય અને જીવનદૃષ્ટિમાં સૌપ્રિય પ્રણાલિકાનું અનુસરણ છે. સુભગ અને મધુર સૂત્રાત્મક ઉક્તિ લાધવ છે. તો શબ્દાળુતાને - પ્રસ્તાર પણ મળે છેઃ લાલિત્ય છે તેમ ભવ્યતાય છે. નિયમબદ્ધ સુંદર પઘરચના છે તો પિંગળના નિયમોમાં લીધેલ છૂટો છે તેમજ અપદ્યાગદ્ય જેવું કાવ્યવાહન પણ છે. તેમનામાં નિર્વ્યાજ્ય સરળતા છે ને આડંબર પણ છે. નવસર્જનની Jain Education International * ૩૯૯ તાજગી છે ને શૈલીદાસ્ય પણ છે. આમ એમનું વિપુલ સર્જન એમાંનું પરસ્પર વિરોધી એવું ય ઘણું દેખાડે છે. તેમનું સંસ્કારધન ગુજરાતીઓ પૂરેપુરું નહીં મૂલવે તો ગુજરાત દરિદ્ર અને નગુણું બનશે. કવિ, શિક્ષક અને વિવેચક શ્રી બળવંતરાય ક. ઠાકોર ‘પુષ્કળ કવિતા માત્ર પોપટઆંસુ સારતી' એ દોષ આપણી ગુજરાતી કવિતાને માથે પણ શ્રી બળવંતરાયે માર્યો અને ગુજરાતી કવિતાને દોષમાંથી મુક્ત કરવાનું ભગીરથ કાર્ય પણ આ સમર્થ આત્માએ જ પાર ઊતાર્યું. ભરૂચના બ્રહ્મક્ષત્રિય કુટુંબમાં શ્રી બળવંતરાયનો જન્મ ઇ.સ. ૧૮૬૯ના ૨૩ મી ઓક્ટોબરે થયો હતો. શ્રી બળવંતરાયે કવિ ઉપરાંત એક ગદ્યકાર તરીકે પણ સાહિત્યક્ષેત્રે પોતાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેમનું ગદ્ય કવિના નિષ્કર્ષરૂપ કસોટીસમું છે. તેમની સમસ્ત સાહિત્ય પ્રવૃત્તિમાં બ્રાહ્મણનું જ્ઞાનતેજ ઝગારા મારતું તો ક્ષત્રિયનું ખમીર પણ વર્તતું હતું. ઉમાશંકર, સુંદરમ્ જેવા કવિવરોના તેઓ ઘડવૈયા હતા. સંકુલ, બરછટ તથા લાંબા પરિચ્છેદોવાળી ને જટિલ વાક્યગૂંથળીવાળી તેમની શૈલી અનધિકારીઓને તો દુર્બોધ થઈ પડે છે. પરંતુ જે એમાં એક વાર ડૂબ્યો તેને તો જરૂર કોઈ વિચારમોતી લાધે જ છે, તેમની અગેય છંદમાં રચાયેલી વિચાર પ્રધાન કવિતા તો નારિકેલ પાક જેવી છે, જે સમજવી ને પચાવવી બંને ભારે છે. પણ એકવા૨ સમજાય તો તેનો રસાસ્વાદ પણ અનેરો છે. ‘અર્થપ્રધાન કવિતા એ દ્વિજ જાતિનું કાવ્ય છે.’’ એમ તેઓ માનતા. ‘ભણકાર’ ધારા ૧, ૨માં તેમનાં કાવ્યો, ‘માલવિકાગ્નિમિત્ર’ ને ‘શાકુંતલ’ કાલિદાસનાં બે નાટકોનાં ભાષાંતર, પ્રયોગમાળા'માં તેમના વિવેચનલેખો તો ‘ચરિત્રલેખો’માં ચરિત્રચિત્રણ આપેલા છે અને ‘આપણી કવિતા સમૃદ્ધિ'માં તેમની પ્રતિભાને ઓપ અર્પતું અતિવિસ્તૃત ને વિલક્ષણ વિવરણ છે. જ્યોતિન્દ્ર દવેએ યથાર્થ જ લખ્યું છે કે, ‘ભવિષ્યમાં ઠાકોરનાં કાવ્યો કરતાં એમનાં ગદ્ય લખાણો વધુ આદરપૂર્વક વંચાશે એમ ઘણાને લાગે છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy