SearchBrowseAboutContactDonate
Page Preview
Page 450
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૮ તેમનાં અથાગ જહેમત, અદમ્ય ખંત, કર્તવ્ય પરાયણતા, સેવાભાવ અને એકનિષ્ઠાના ગુણો જોતાં શ્રી ધ્રુવસાહેબે તેમને ‘સકલ પુરુષ' એ નામે બિરદાવ્યા તે યોગ્ય અને યથાર્થ છે. પંડિતયુગના કાદંબરીકાર ગોવર્ધનરામ ત્રિપાઠી ઓગણીસમા શતકના આરંભકાળે બ્રિટીશ સત્તાનાં પગરણ ભારતમાં મંડાયા અને એક તરફથી પશ્ચિમની નવી લોકશાહી વિચારણાનો સ્વીકાર થતો હતો તો બીજી તરફ આપણા પ્રાચીન સંસ્કૃતિ તરફ પણ ઝોક હતો. એ કાળ બંને યુગો વચ્ચે સંસા૨ સુધારા ને ધર્મવિચાર અંગેનો પણ એક વિશિષ્ટ સંધિ (અંકોડો) હતો. એ સમયે ગોવર્ધનરામનો જન્મ માધવરામ ત્રિપાઠીને ત્યાં નડિયાદમાં ઇ.સ. ૧૮૫૫ના ઓક્ટોબરની વીસમી તારીખે થયો હતો. બાળપણથી જ તેઓએ લખાણ પ્રત્યે રુચિ કેળવી હતી. બહુ નાની ઉંમરથી પોતાના વિચારો નોંધી લેવાની એમને ટેવ હતી. એમના લેખોમાં વચને-વચને તેમનું જ્ઞાન પ્રતીત થાય છે. તે પ્રમાણે એમનું વાંચન વિશાળ અને સર્વદેશીય હતું. એમની અવલોકન શક્તિ ઘણી સૂક્ષ્મ અને ત્વરિત હતી. ગોવર્ધનરામની કૃતિઓમાં ચતુર્ભાગી ‘સરસ્વતીચંદ્ર’ (૧૮૮૭,૯૨,૯૮,૧૯૦૧) તો ‘ગોવર્ધન સ્મરણ સ્તૂપ અવિચ્છિન્ન જ્વલંત જ્યોતિ' જેવા સાહિત્ય જગતમાં સર્વોત્કૃષ્ટ શોભે છે. ‘સરસ્વતી ચંદ્ર' વાસ્તવિક જીવનને નિરૂપતી પહેલી શિષ્ટ ગુજરાતી નવલકથા છે. તેમાં ઓગણીસમી સદીના આપણા દેશના ધાર્મિક, સામાજિક અને રાજકીય મહાપ્રશ્નોની વિશદ અને તલસ્પર્શી ગવેષણા છે. જે તત્કાલીન નહિ પણ પછીની અનેક પેઢીઓને વર્ષો સુધી સાંસ્કૃતિક માર્ગદર્શન આપશે તેવી નક્કર ભૂમિકા પર બંધાયેલી છે. તેમાં સંસ્કૃત મહાકાવ્યની કલ્પના સમૃદ્ધિ છે. તેમ અંગ્રેજી સાહિત્યની રંગપ્રધાનતા પણ છે. શ્રી આનંદશંકર ધ્રુવે તેને ‘‘પુરાણ’’ નામ આપ્યું છે તે સર્વથા સાર્થ છે. તેનાં પાત્રો જીવંત, તાદૃશ્ય અને સમગ્ર સંસારને આવરી લે તેટલાં વિવિધ છે. તેનો પ્રત્યેક ભાગ એક જુદી નવલકથા જેવો છે. સમગ્રપણે ‘સરસ્વતી ચંદ્ર’ ગુજરાતી ભાષાએ જગત સાહિત્યને આપેલી મહાનવલની ભેટ છે. મહાકવિ ન્હાનાલાલે તેને ‘‘જગત કાદંબરી’' કહી છે. Jain Education Intemational બૃહદ્ ગુજરાત તેમના જીવન અને કવન પર વેધક પ્રકાશ પાડતી તેમણે લખેલી ચિંતનપૂર્ણ અંગ્રેજી રોજનીશી ‘સ્ક્રેચબુક’ છે. રોજનીશીમાં તેમના તટસ્થ વિચારોનું ગૌરવ જોવા મળે છે. ‘સ્નેહમુદ્રા’માંનાં કાવ્યો પણ કાવ્યત્વની દૃષ્ટિએ અવગણવા જેવાં નથી. તેમાં તત્ત્વદર્શન ઘણું છે. પણ આત્મલક્ષી ઊર્મિકાવ્યનું તત્ત્વ પણ એમાં છે જ. ગોવર્ધનરામ માત્ર લેખક નથી, એ દૃષ્ટા છે. સાહિત્યના ઇતિહાસના એક યુગને એમનું નામ યથાર્થ રીતે મળ્યું છે. સૌંદર્યલક્ષી મહાકવિ કવિ ન્હાનાલાલ ‘ઊગ્યો પ્રફુલ્લ અમીવર્ષણ ચંદ્રરાજ' કહીને તેમના પોતાના જ શબ્દોમાં કવિ કાન્તે જેમને બિરદાવ્યા હતા તે કવિ ન્હાનાલાલ ગુજરાતી કવિતાના આકાશમાં સાચાસાચ અમીવર્ષણ ચંદ્રરાજ જ હતા. અર્વાચીનયુગના ગુજરાતના પ્રથમ પંક્તિના અગ્રગણ્ય કવિને ઇ.સ. ૧૮૭૭માં અમદાવાદ શહેરમાં શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિમાં કવિ દલપતરામને ઘેર જન્મવાનું સદ્ભાગ્ય મળ્યું. કાવ્યો અને નાટકો, સાહિત્યમંથન અને સંસારમંથનનાં લખાણો, નવલકથા અને પિતાના સુદીર્ઘ જીવન જેવડું જ સુદીર્ઘ જીવન ચરિત્ર. અર્ધશતાબ્દિના તેમનાં સાહિત્યજીવનમાં એકેય ક્ષેત્ર એવું નહીં રહ્યું હોય કે જેમાં કવિએ પોતાની લીલા વિસ્તારી ન હોય. કવિશ્રીનું સાહિત્ય સર્જન ઇયત્તા અને ગુણવત્તા ઉભયની દૃષ્ટિએ વિપુલ છે. એમાં છંદોબદ્ધ, ગેય અને અછાંદસ કવિતા છે. બાળકાવ્યો, રાસ, ગઝલો ઉપરાંત ‘નવયૌવના' જેવાં ચિત્રકાવ્યો, ‘વસંતોત્સવ’ ને ‘દ્વારિકાપ્રલય’ અને ‘વિશ્વગીતા’ જેવાં નવનાઢ્યો કથાકાવ્યો, ‘કુરુક્ષેત્ર’ જેવું મહાકાવ્ય, કવિશ્રીનાં અવસાનથી અધૂરું રહેલ ‘હરિસંહિતા’ જેવું પુરાણ કાવ્ય અને ‘ઇન્દુકુમારથી અમરવેલ’ સુધીનાં અભિનવશૈલીનાં ચૌદેક નાટકો છે. ‘ઉષા' અને ‘સારથી' જેવા આઠેક આખ્યાન સંગ્રહ છે. ‘સાહિત્યમંથન’ જેવું સાહિત્ય વિવેચન છે તો ‘કવીશ્વર દલપતરામ’ જેવો માહિતી સમૃદ્ધ ચરિત્રગ્રંથ છે. પણ કવિનું સવિશેષ અર્પણનું ક્ષેત્ર તો તેમનાં કાવ્યો જ બની ગયાં. અવનવીન ભાવ અને ભાષા, ઉન્નત આદર્શો અને તેમનાં ગીતો ગુજરાતી કવિતાને તેમનું અમર અર્પણ છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy