SearchBrowseAboutContactDonate
Page Preview
Page 449
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભા દર્શન લક્ષ્મીશંકર અને માતા નંદકોરના એકના એક પુત્ર હતા. નવલરામે નર્મદના ગદ્યસાહિત્યને વધુ રસાળ ને સમૃદ્ધ બનાવ્યું. ઇતિહાસ-ગ્રંથ, નિબંધ ગ્રંથ, સર્વક્ષેત્રે પ્રથમ ખેડાણ કરનાર આ વીર હતા. વિશેષતઃ સમર્થયજ્ઞ તો તેમના સાહિત્યનાં વિવેચનો હતાં. તે જ યજ્ઞની ફલશ્રુતિએ તેમને વિવેચક નવલરામ બિરુદ આપ્યું. નવલરામ ગુજરાતી ભાષાના આદ્ય અને શ્રેષ્ઠ વિવેચક હતા. તેમનાં વિવેચનોમાં તરી આવે છે—ઉદારતા, સમભાવ, સાત્ત્વિકતા, સમપ્રમાણતા ને ન્યાયબુદ્ધિ. કેવળ વિવેચક જ નહિં પણ તેઓ સારા નાટ્યલેખક પણ હતા. ફ્રેન્ચ નાટ્યકાર મોલિયરના જગપ્રસિદ્ધ નાટકનું તેમણે કરેલું રૂપાંતર ‘ભટ્ટનું ભોપાળું’ એ આજે પણ હાસ્યપ્રધાન નાટકોમાં અમર છે. નવલરામની ગદ્યશૈલી સુમગ અને સરળ છે. તેમની શૈલી અર્થલક્ષી છે. સૌન્દર્યલક્ષી નથી, પણ ભાવપ્રેરિત છે. આડંબર નથી પણ સૂક્ષ્મ મનન, વિગત, વર્ણન, સળંગ વૃત્તકથન, નર્મ મર્મયુક્ત વિનોદ અને પ્રબળ લાગણીવાળું સામર્થ્ય તેમાં છે. શબ્દો પરિચિત અને વાક્યો ટૂંકાં છે. છતાં શૈલીમાં અવજ્ઞાપ્રેરક બજારીપણું નથી. તેમની ભાષા સુઘડ છે. તેની શૈલી પણ સ્મરણીય નહીં પણ સુઘડ તો છે જ. તેમણે ‘મેઘદૂત'નું ગુજરાતીમાં ભાષાંતર કર્યું છે. ઇતિહાસ, વ્યાકરણ, ભાષાશાસ્ત્ર, પિંગળ આદિ લખાણોમાં એમની વિદ્વત્તા ને સત્યનિષ્ઠા પ્રગટ છે. શ્રી નવલરામની ઉત્તમકૃતિઓનો સંચય ‘નવલ ગ્રંથાવલી' નામથી પ્રગટ થયો છે. નવલકથાનો આધપ્રણેતા નંદશંકર નંદશંક૨નો જન્મ સુરતમાં સં. ૧૮૮૧માં ચૈત્ર વદ ૪ને દિવસે ઇ.સ. ૧૮૩૫ની એપ્રિલની ૨૧ મી તારીખે થયો હતો. એમના પિતાનું નામ તુળજાશંકર અને માતાનું નામ ગંગાલક્ષ્મી હતું. જાતે નાગર બ્રાહ્મણ હતા. ગુજરાતની અસ્મિતાની જાગૃતિના દાયકામાં એ યુગપ્રભાવની અસર નીચે જીવનનું સાર્થક્ય ‘કરણ ઘેલો’ રચીને તેમણે કર્યું. તેમણે સૃષ્ટિ સૌદર્યનાં ખૂબ દર્શન કર્યાં. તેની છાયા ‘કરણ ઘેલો'માં જોવા મળે છે. સર વોલ્ટર સ્કોટની ઐતિહાસિક નવલકથાને નમૂના તરીકે રાખી ‘કરણ ઘેલો’ લખાઈ. ‘કરણ ઘેલો'માં નંદશંકરની સંસ્કારિતા, તેમનાં Jain Education International * ૩૯ પ્રવાસવર્ણન, સૃષ્ટિસૌદર્યનાં દર્શન તથા રાજા-રજવાડાઓના વૈભવનું પ્રત્યક્ષ દર્શન જોવા મળે છે. ‘કરણ ઘેલો' એ તેમની ચિરંજીવી કૃતિ છે. તે સમયની આ કૃતિમાં સાહિત્યિક દોષો હશે પણ ૨સહીનતા તો નથી. તેની વર્ણનશક્તિ અદ્ભૂત છે. નિર્દોષ હાસ્યતા પુરસ્કર્તા શ્રી રમણભાઈ નીલકંઠ બહુશ્રુત સમાજની કુરૂઢિયો,વહેમ, પ્રચલિત અજ્ઞાન, માન્યતાઓ, ખોટા આડંબર ને દંભ ઉપર સચોટ, કટાક્ષમય લખાણો લખી ગુજરાતના સાહિત્યનો ઉત્કર્ષ કરનાર કેળવણીના પ્રખર પ્રણેતા અને હિમાયતી શ્રી રમણભાઈ નીલકંઠનો જન્મ અમદાવાદમાં ઇ.સ. ૧૮૧૮ ની ૧૩ મી તારીખે થયો હતો. તેઓશ્રી મહીપતરામના સૌથી નાના અર્થાત્ ત્રીજા પુત્ર હતા. તેમણે ‘વિવાહ વિધિ' નામે પુસ્તક પ્રગટ કર્યું. ત્યારપછી તેઓએ ‘જ્ઞાન સુધા'માં લખવાનું શરૂ કર્યું. જેમાં તેઓના વ્યક્તિત્ત્વની સુધારક તરીકેની છાપ સ્પષ્ટ જણાઈ આવે છે. તેઓએ એક સમર્થ વિવેચક તરીકે સારી પ્રતિષ્ઠા મેળવી હતી. ‘કવિતા ને સાહિત્ય' એ નામથી પ્રસિદ્ધ થયેલો તેમના એ લેખનો સંગ્રહ કાયમી ઉપયોગના એક શિષ્ટ ગ્રંથ તરીકે ગુજરાતી સાહિત્યમાં બહુ ઊંચું સ્થાન ભોગવે છે. ‘ભદ્રંભદ્ર” એ તેમની સર્જક પ્રતિભાની એક વિજયસિદ્ધિ છે. ગુજરાતી કટાક્ષકથન કલાની એ એક અમરકૃતિ છે. હાસ્યરસના સળંગ પુસ્તકમાં હોવાં જોઈએ તેવાં વિલક્ષણ પાત્રો, વૈવિધ્યયુક્ત પ્રસંગો, અસરકારક વર્ણનશૈલી, નર્મ મર્મના અનેક સ્થાનોમાં સરળપણે પાયારૂપ બનેલી વિદ્વત્તા અને વિરલભાષા પ્રભુત્વ આ સર્વગુણોથી ‘‘ભદ્રંભદ્ર” ભરપૂર છે. તેમના વિવેચનોમાં સંસ્કૃતના વ્યુત્પન્ન પંડિતના તલસ્પર્શી પરામર્શ અને મર્મગ્રાહી દષ્ટિ જોવા મળતાં નથી. ઘણી વાર તેમનાં વિવેચનો વકીલના મુકદ્દમા જેટલાં લાંબા અને સપાટી પર જ ફરતાં જણાય છે. આમ છતાં છંદ અને કવિતા, વૃત્તિમય ભાવાભાસ, કવિતાની ઉત્પત્તિ, રાગધ્વનિ, કાવ્યનું સ્વરૂપ, સ્વાનુભવ, રસિક અને સર્વાનુભવ રસિકકાવ્ય વગેરે વિષયોની તેઓશ્રીએ કરેલી ચર્ચા આપણા ગુજરાતી સાહિત્યમાં સમર્થ વિવેચક તરીકે તેમની યાદ ચિરકાળ સુધી જાળવી રાખશે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy