SearchBrowseAboutContactDonate
Page Preview
Page 437
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભા દર્શન પબાભાઈની વાડીએ બેસી સં. ૨૦૧૫ના પોષ વદ ૮ને શનિવારે રામજ્યોતિ ગ્રંથ પૂર્ણ કર્યો. તેનો પ્રથમ ભાગ પોરબંદર ક્રાંતિ પ્રેસમાં છપાયો અને બાકીનો ભાગ રાજકોટ જય સૌરાષ્ટ્ર પ્રિન્ટીંગ પ્રેસમાં છપાયો. જ્યારે આ રામજ્યોતિનું છાપકામ ચાલુ હતું ત્યારે કવિ માંદગીના બિછાને હતા. સં. ૨૦૧૭માં રામજ્યોતિ પ્રગટ કરી તેની સૌ પ્રથમ કથા બાંટવા પાસેના ફરેશ ગામે કરી. આ કથા પૂર્ણ કરી પોતાના વતનમાં રૂપાવટી આવ્યા, ત્યારે ગામલોકોએ એમનું ભાવભર્યું સ્વાગત કરી સામૈયું કર્યું. રામજ્યોતિ (રામાયણ)ના સાત કાંડોમાં કવિએ દુહા, સોરઠા, છંદ, છપ્પય, પડધરી, સરૈયા વિગેરેનો ટીકા સાથે ભરપૂર ઉપયોગ કર્યો છે. તેનાં વર્ણનો પણ અદભૂત છે. ગ્રંથમાં આવતી કવિતાની લિપિ હિન્દી છે પણ તેની ટીકા ગુજરાતીમાં છે એટલે ઓછું ભણેલા લોકો પણ વાંચી અને સમજી શકે તેમ છે. આ ગ્રંથ રામઅનુરાગીઓ અને કથાકારોને ઘણો ઉપયોગી થઈ પડે તેમ છે. ભાષા, કવિતા અને વર્ણનની છટા શ્રોતાઓને મુગ્ધ કરે તેવાં છે. કવિ રામભક્ત તો હતા જ, શિવભક્ત પણ હતા. સાંજે શિવદર્શન કર્યા પછી જ તેમને જમવાનો નિયમ હતો. અને જે ગામે શિવદર્શન ન હોય તેવા ગામમાં જતા નહિ. તે ઘેડિયાના વહીવંચા બારોટ હતા. અને તેમના યજમાનોનો તેમને ખૂબ સહકાર હતો. રામજ્યોતિ પ્રગટ કરવામાં પણ તેમના ઘેડિયા યજમાનોની જ મદદ મળી હતી. સં. ૨૦૨૨ના જેઠ સુદ ૪ ને દિવસે રૂપાવટી મુકામે સવારના છ વાગ્યે સૂર્યોદય પહેલાં કવિએ સ્વર્ગારોહણ કર્યું. લોકસાહિત્ય અને લોકસેવાના ભેખધારી જયમલ પરમાર રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી પછી જેનું બીજું નામ છે એવા જયમલભાઈ પરમારનો જન્મ રાજકોટ જિલ્લાના વાંકાનેર મુકામે તા. ૬-૧૧-૧૯૧૦ના રોજ શ્રી પ્રાગજીભાઈ મકાજીભાઈ પરમારને ત્યાં થયો. (વિ.સં. ૧૯૬૬) તેમનાં માતુશ્રીનું નામ કુંવરબા પરબતજી હતું. તેમના પિતા દીવાન હતા અને ત્રણ ગામના તાલુકદાર હતા. જયમલભાઈની છ માસની વયે તેમના પિતાજીએ કાયમી વિદાય લીધી. ઘરની સંપત્તિ પણ ઘસાતી ગઈ. એટલે જયમલભાઈનો ઉછેર તેના Jain Education Intemational - ૩૮૫ મોસાળના ગામ વેજલપુર (મોરબી)માં થયો. સાત મામા અને નાનીમાના લાડકોડમાં તે ઊછેર્યા પણ નાની માના કંઠે હાલરડાં અને લોકકથા સાંભળતા એટલે તેનામાં લોકસાહિત્યના અંકુરો ત્યાંથી જ ફૂટ્યા જે આગળ જતાં વટવૃક્ષ બન્યા. જયમલભાઈના અભ્યાસમાં અને જીવન ઘડતરમાં દક્ષિણામૂર્તિ, કાશી વિદ્યાપીઠ અને ગૂજરાત વિદ્યાપીઠનો ફાળો છે. લોકસાહિત્ય, સંત સાહિત્ય, વિજ્ઞાન અને લોકકથાઓ, ખગોળશાસ્ત્ર, શાસ્ત્રીય સંગીત, પશુ, પક્ષીઓ, ઇતિહાસ, ધર્મતત્ત્વ, ચિંતન અને માનવસેવા તેના પ્રિય વિષય હતા. તેથી લોકસાહિત્ય, સંત સાહિત્ય, લોકવાર્તા સંગ્રહ, શેખચલ્લી ગ્રંથાવલી, નવલકથાઓ, જીવનચરિત્રો, ખગોળ, પક્ષી પરિચય, સંપાદનો, કટાક્ષવાણી, અનુવાદ, બાળવાર્તાઓ અને ઇતિહાસ જેવા વિષયનાં મળી કુલ ૪૩ પુસ્તકોની ભેટ સમાજને આપી. તેમજ ફૂલછાબ સાપ્તાહિક-દૈનિક, કલ્યાણ યાત્રા અને ઊર્મિ નવરચનાના તંત્રી તરીકે સફળ કામગીરી બજાવી. ઉપરાંત સંગીત, નાટક, સ્વાતંત્ર્ય સંગ્રામ, ગ્રામસેવા, લોકસેવા, પત્રકારત્વ, લેખન, કાવ્ય અને લોકસાહિત્ય જેવા ક્ષેત્રોમાં ગણનાપાત્ર ફાળો આપ્યો. ઇ.સ. ૧૯૩૦માં ગાંધીજીએ મીઠાની લડત ઉપાડી ત્યારે શ્રી અમૃતલાલ શેઠની રાહબરી નીચે ધોલેરાથી મીઠું લાવી કાયદાનો ભંગ કર્યો. તેમાં સેંકડો સ્વાતંત્ર્ય સેવકો જેલમાં ગયા તેમાં ગાંધીજીના રંગે રંગાયેલ જયમલભાઈ પણ હતા. ત્યાંથી વાંકાનેરમાં પણ સત્યાગ્રહનાં મંડાણ કર્યાં. જયમલભાઈ, રતુભાઈ અદાણી, અને નિરંજન વર્મા ઇ.સ. ૧૯૪૨ની લડતમાં પણ જોડાયા. ઇ.સ. ૧૯૪૨માં બીજી ઓક્ટોબરે ગાંધી જયંતિના દિવસે શ્રી અમૃતલાલ દલપતભાઈ શેઠે રાણપુરથી ‘‘સૌરાષ્ટ્ર’ સાપ્તાહિકનો પ્રારંભ કર્યો અને દેશી રાજ્યોના જુલમ, જહાંગિરિ અને દુષ્કૃત્યનો પર્દાફાશ કરવા તાતી તલવારને બદલે તીખી કલમ કટારી સાથે મેદાને પડ્યા. રાણપુરમાં ફૂલછાબ સાપ્તાહિકનો દોર ઝવેરચંદ મેઘાણીને સોંપ્યો તેના તંત્રી મેઘાણી બન્યા તેના તંત્રી મંડળમાં બે તરવરિયા જુવાનો હતા. જયમલ પરમાર અને નિરંજન For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy