SearchBrowseAboutContactDonate
Page Preview
Page 421
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભા દર્શન પ્રથમાચાર્ય શ્રી કનકકુશળ (જૈન સાધુ)ના શિષ્ય કુંવરકુશળનો ઉલ્લેખ છે. ‘કિશન બાવની’ના કર્તા કિશનદાસ વિષે પણ ગોવિંદ ગિલ્લાભાઈએ સારો પ્રકાશ પાડેલ છે. ગોવિંદ કવિએ ‘કિશન બાવની' ભાવનગરના પુસ્તક વિક્રેતા અબ્દુલ હુસેન આદમજી તરફથી ટીકા સહિત પ્રગટ કરેલ અને તેની પ્રસ્તાવનામાં લખ્યું કે કિશન કવિ કચ્છ, કાઠિયાવાડ કે ગુજરાતના હોવા જોઈએ. પણ એમાં જીવરામ અજમેરાએ લખ્યું કે તે ઉત્તર હિન્દુસ્તાન તરફના ગોડ બ્રાહ્મણ હતા. (આવા વિવાદો તો મોટા ભાગના કવિ માટે છે) પણ ગોવિંદ કવિ ખાત્રીપૂર્વક કહે છે કે કિશન કવિ બારોટ જાતિના હતા અને તેના વહીવંચાના ચોપડામાં તેમના બાપદાદાનાં નામ પણ છે. કવિએ લખેલા ગ્રંથોમાં (૧) વિવેક વિલાસ (૨) લછન બત્રીશી (૩) વિષ્ણુ વિનય પચ્ચીસી (૪) પરબ્રહ્મ પચ્ચીસી (૫) પ્રબોધ પચ્ચીસી (૬) શીખનખ ચંદ્રિકા (૭) રાધા રૂપમંજરી (૮) ભૂષણ મંજરી (૯) શૃંગાર ષોડશી (૧૦) ભક્તિ ક્લ્પદ્રુમ (૧૧) પ્રવીણ સાગર (પ્રગટ કર્યો) (૧૨) શ્રી રાધામુખ ષોડષી (૧૩) પયોધર પચ્ચીસી (૧૪) નૈન મંજરી (૧૫) છબી સરોજની (૧૬) પ્રેમ પચ્ચીસી (૧૭) વક્રોક્તિ વિનોદ (૧૮) ગોવિંદ જ્ઞાન બાવની (૧૯) પાવન પયોનિધિ (૨૦) શૃંગાર સરોજની (૨૧) સાહિત્ય ચિંતામણિ (૨૨) ષઋતુ દર્શન (૨૩) પ્રારબ્ધ પચાસા (૨૪) સમસ્યા પુર્તિ પ્રદીપ (૨૫) શ્લેષ ચંદ્રિકા (૨૬) રત્નાવલી રહસ્ય (૨૭) બોધ પચ્ચીસી (૨૮) શબ્દ વિભૂષણ (૨૯) ગોવિંદ હજા૨ા (૩૦) અન્યોક્તિ ગોવિંદ (૩૧) અલંકાર અમ્બુધિ (૩૨) પ્રેમ પ્રભાકર (આ કૃતિઓ તેની સં. ૧૯૭૭ સુધીની છે.) કવિ આપણે માટે આવડો મોટો સાહિત્ય ખજાનો મૂકી ગયા છે. તેમના વિષે કોઈ વ્યવસ્થિત સંશોધન કરે તો પી. એચ. ડી. મેળવી શકાય તેમ છે. અરે.....કોઈ નહિ તો એમની જ્ઞાતિના જ કોઈ યુવાન નીકળે તો ચીંથરે વીંટ્યા રતનને સમાજ ઓળખી શકે. કવિનો સ્વર્ગવાસ સં. ૧૯૮૨, ઇ.સ. ૧૯૨૬ના જુલાઈ માસમાં થયો. Jain Education International ❀❀❀ • ૩૯ રાજકવિ ગૌરીશંકર રાજકવિ ગૌરીશંકરભાઈનો જન્મ સં. ૧૯૨૪ ભાદરવા સુદી ૧૩ના રોજ થયો હતો. (જન્મ સ્થળ અંગે જાણવા મળ્યું નથી) કચ્છ ભૂજની વ્રજભાષા પાઠશાળામાં કાવ્યકળાના અધ્યયનનો આરંભ કર્યો. વિક્રમ સં. ૧૯૫૨માં ૨૮ વર્ષની વયે ત્યાંની પ્રણાલિકા અનુસાર ‘ઔદાર્ય બાવની’ લખી અને આ પુસ્તિકાને આધારે કવિ પદવી પ્રાપ્ત કરી. એ વખતે કચ્છની વ્રજભાષા પાઠશાળાના અધ્યક્ષ તરીકે પ્રજ્ઞાચક્ષુ પ્રાણશંકરજી વિદ્યમાન હતા. કચ્છરાજ્યકૂળના આચાર્ય કુટુંબમાં કચ્છમાં જ એમનાં લગ્ન થયેલાં. સંતતિમાં એમને ત્રણ પુત્રો અને એક પુત્રી હતાં. એમના એક પુત્ર શ્રી ઉમેશ કવિનું નામ સૌરાષ્ટ્રમાં પ્રસિદ્ધ છે. એમના તરફથી પણ કાવ્ય, નાટક અને વાર્તા સંગ્રહો પ્રગટ થયા છે. વિ.સં. ૧૯૫૪માં ‘બાળાબોધ', સં. ૧૯૫૬માં ‘અમર આશા’ પર વિવરણ, તેજ વરસે જેની ચા૨ આવૃત્તિઓ પ્રગટ થઈ તે ‘‘ગાયન તરંગ', સં. ૧૯૬૬માં ‘‘ચારણ ધર્મ’’ની બીજી આવૃત્તિ અને સં. ૧૯૮૧માં ‘ચાણક્ય નીતિ’નું ગુજરાતીમાં રૂપાંતર આટલાં પુસ્તકો એમના તરફથી પ્રગટ થયાં છે. આ ઉપરાંત ભજનો, ગરબા, છંદ, દૂહા તેમજ વીરપુર રાજ્યનો ઇતિહાસ ‘સુરસુધાકર' એવું એમનું ઘણું ઘણું સાહિત્ય પ્રગટ થવાને અભાવે અપ્રગટ પડી રહેલ છે. કાવ્યના પારંગત બનીને કવિ શ્રી કવિતાના શિક્ષાર્થીઓને કવિતાની તાલીમ પણ આપતા. એકંદર બાવીસ વિદ્યાર્થીઓ તેમની પાસે કાવ્યાભ્યાસ કરી ગયા છે. વીરપુર ઠાકો૨શ્રી શૂરાજીને ત્યાં રાજકવિ ગૌરીશંકરજી રહેલા આ ઉપરાંત કચ્છ, પાલીતાણા, ભાવનગર અને ધરમપુર આદિ રાજ્યો તરફથી એમને કવિ તરીકેનું વર્ષાસન મળતું. ગોંડલના પ્રજાપાલક સુપ્રસિદ્ધ રાજવી સર ભગવતસિંહજીએ પણ કવિનું સન્માન કરી ઇનામ, પોષાક વગેરે અર્પણ કરેલ. વિ.સં. ૧૯૮૫ના પોષ સુદ ૪ ને મંગળવારે વીરપુર નજીકના ગોમટા ગામે એકસઠ વરસની અવસ્થાએ તેમનું For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy